• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિવ્યૂ : એક્શન અને ગીતોની બાબતમાં હિટ છે કમાંડો

|

મુંબઈ, 12 એપ્રિલ : વિપુલ શાહના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ કમાંડો આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ જોયા બાદ આપ થિયેટરમાંથી બહાર નિકળતાં મગજમાં જે વસ્તુ લઈને જશો, તે વિદ્યુતની એક્શન તથા ગીતોની ધુનો. સાવન બૈરી... ગીત આપને પોતાની સીટ ઉપર જકડી રાખે છે, તો વિદ્યુતની એક્શન આપને સ્ક્રીને આંખો ગડાવી રાખવા મજબૂર કરે છે.

દિગ્દર્શક દિલીપ ઘોષની આ પ્રથમ ફિલ્મ છે. તેમણે પણ વિદ્યુત જામવાલને પુરતું અવકાશ આપ્યું છે પોતાની એક્શન દાખવવાનું. જોકે ફિલ્મમાં પૂજા ચોપરાની એક્ટિંગમાં ક્યાંક-ક્યાંક થોડોક કંટાળો જોવા મળ્યો, પરંતુ વિદ્યુતે પોતાની એક્શન વડે દર્શકોને પોતાની તરફ જકડી રાખ્યાં.

વાર્તા : કૅપ્ટન કરણવીર ડોગરા એક કમાંડો છે. તે એક દિવસ ભૂલથી સરહદ ઓળંગી ચીન પહોંચી જાય છે. ચીનીઓ તેને ઝડપી લે છે અને તેને મુજરિમ બનાવવાનો પ્રયત્ન કરે છે. કરણ પૂરતા પ્રયત્નો કરે છે કે તે ચીની સરહદના લોકોને વિશ્વાસ અપાવી શકે કે તેણે એવું કંઈ જ નથી કર્યું અને તે ભૂલથી ત્યાં આવી પહોંચ્યો છે, પરંતુ કરણની વાત ઉપર ચીની સરહદના લોકો વિશ્વાસ નથી કરતાં. તેઓ વિચારે છે કે કરણને જો તેઓ ભારતીય જાસૂસ તરીકે રજૂ કરે, તો ભારતીયોને નીચા જોવાપણું કરી શકાય છે. બીજી બાજુ ભારતીય આર્મી ટીમ વિચારે છે કે કરણનીવાત નહીં સાંભળવામાં આવે. તેથી તેઓ કરણનો સમગ્ર આર્મી રેકૉર્ડ્સ ભૂંસી નાંખે છે અને કહે છે કે કરણ નામનો કોઈ કમાંડો છે જ નહીં.

કરણ કોઈ પણ રીતે ચીનીઓના કબ્જામાંથી છુટી ભારત આવી જાય છે. તે સીધો પઠાણકોટ પહોંચે છે કે જ્યાં તેની મુલાકાત સિમૃત (પૂજા ચોપરા) સાથે થાય છે. સિમૃત ગુંડાઓથી પોતાને બચાવતાં ભાગતી હોય છે કે ત્યારે જ કરણ તેને મળી જાય છે અને તે કરણને પોતાને બતાવવા માટે આજીજી કરે છે. કરણ ગુંડોથી સિમૃતને બચાવે છે. કરણને ખબર નથી કે જે ગુંડા સિમૃતની પાછળ પડ્યાં છે, તેઓ તે વિસ્તારના સૌથી મોટા ગુંડા અમૃત કંવલ સિંહના માણસો છે. અમૃત કંવલ સિંહ પોતાની જાતને એકે 47 તરીકે પણ સંબોધે છે. એકે 47 સિમૃત સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ સિમૃત તેનાથી નફરત કરે છે. જ્યારે પહેલી વાર કરણ સિમૃતને બચાવે છે, ત્યારે સિમૃત કરણને કહે છે કે તે તેની સાથે ત્યાં સુધી રહે કે જ્યાં સુધી તે પઠાણકોટમાંથી બહાર નથી નિકળી જતી અને આ ગુંડાઓથી પીછો નથી છુટતો.

કરણ પણ સિમૃત સાથે રહે છે. સિમૃત પૂછે છે કે તે શું કામ આ લડાઈમાં તેનો સાથ આપે છે, કરણ કહે છે કે તે ગંદકી સાફ કરવા માંગે છે. સાથે રહેવા દરમિયાન કરણ-સિમૃત વચ્ચે પ્રેમ થઈ જાય છે. જ્યારે એકે 47 કરણ-સિમૃતને પકડી લે છે, ત્યારે કરણને ગોળી મારી નદીમાં ફેંકી દે છે. બીજી બાજુ સિમૃતના માતા-પિતાને પણ ગુંડાઓ ગોળી મારી દે છે. સિમૃત કરણનો ઇંતેજાર કરે છે અને કહે છે કે તે કોઈ કામ અધૂરૂં નથી મૂકતો. કરણ પાછો આવે છે અને એકે 47ને મારી બદલો લે છે. પછી કરણને પોલીસ પકડીને લઈ જાય છે અને તે સિમૃતને પાછો આવવાનો વાયદો કરી જાય છે.

અભિનય : કમાંડો ફિલ્મ વિદ્યુતના એક્શન પર આધારિત છે. ફિલ્મમાં વિદ્યુત જામવાલે જે રીતે એક્શન સિક્વંસ આપ્યાં છે, તે જોઈને સૌના દિલમાં પણ એ જ વાત આવશે કે બૉલીવુડના અક્ષય કુમારનું રિપ્લેસમેંટ મળી ગયું છે. એક્શનની સાથે-સાથે વિદ્યુતની ડાયલૉગ ડિલીવરી પણ ખૂબ જ ગઝબની છે. ફિલ્મની વાર્તા બહેતરીન છે. સાવન બૈરી... ગીતે તો લોકોને જકડી રાખ્યાં છે. મનન શાહે સારૂં સંગીત આપ્યું છે. જોકે પૂજા ચોપરાએ ફિલ્મમાં કંઈ ખાસ નથી કર્યું.

English summary
Commando movie starring Vidyut jamwal and Pooja Chopra is a story of Captain Karanvir Dogra, who is a commando with 9 Para Commandoes of the Indian Army crashes into the Chinese side.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more