ફિલ્મ રિવ્યુ: 'બાટલા હાઉસ'
જ્હોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ' દિલ્હીના એલ-18 બટલા હાઉસમાં થયેલા એનકાઉન્ટર પર આધારિત છે. 19 સપ્ટેમ્બર, 2008ના રોજ દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના સંદિગ્ધ આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં બે સંદિગ્ધ આતંકવાદી આતિફ અમીન અને મોહંમદ સાજીદ માર્યા ગયેલા. જ્યારે 2 અન્ય આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. ઉપરાંત 1 આરોપી જીશાનની ધરપકડ કરી લેવાઈ હતી. આ અથડામણનું નેતૃત્વ કરી રહેલા એનકાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ અને દિલ્હી પોલીસ નિરિક્ષક મોહન ચંદ શર્મા આ ઘટનામાં માર્યા ગયા હતા. આ એનકાઉન્ટર બાદ દેશમાં માનવઅધિકાર સંગઠનોનો આક્રોશ, રાજનૈતિક હીલચાલ અને આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો હતો. આ મુદ્દો મિડિયામાં ઘણા સમય સુધી છવાયેલો હતો.

ફિલ્મની કહાણી
13 સપ્ટેમ્બર 2008ના રોજ દિલ્હીમાં સંખ્યાબંધ બોમ્બ બ્લાસ્ટની તપાસ કરતા ડીસીપી સંજીવ કુમાર યાદવ પોતાની ટીમ સાથે બાટલા હાઉસ એલ-18 પહોંચે છે. ત્યાં એક સંદિગ્ધ આતંકવાદી સાથે અથડામણમાં એક ઓફિસર ઘાયલ થઈ જાય છે. જ્યારે ઓફિસર કે.કે(રવિ કિશન)નું મૃત્યુ થઈ જાય છે. આ અથડામણ થોડો સમય બાદ ખતમ થઈ જાય છે પણ તેનો પ્રભાવ દિલ્હી પોલીસ અને ખાસ કરીને સંજીવ કુમાર યાદવને લાંબા સમય સુધી શંકાના ઘેરામાં લાવીને ઉભા કરી દે છે. તે દિવસે બાટલા હાઉસમાં પોલિસે આતંકવાદીઓને માર્યા હતા કે વિશ્વવિદ્યાલયમાં ભણનારા બાળકોનું ધર્મની આડમાં નકલી એનકાઉન્ટર કરી વાહવાહી લૂંટીં હતી.
મિડિયાથી લઈ સત્તાઘારી વિરોધી પાર્ટીઓ તેને ફેક એનકાઉન્ટનું નામ આપે છે. દિલ્હી પોલિસ મુર્દાબાદના નારા લાગે છે, લોકો પુતળા બાળે છે. આ આખા મામલામાં સંજીવ કુમારને ઘણું બધુ સહન કરવું પડે છે. તેમની પત્ની નંદિતા કુમાર(મૃણાલ પાંડે)નો અભિનય ફિલ્મમાં નાનકડો પણ મહત્વનો છે. ફિલ્મમાં ક્યાંક પોલીસના ગુણગાન નથી ગવાયા, તેની દ્રષ્ટિએ આ ફિલ્મ સંતુલિત લાગે છે. અનેક શૌર્ય પુરસ્કારોથી સન્માનિત ડીસીપી સંજય કુમાર યાદવ જાતને અને પોતાની ટીમને નિર્દોષ સાબિત કરી શકે છે કે નહિં તે જાણવા માટે તમારે થિયેટર જવું જ જોઈએ.

એક્ટિંગ
તેને જ્હોન અબ્રાહમની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માની શકાય છે. ડીસીપી સંજીવ કુમાર યાદવની ભૂમિકામાં જ્હોન અબ્રાહમ સંયમિત અને મજબૂત દેખાય છે. આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં જ્યારે તેઓ કોર્ટ સામે કટેરામાં ઉભા રહે છે ત્યારે તેમનો ગુસ્સો અને મર્યાદા બંને જ્હોનના ચહેરા પર ઝળકે છે. તેમનો એક ડાયલોક છે જે તેઓ વકીલને કહે છે કે-તમારુ અને મારુ સત્ય એક કેવી રીતે હોઈ શકે છે? તમે ક્યારેય છાતી પર ગોળી ખાધી છે?
મૃણાલ ઠાકુરે પોતાના સંક્ષિપ્ત રોલમાં સત્યતાને જીવી છે. બાકીના તમામ કલાકારો મનીષ ચૌધરી, રવિ કિશન, વકીલ બનેલા રાજેશ શર્મા અને પ્રમોદ પાઠકે વખાણવાલાયક કામ કર્યુ છે. આતંકી આદિલ અમીનના કેરેક્ટમાં ક્રાંતિ પ્રકાશ ઝાએ પણ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે.

ટેકનીકલ પક્ષ
આ એનકાઉન્ટર બાદ ઉભા થયેલ તમામ દ્રષ્ટિકોણને ફિલ્મમાં શામેલ કરાયા છે. રચનાત્મક આઝાદી લેતા ડાયરેક્ટર નિખિલ આડવાણીએ ફિલ્મમાં કેટલાક નાનામોટા ફેરફાર પણ કર્યા છે. ફિલ્મમાં પોલીસ જવાનોની હિંમત, માનસિક દ્વન્દ, અપરાધબોધ, કોઈને ગુમાવવાનું દુઃખ ખૂબ સારી રીતે દેખાય છે. અઢી કલાકમાં બનેલી આ ફિલ્મ થોડી નાની બની શકતી હતી. કેટલાક સીનો રિપિટ લાગે છે. ત્યાં જ કેટલાક સીન એવા છે જેને કાઢી શકાતા હતા. ક્લાઈમેટ કોર્ટ રૂમ ડ્રામાને વધુ પ્રભાવી બનાવી શકાય તેમ હતુ. બાટલા હાઉસ એનકાઉન્ટર કેસ ઘણો ચર્ચામાં રહ્યો છે છતાં ફિલ્મની કહાણી માટે સસ્પેન્સ જાળવી રખાયુ છે. તેનો તમામ શ્રેય રિતેશ શાહની સ્કીનપ્લેને જાય છે.

જોવી કે નહિં
વાસ્તવિક ઘટનાઓને પસંદ કરનારા 15 ઓગસ્ટના રોજ ફેમેલિ સાથે આ ફિલ્મ જોવા ઈચ્છતા હોય તેઓ જરૂર જાય. આ ફિલ્મની કહાણી અને તેના પિક્ચરાઈઝેશન માટે બાટલા હાઉલને મળવા જોઈએ 3.5 સ્ટાર.