• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલવાલે રિવ્યૂ: કાજોલ, શાહરૂખ અને રોહિતનો માઇન્ડબ્લોઇંગ તડાકો

|

ફાઇનલી તે દિવસ આવી ગયો જ્યારે 5 વર્ષ બાદ ફરી એક વાર કાજોલ અને શાહરૂખ ખાનની અદ્ધભૂત જોડીને તમે રૂપેરી પડદા પર ગ્રાન્ડ રીતે અને મોસ્ટ રોમાન્ટિક રીતે જોઇ શકો. રોહિત શેટ્ટીની આ ફિલ્મે તેના નામની જાહેરાત પહેલા જ અલગ અલગ રીતે સમાચારોમાં છવાયેલી જોવા મળી હતી, તે પછી રોહિત શેટ્ટી દ્વારા શાહરૂખ ખાનને લીડ એક્ટર તરીકે લેવાની વાત હોય કે પછી 5 વર્ષના લાંબા સમય બાદ કાજોલ અને શાહરૂખને સાથે લાવવાની વાત હોય કે મોસ્ટ લેટેસ્ટ સંજય લીલા ભણસાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાની સાથે ટક્કરાવાની વાત હોય.

નોંધનીય છે આ પહેલા શાહરૂખ ખાન અને સંજય લીલા ભણસાળી બોક્સ ઓફિસ ઓમ શાંતિ ઓમ અને સાવંરિયા ફિલ્મના લીધે સામે સામે ટક્કરાયા હતા. તે વખતે ઓમ શાંતિ ઓમથી દિપીકાએ બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અને આ વખતે તે સંજયની લીડ એક્ટ્રેસ છે.

એક બાજુ જ્યાં દિલવાલેમાં જ્યાં શાહરૂખ અને કાજોલની દમદાર જોડી છે ત્યાં જ લોકો દિપીકા પાદુકોણ અને રણવીર સિંહની હોટ કેમેસ્ટ્રીને પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ત્યારે કંઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોને ટક્કર આપશે તે તો આવનારો સમય જ કહેશે. પણ તે પહેલા દિલવાલે ફિલ્મનો પબ્લિક રિવ્યૂ અને ફિલ્મ રિવ્યૂ જોતા અમે તેને 3.5 સ્ટાર આપ્યા છે. તો શું છે આ ફિલ્મની સ્ટોરી, તેના પ્લસ માઇન્સ પોઇન્ટ શું છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ફિલ્મની સ્ટોરી

ફિલ્મની સ્ટોરી

આ ફિલ્મને ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસનું દેશી વર્ઝન કહેવું બિલકુલ પણ અતિશ્યોક્તિ નથી. આ ફિલ્મની સ્ટોરી બલગેરિયા બે ગેંગસ્ટર વિનોદ ખન્ના અને કબીર બેદીના ગેંગવોરની આસપાસ ફરે છે. રાજ (શાહરૂખ ખાન) આ જ ગેંગનો એક તેવા વ્યક્તિ હોય છે જે, જે કામ હાથમાં લે છે તેને પૂરું કરીને જંપે છે. પણ રાજનું દિલ દુશ્મન ગેંગની દિકરી મીરા પર આવી જાય છે.

સ્ટોરી

સ્ટોરી

અને પછી કેન્ડલ લાઇટ ડિનરથી લઇને ફૂલો અને ગેરુઆ જેવા મોસ્ટ રોમાન્ટિક સીનોની શરૂઆત થાય છે જેમાં શાહરૂખ અને કાજોલની કેમેસ્ટ્રી તમારા શ્વાસ થંભાવી દેશે. પણ જ્યારે આ બન્ને જણાં આ દુશ્મનીથી દૂર જઇને પોતાના પ્રેમની દુનિયા બનાવાનું નક્કી કરે છે ત્યારે જ તેમને એકબીજાથી દગો મળે છે અને 15 વર્ષ માટે તે છૂટા પડી જાય છે.

15 વર્ષ બાદ

15 વર્ષ બાદ

15 વર્ષ બાદ રાજ એક જાણીતો મીકેનિક બને છે જે કારને મોડિફાઇંગ કરવાનું કામ કરતો હોય છે. તેનો ભાઇ સિધ્ધુ (વરુણ) અને ઇશિતા (કિર્તી) એકબીજાને પ્રેમ કરતા હોય છે. તેમને લવસ્ટોરી કાજોલ અને શાહરૂખ જેવી કોમ્પલિકેટેડ નથી હોતી પણ અહીં પણ એક કેચ છે જે જોવા તમારે ફિલ્મ જોવી જ રહી

કાજોલ અને શાહરૂખ

કાજોલ અને શાહરૂખ

ખરેખરમાં આ જોડી 5 વર્ષ બાદ સાથે આવી છે પણ તેને પાંચ વર્ષની કસર પૂરી કરી દીધી છે. ફસ્ટ હાફમાં કાજોલ બહું સુંદર અને કિર્તી શું ભલભલી નવોદિત અભિનેત્રીને ટક્કર આપે તેવી લાગે છે. તો ફિલ્મના બીજા ભાગ જ્યારે શાહરૂખની સાચી ઓળખ બહાર આવે છે ત્યારે તેના સીન સારા છે.

કિર્તી અને વરુણ

કિર્તી અને વરુણ

વરુણનું કોમેડી ટાઇમીંગ સરસ છે. તો કિર્તીએ પણ તેના નાના રોલમાં પોતાની ઓળખ બનાવી છે. પણ કાજોલ અને શાહરૂખ કરતા તેમનો રોલ નાનો છે. અને તેમની કેમેસ્ટ્રી ક્યૂટ જરૂર લાગે છે પણ રોમાન્સના બાદશાહ અને રાણી આગળ તે બચ્ચા જ લાગે છે.

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીની ફિલ્મ હોય એટલે કોમેડી અને એક્શન બાય ડિફોલ્ટ હોય તેમાં તો રોહિતનો હાથ કોઇ પકડી જ ના શકે પણ આ વખતે પહેલી વાર તેની ફિલ્મમાં અદ્ધભૂત સિનેમોગ્રાફીની સાથે પિક્ચર પરફેક્ટ ફ્રેમ જોવા મળી છે. જે માટે કહેવું જ રહ્યું કે રોહિતની આ ફિલ્મ તેની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ છે.

કોમેડી

કોમેડી

વરુણ, બોમન, જ્હોની લીવર, સંજય મિશ્રાની કોમેડી આ ફિલ્મની જાન છે. તે આ ફિલ્મને રોહિત શેટ્ટીનો ટ્રેડ માર્ક આપે છે. તેમની કોમેડી તમને પેટ દુખી જાય ત્યાં સુધી હસાવશે.

ફિલ્મ જોવી કે નહીં

ફિલ્મ જોવી કે નહીં

તમે કાજોલ-શાહરૂખ અને રોહિતના ફેન હોવ તો આ ફિલ્મ જોવી જ રહી. રોહિતની અન્ય ફિલ્મોની જેમ જ આ ફિલ્મ કોમેડી, એક્શન, રોમાન્સ જેવા તમામ ફિલ્મ તડકા, મસલાથી ભરપૂર છે.

English summary
Dilwale has released worldwide and the D-day has finally arrived when all you viewers can see this what this extremely hyped movie is all about. Here is review have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X