#Review: બેગમ જાનની જાન છે વિદ્યા બાલન...
ફિલ્મ - બેગમ જાન સ્ટાર કાસ્ટ - વિદ્યા બાલન, ઇલા અરુણ, નસીરૂદ્દીન શાહ, ચંકી પાંડે, પલ્લવી શારદા, મિષ્ટી, ફ્લોરા સૈની, રિદ્ધિમા તિવારી, રજિત કપૂર, આશિષ વિદ્યાર્થી, વિવેક મુશ્રા
ડાયરેક્ટર - શ્રીજીત મુખર્જી
પ્રોડ્યૂસર - મુકેશ ભટ્ટ, વિશેષ ભટ્ટ
લેખક - શ્રીજીત મુખર્જી, કૌસર મુનીર
પ્લસ પોઇન્ટ - પર્ફોમન્સ, ધારદાર ડાયલોગ
માઇનસ પોઇન્ટ - કેટલાક સિન
પ્લોટ સાથે કનેક્ટ નથી થઇ શકતા
Read also : #Trailer - આમની પોપ્યુલારીટિ સામે દરેક સુપરસ્ટાર છે ફેલ!

લોટ
આ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનના ભાગલા સમયની વાર્તા કહેવાનો સાહસિક પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાનનો આ ઇતિહાસ એવો છે, જેને પડદા પર ઉતારવા ખૂબ સ્કિલ્ડ પર્સનની જરૂર પડે છે. ફિલ્મની શરૂઆત સારી છે, પરંતુ પ્લોટ આગળ વધતાં ભારત-પાકિસ્તાનનો સંવેદનશીલ મુદ્દો ક્યાંક ખોવાઇ જાય છે. ફિલ્મ અત્યંત મેલોડ્રામિક અને કેટલેક અંશે બીંબાઢાળ છે, જે કદાચ કેટલાક લોકોને પસંદ નહીં પડે. આ ફિલ્મ શ્રીજીત મુખર્જીની ફિલ્મ રાજકહિની પર આધારિત છે. વેશ્યાવાડની માલકણ તરીકેના રોલમાં વિદ્યા બાલને જીવ પૂર્યો છે. ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે બોર્ડર આવેલ આ ‘કોઠે' ત્યાંથી ખસેડવાનો વારો આવે છે. ત્યાં રહેતી સ્ત્રીઓ અને વિદ્યા બાલનને આ વાત મંજૂર નથી. તેઓ પોતાના આ ઘરને બચાવવા રૂપલલનામાંથી ફોજીનું રૂપ ધારણ કરે છે. પછી શું થાય છે એ જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે.

ધારદાર ડાયલોગ અને પર્ફોમન્સ
બેગમ જાનની વાર્તા અને તેને મળેલ ટ્રીટમેન્ટ તમને ઘણી સારી જૂની ફિલ્મોની યાદ અપાવશે. શ્યામ બેનેગલની ફિલ્મ મંડી પણ કંઇ આવા જ કોનસેપ્ટ પર બની હતી. જો કે, મંડીમાં રિયાલિટી ટચ વધુ હતો, જ્યારે આ ફિલ્મ વાર્તા આગળ વધતાં મેલોડ્રામેટિક થતી જાય છે. આમ છતાં, ફિલ્મની વાર્તા તમને પકડી રાખે છે. ફિલ્મના ડાયલોગ ધારદાર છે. વિદ્યા બાલન, નસીરૂદ્દીન શાહ, મિષ્ટી, રિદ્ધિમા તિવારી, ઇલા અરુણ સહિત તમામ કલાકારોએ પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે. ચંકી પાંડેની એક્ટિંગ સારી છે, પરંતુ તેના પાત્રના લખાણમાં ખામી રહી હોય એવું લાગે છે.

મ્યૂઝિક અને ટેક્નિકલ પોઇન્ટ્સ
બેગમ જાન વાર્તા કરતાં મોમેન્ટ્સ પર બનેલી ફિલ્મ વધુ લાગે છે. તેના પાત્રો સાથે દર્શકો ઇમોશનલી કનેક્ટ નથી કરી શકતાં, કારણ કે ફિલ્મમાં પાત્રોનું બેકગ્રાઉન્ડ વ્યવસ્થિત રીતે બતાવવામાં નથી આવ્યું. સ્ટોરી રાઇટિંગની આ ખામીને કારણે ફિલ્મ થોડી ઝાંખી પડે છે. સિનેમેટોગ્રાફી અદભૂત છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો ધીમો છે, પરંતુ સેકન્ડ હાફ તમને નિરાસ નહીં કરે. એડિટિંગ થોડું નબળું પડે છે. ફિલ્મના તમામ ગીતો એકદમ યોગ્ય સ્થાને મુકવામાં આવ્યા છે. આઝાદિયાં અને હોલી ખેલેં ગીત દર્શકોને પસંદ આવશે.

વર્ડિક્ટ
વિદ્યા બાલનના ફેન હોવ અને ગંભીર મુદ્દા પરની ડ્રામોટિક ફિલ્મ જોવાની ઇચ્છા હોય, તો આ ફિલ્મ ચોક્કસ જોઇ શકાય. આ ફિલ્મમાં સમાજના બે રૂપ બતાવાયા છે, ફિલ્મનો કોનસેપ્ટ અને વિદ્યા બાલનના ડાયલોગ તમને સમાજની વાસ્તવિકતા અંગે વિચારતા કરી દેશે.