"ડિયર જિંદગી" ફિલ્મ જોવા જેવી કે નહીં, જાણો આ ફિલ્મ રિવ્યૂમાં
બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ સ્ટાર્રર ફિલ્મ ડિયર જિંદગી આજે સિનેમા ઘરોમાં રિલિઝ થઇ ચૂકી છે. અમે આ ફિલ્મને 3 સ્ટાર આપ્યા છે. ડાયરેક્ટર ગૌરી શિંદેની આ ફિલ્મ યુવા લોકોની અભિગમને રજૂ કરે છે. ત્યારે શાહરૂખ અને આલિયા સિવાય આ ફિલ્મમાં કુણાલ કપૂર પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ અને આલિયાની એક્ટિંગ તો અદ્ધભૂત છે જ સાથે જ ફિલ્મના ગીત અને સિનેમેટોગ્રાફી પણ સરસ અને જોવા લાયક છે. ત્યારે શું છે ફિલ્મની સ્ટોરી, શું ફિલ્મના પ્લસ માઇન્સ પોઇન્ટ અને આ ફિલ્મ જોવી કે નહીં તે તમામ સવાલોના જવાબ જાણો અહીં....

પ્લોટ
કાયરા ઉર્ફ કોકો (આલિયા ભટ્ટ) એક સિનેમેટોગ્રાફર છે. જે પોતે એક ફિલ્મ બનાવવા માંગે છે. તે પોતાના કેરિયરને લઇને બિલકુલ સ્પષ્ટ છે. તે સિડ (અંગદ બેદી) સાથે પોતાના સંબંધો તોડી દે છે કારણ કે તેને એવું લાગે છે કે તે ફિલ્મ મેકર રધુવેન્દ્ર (કૃણાલ કપૂર)થી પ્રેમ કરે છે. પણ અંતમાં તે પોતે જ કન્ફ્યૂઝ થઇ જાય છે. અને તેને લાગે છે કે હવે તેને તેના સંબંધોને લઇને સિરિયસ થવું જોઇએ.

પ્લોટ
પણ થોડીક વારમાં બધુ બદલાઇ જાય છે. તેમનું બ્રેકઅપ થઇ જાય છે અને કિયારા પોતાની જિંદગી, કેરિયર અને રિલેશનશિપને લઇને વિચારમાં પડી જાય છે. તેવામાં તે ગોવામાં એક ફેમિલી ફેન્ડના હોટલનો વીડિયો શૂટ કરવા જાય છે. અને આ ટ્રિપ તેનું જીવન બદલી દે છે. ત્યાં તે એક મેન્ટલ હેલ્થ અને અવેરનેસ સેમીનારમાં ડો.જગ્સ ઉર્ફ જાહાંગીર ખાન (શાહરૂખ ખાન)ને મળે છે. અને તેનાથી ઇમ્પ્રેસ થઇને તે તેમની જોડે કાઉન્સીલિંગ લેવા લાગે છે. આ દરમિયાન તે એક સંગીતકાર (અલી ઝફર)ને મળે છે. પણ શું કોકો આ નવા સંબંધોને લઇને તૈયાર છે? શું ડો. જગ્સની થેરેપી તેની જીંદગીના આ કોયડાને સમજવામાં તેની મદદ કરશે. તે તમામ સવાલો જોવા માટે તો આ ફિલ્મ તમારે જોવી જ રહી.

ડાયરેક્ટર
આ ફિલ્મની સ્ટોરી આજની જનરેશનની મુશ્કેલીઓને વાચા આપે છે. જેમને કેરિયર પણ જોઇએ છે અને રિલેશનશીપ પણ અને આ તમામની સાથે તેમની પોતાની કેટલીક ઇનસિક્યોરીટી અને કન્ફ્યૂઝન છે જેનો જવાબ આજની યુવા પેઢી પાસે પણ નથી. જો કે આ ફિલ્મનું ડાયરેક્શન તમને અંત સુધી ફિલ્મ જોડે જોડી રાખે છે. તમને ફિલ્મ ક્યાંય પણ બોરિંગ નહીં લાગે. વળી તેના ડાયલોગ અને પંચ પણ તમને વચ્ચે વચ્ચે મનોરંજન આપતા રહેશે.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ તેની દરેક ફિલ્મ સાથે પોતાની જોડે એક્સપરિમેન્ટ કરતી જોવા મળે છે. અને આ ફિલ્મમાં પણ તે તમારું મન જીતી લેશે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં બિલકુલ તેના હાઇ વે અંદાજમાં ફરીથી જોવા મળશે. અને તેની માસૂમિયત અને હાસ્ય તમારું મન ચોરી ના લે, તો નવાઇ!

શાહરૂખ ખાન
શાહરૂખને તમે આ ફિલ્મમાં રોમાન્સ કરતો તો નહીં જુઓ પણ તેનો આ રોલ રિફ્રેસિંગ છે. તેમના ડાયલોગ અને ગાલ પરના ડિમ્પલ ફિમેલ ફેન્સને જરૂરથી ખુશ કરી દેશે.

એક્ટિંગ
આ ફિલ્મમાં અલી ઝફર, કૃણાલ કપૂર અને અંગદ બેદી પણ પોત પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવી છે. ફિલ્મ ખૂબ જ શાનદાર છે. અને લોકોને પસંદ આવે તેવી છે. જો કે ફિલ્મમાં આદિત્ય રોય કપૂરનું સપ્રાઇઝ પણ છે.

સંગીત
ફિલ્મનું સંગીત સ્ટોરી પ્રમાણે પરફેક્ટ છે. વળી લોકોને પણ આ ફિલ્મનું સંગીત પસંદ આવી રહ્યું છે. અને ગીતોનું લોકેશન પણ અદ્ધભૂત છે.

હિટ કે ફ્લોપ
આ ફિલ્મની સ્ટોરી તમને કનેક્ટર કરી શકે છે. પ્રેમ અને જીંદગીની કન્ફ્યૂઝનમાં પડ્યા હોવ તો આ ફિલ્મ તમને એક રિફ્રેશમેન્ટ જરૂરથી આપશે. તો જો તમે આલિયા ભટ્ટ કે શાહરૂખ ખાનના ફેન હોવ કે પછી તેમને ગૌરી શિંદેની ફિલ્મો ગમતી હોય તો આ ફિલ્મ તમારે જોવા જવી જોઇએ.