For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઢીશુમ ફિલ્મ રિવ્યૂ : 100 ટકા પૈસા વસૂલ, આ રહ્યા કારણો

By Desk
|
Google Oneindia Gujarati News

મસાલા ફિલ્મો યાદ છે આપણે જેવી ફરાહ ખાન બનાવતી હતી. જેવી કે મૈં હું ના, ઓમ શાંતિ ઓમ ટાઈપની ફિલ્મો. બસ એવી જ મસાલા ફિલ્મો જોઈએ તો ઘણો સમય થઇ ચુક્યો છે. 2 સ્માર્ટ હીરો, એક સુંદર હીરોઇન, એકદમ અમીર લોકેશન, એક આઈટમ ગર્લ અને મસાલેદાર પ્લોટ.

ઢીશુમ ફિલ્મમાં એ બધું છે જે તમને એક મસાલા ફિલ્મમાં મળી રહે છે. મારધાડ, એક્શન, કોમેડી, ગીતો, સસ્પેન્સ, ટ્વિસ્ટ બધું જ છે. રોહિત ધવને પુરી કોશિશ કરી છે કે ફિલ્મમાં કોઈ ખામી ના રહી જાય. આ કોશિશ તેમની ફિલ્મમાં પણ દેખાઈ આવે છે.

આ ફિલ્મ લોકોને પસંદ પણ પડી છે તેમને સારા રિવ્યૂ આપ્યા છે. તો જાણો આ ફિલ્મનો આખો રિવ્યૂ કે કેમ આ ફિલ્મ જોવી જોઈએ અને કેમ નહિ...

પ્લોટ

પ્લોટ

ફિલ્મનો આખો પ્લોટ છે 36 કલાકમાં ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ. મેચ પહેલા જ ભારતના સ્ટાર બેટ્સમેન વિરાજ શર્માનું અપહરણ. ભારતનો ઓફિસર કબીર (જ્હોન અબ્રાહમ) અને યુએઈ નો ઓફિસર જુનેદ (વરુણ ધવન) તેને શોધવા નીકળે છે.

અભિનય

અભિનય

વરુણ હંમેશાની જેમ એ જ કર્યું છે જેમાં તેઓ માહેર છે. પરંતુ દિલવાલે અને મૈં તેરા હીરો ટાઈપનો જ રોલ છે.

અભિનય

અભિનય

જ્હોન અબ્રાહમની વાત કરવામાં આવે તો તેઓ પોલીસના રોલમાં સૂટ થાય છે.

અભિનય

અભિનય

જેકલીનએ ફિલ્મમાં કેટરીના કૈફ બનવાની કોશિશ કરી છે. પરંતુ તે સારી લાગી રહી છે ફિલ્મમાં તેને લાયક એટલું કામ હતું જ નહિ. પરંતુ જેટલું કામ આપ્યું હતું એટલું તેને ખુબ જ સુંદર રીતે કર્યું છે.

અભિનય

અભિનય

અક્ષય ખન્ના જયારે પણ નેગેટિવ રોલમાં આવે છે પોતાની છાપ ચોક્કસ છોડી જાય છે. આ ફિલ્મ થી તેમની શાનદાર વાપસી થઇ શકે છે.

નરગીસ ફખરી

નરગીસ ફખરી

ફિલ્મની સ્ટારકાસ્ટ ખુબ જ લાંબી છે. નરગીસ ફખરીનો હોટ અંદાઝ આપણે પસંદ પડશે

અભિનય

અભિનય

અક્ષય કુમારનો ગે અંદાઝ જોઈને તમને ખુબ જ નવાઈ પણ લાગશે.

નિર્દેશન

નિર્દેશન

રોહિત ધવને ફિલ્મની બારીકીઓ પાર ધ્યાન નથી આપ્યું. ફિલ્મ 36 કલાકના મિશન પર હતી. પરંતુ એક મસાલા ફિલ્મ બનીને રહી ગયી. જો સારી સ્ટારકાસ્ટ ના હોતે તો ફિલ્મ હાથમાંથી નીકળી જાત.

જોવી કે નહિ

જોવી કે નહિ

જો તમે મસાલા ફિલ્મના શોખીન હોવ તો ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.

English summary
Dishoom film review - Varun Dhawan, John Abraham, Jacqueline Fernandez.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X