For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MovieReview: સૈફ અલી ખાને 'શેફ'થી કર્યું ધમાકેદાર કમબેક

સૈફ અલી ખાનની ફિલ્મ 'શેફ' રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મનો રિવ્યુ, પ્લોટ અને રેટિંગ વાંચો અહીં...

By Kajal
|
Google Oneindia Gujarati News

ઘણા સમય બાદ સૈફ અલી ખાનને શુક્રવારનો ધમાકો કરવાની તક મળી છે અને તેણે તેનો પૂરો ઉપયોગ કર્યો છે. 'એરલિફ્ટ'ના ડાયરેક્ટર રાજા કૃષ્ણ મેનને બનાવેલી હોલીવૂડની રીમેક 'શેફ' સાદી અને સરળ ભાષામાં ઘણું બધું કહી જાય છે. તેની વાર્તા સામાન્ય લોકોની હોય તેવી જ લાગે છે. આથી જ તે લોકોને ફિલ્મ જોવામાં મજા આવશે. આ ફિલ્મ જોવી કે નહીં અને સાથે જ આ ફિલ્મમાં જોવા જેવું શું ખાસ છે તે વિષે વધુ જાણો અહીં...

ખાસ છે ફિલ્મ

ખાસ છે ફિલ્મ

'શેફ' એક એવી ફિલ્મ છે, જે સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલી છે. જેને જોયા બાદ એક હળવાશનો અનુભવ થાય તેવી ફિલ્મ છે. રાજા કૃષ્ણ મેનને ફિલ્મની વાર્તાને લોકોની રોજીંદી લાઇફ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં સફળ પણ રહ્યાં છે. સિંગલ માતા-પિતાના દુઃખ અને રિલેશનશિપમાં આવતા તણાવોની વાત એકદમ સારી રીતે ફિલ્મમાં જોડવામાં આવી છે.

ફિલ્મની કાસ્ટિંગ

ફિલ્મની કાસ્ટિંગ

'શેફ' ફિલ્મામાં કરવામાં આવેલી તમામ લોકોની કાસ્ટિંગ યોગ્ય છે. સૈફ અલી ખાન 'રોશન કાલરા'ના રોલમાં જોવા મળે છે. શેફના વ્યવસાયમાં રોશનને પહેલા જેવી મજા, આનંદ નથી આવતો અને તે પોતાની આવડતને પણ એક સમયે ભૂલી જાય છે. તો બીજી તરફ પદ્મપ્રિયાનો પણ સારો સપોર્ટ મળે છે. કોઇ પણ ખોટા ડ્રામા વગર ફિલ્મમાં નાની પ્રેમ કથા બતાવવામાં આવે છે.

એકદમ સીધો પ્લોટ

એકદમ સીધો પ્લોટ

ફિલ્મના પ્લોટની જો વાત કરવામાં આવે તો, તે એકદમ સીધો છો. ફિલ્મ શરૂ થશે ત્યારથી લઈને એ પુરી થાય ત્યા સુધી વાર્તા તમને જકડી રાખશે. આ ફિલ્મમાં કોઈ પણ પ્રકારના ટ્વીસ્ટ નથી. વાર્તા એક સીધા રસ્તા પર ચાલ્યા કરે છે, છતાં રસ જળવાઇ રહે છે. આવી સરળ છતાં મજેદાર ફિલ્મ લાંબા સમય બાદ બની છે, આથી લોકોને ચોક્કસ પસંદ પડસે. આ ફિલ્મ હોલીવૂડ ફિલ્મ 'શેફ'ની રીમેક છે.

ફિલ્મમાં મિલિંદ સોમણ

ફિલ્મમાં મિલિંદ સોમણ

આ ફિલ્મમાં એક નાનો કેમિયો પણ કરવામાં આવ્યો છે, જેમાં મિલિંદ સોમણ થોડા સમય માટે જ આવે છે અને ફિલ્મને વધારે પરફેક્ટ બનાવી જાય છે. ફિલ્મમાં કોઈ ખાસ ધમાકેદાર ડાયલોગ્સ નથી. ફિલ્મના ડાયલોગ્ય સીધા અને સરળ છતાં એટલા ચોટદાર કે ઓછામાં ઘણું કહી જાય છે.

English summary
Chef movie review in Gujarati. Read story, plot and ratings of the latest movie Chef in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X