• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિવ્યૂ : આ બેશરમને તો ચુલબુલ-બુલબુલ જ પહોંચી શકે!

|

મુંબઈ, 2 ઑક્ટોબર : યે જવાની હૈ દીવાની અને બર્ફી જેવી સતત બે હિટ ફિલ્મો આપનાર રણબીર કપૂરની વધુ એક ફિલ્મ બેશરમ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં રણબીર કપૂર સાથે લીડ રોલમાં પલ્લવી શારદા છે કે જેઓ બેશરમ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. બેશરમની ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં એક સાથ આખી કપૂર ફૅમિલી એટલે કે રણબીર કપૂર, ઋષિ કપૂર અને નીતૂ કપૂર મોજૂદ છે. ફિલ્મ યંગ જનરેશનને ચોક્કસ ગમશે. જોકે બેશરમના ગીતો હજી લોકોની જીભે ચડ્યા નથી, પણ બેશરમનો ક્રેઝ યંગસ્ટર્સના માથે ચડી ગયો છે. ફિલ્મને સપરિવાર જોવામાં શક્ય છે કે થોડોક સંકોચ થાય, પણ મિત્રો સાથે બેશરમને એન્જૉય કરી શકાય છે.

વાર્તા : બેશરમ ફિલ્મની વાર્તા બબલી એટલે કે રણબીર કપૂરની આજુબાજુ ફરે છે. બબલી એક કૉન મૅન છે કે જે લોકોને ઉલ્લૂ બનાવી ઠગાઈ કરે છે. સાથે જ બહુ બેશરમ પણ છે. તે બહુ જ બેશરમી સાથે બધુ કરે છે. તેને કોઈ પણ વસ્તુનો ભય નથી અને નથી કોઈ રિગ્રેટ. આ ઉપરાંત બબલીને સારા-નરસા સાથે કોઈ મતલબ નથી. તે બસ તે જ કરે છે કે જે તેને સારૂં લાગે છે. તેને એ બાબતથી કોઈ નિસ્બત નથી કે બીજાઓને શું લાગે છે, પણ એક દિવસ તેને આ વાતનો અહેસાસ થાય છે કે જ્યારે તે અજાણતા જ પોતાના પ્રેમ એટલે કે તારા (પલ્લવી શારદા)ને હર્ટ કરી નાંખે છે. જ્યાં સુધી બબલીને પોતાની ભૂલનો અહેસાસ થાય છે, ત્યાં સુધી તેની પાછળ બે પોલીસ કૉન્સ્ટેબલો ચુલબુલ ચૌટાલા એટલે કે ઋષિ કપૂર તેમજ બુલબુલ ચૌટાલા એટલે કે નીતૂ સિંહ હાથ ધોઈને પડી જાય છે. આ બંને પોલીસ કૉન્સ્ટેબલો બબલી પાછળ પડ્યા બાદ બબલીના જીવનમાં કયા-કયા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે? આ જોવા માટે જોવી જ રહી બેશરમ ફિલ્મ.

અમિતાભને કારણે વધાર્યા છાતીના વાળ

અમિતાભને કારણે વધાર્યા છાતીના વાળ

બેશરમ ફિલ્મમાં રણબીર કપૂરને અમિતાભ બચ્ચનનો ફૅન બતાવાયો છે. રણબીરે જણાવ્યું કે અભિનવ કશ્યપ જ્યારે તેમની પાસે આવ્યા, તો તેમણે મારી સમક્ષ એક જ શરત મૂકી કે મારે અમિતાભજીની જેમ પોતાની છાતીના વાળ મોટા કરવા પડશે.

સલમાનની મશ્કરી

સલમાનની મશ્કરી

બેશરમમાં ઋષિનું નામ ચુલબુલ ચૌટાલા છે. હકીકતમાં ઋષિ ઇચ્છતા હતાં કે તેમનો પોલીસવાળાનો રોલ પણ ચુલબુલ પાન્ડેની જેમ જ હોય. તેથી તેમનું નામ ચુલબુલ રાખવામાં આવ્યું, પણ રણબીરે અનેક વાર આ નામ લઈ ઋષિ કપૂરના નામે સલમાનની મશ્કરી કરી છે.

શાહરુખનું ગીત ગાયું

શાહરુખનું ગીત ગાયું

ફિલ્મમાં એક સીન છે કે જેમાં રણબીર શાહરુખ ખાનનું ગીત તુઝે દેખા તો યે જાના સનમ... ગાઈ રહ્યાં છે અને સાથે જ સરસિયાના ખેતમાં લઘુશંકા પણ કરે છે. રણબીરનું કહેવું છે કે તેમણે શાહરુખની મશ્કરી નથી કરી.

પુત્ર-માતા-પિતા સાથે

પુત્ર-માતા-પિતા સાથે

બેશરમમાં પ્રથમ વાર પુત્ર-માતા-પિતા એટલે કે રણબીર-નીતૂ-ઋષિ એક સાથે છે.

પલ્લવી અંગે કોઈ વાંધો નથી

પલ્લવી અંગે કોઈ વાંધો નથી

એમ જાણવા મળ્યુ હતું કે બેશરમમાં પલ્લવી શારદાને લેવાતા રણબીર કપૂર નારાજ હતાં, પણ રણબીરે જણાવ્યું કે એવું કંઇ જ નથી. તેમને બહુ ખુશી થાય છે કે જ્યારે કોઈ નવી ટૅલેંટ સામે આવે છે.

પ્રમોશનની જવાબદારી

પ્રમોશનની જવાબદારી

જોકે રણબીરે એમ પણ કહ્યું કે પલ્લવી નવા છે અને કોઈ બ્રાન્ડ નથી. તેથી ફિલ્મના પ્રમોશનની આખી જવાબદારી તેમની ઉપર આવી પડી છે.

કૅટ-દીપિકા પાસે સમય નથી

કૅટ-દીપિકા પાસે સમય નથી

અભિનવ કશ્યપે જણાવ્યુ હતું કે બેશરમ માટે દીપિકા પાદુકોણે, સોનાક્ષી સિન્હા અને કૅટરીના કૈફના નામો પણ વિચારાયા હતાં, પણ તેમની પાસે સમય નહોતો. તેથી પલ્લવીની પસંદગી કરાઈ.

ઋષિએ અભિનવને ઘરમાંથી કાઢ્યાં

ઋષિએ અભિનવને ઘરમાંથી કાઢ્યાં

અભિનવે એક ઇંટર્વ્યૂમાં જણાવ્યુ કે જ્યારે તેઓ ફિલ્મની સ્ક્રિપ્ટ લઈ રણબીર પાસે ગયાં, તો રણબીરે કહ્યું કે તેઓ પપ્પા ઋષિ સાથે વાત કરશે, પણ જ્યારે તેઓ ઋષિને મળવા તેમના ઘરે ગયાં, તો ઋષિએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યાં.

નીતૂનો રોલ વધ્યો

નીતૂનો રોલ વધ્યો

રણબીર ફિલ્મમાં હોવાના કારણે અને સાથે જ ઋષિ કપૂરના કારણે પણ બેશરમમાં નીતૂ સિંહનો રોલ બહુ લાંબો કરી દેવાયો.

English summary
Besharam movie, starring Ranbir Kapoor and Sharda Pallavi in lead roles is releasing today. In Besharam movie we will see Ranbir Kapoor teaming up with his parents- Rishi and Neetu Kapoor onscreen for the first time. But, this is no family drama, instead the Kapoors will be seen in a chor-police chase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more