For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવ્યૂ વાંચીને જ જશો અજય-તબ્બૂની ક્રાઇમ વિરુદ્ધની જંગ જોવા

|
Google Oneindia Gujarati News

ફિલ્મ- દ્રશ્યમ
દિગ્દર્શક- નિશિકાંત કામત
નિર્માતા- કુમાર મંગલ પાઠક, અજિત અંધારે, અભિષેક પાઠક
અભિનેતા- અજય દેવગન
અભિનેત્રી- શ્રેયા સરન, તબ્બૂ

[રિવ્યૂ] વિજય સર (અજય દેવગન) પોલીસ સ્ટેશનમાં બેઠા છે અને આ છે દ્રશ્યમનું પહેલુ દ્રશ્ય પહેલાં કેટલાંક સીન્સમાં એ સ્પષ્ટ થઇ જાય છે કે વિજય પોલીસ દ્વારા સામાન્ય જનતા સાથે કરાતા અન્યાયની વિરુદ્ધ છે.

વિજયની મોટી દિકરી જે દત્તક લીધેલી છે, એક ટ્રિપ પર જાય છે જ્યાં એક યુવક સેમ તેની ન્હાતો વીડિયો બનાવી લે છે. સૈમ એક દિવસ તેને બ્લેકમેઇલ કરવા આવે છે અને વિજયની પત્ની અને દીકરીના હાથે માર્યો જાય છે.

સૈમ ગોવાની આઇજી મીરા દેશમુખ(તબ્બૂ)નો દીકરો છે. તબ્બૂ પોતાના શોધમાં વિજયના પરિવાર સુધી પહોંચે છે. જ્યારે વિજયને આ વાતની જાણ થાય છે તો તે પ્લાનિંગ કરે છે કે તે પોતાની પત્ની અને દીકરીને બચાવવા માટે એક વાર્તા ગઢે છે. આ કહાણીને તે સાચી કરવા માટે વિજય બોલીવુડ ફિલ્મોથી ઘણા પ્લાન્સ ચોરી કરે છે અને તેના દ્વારા પોતાના પરિવારને બચાવવાની કોશિશ કરે છે.

વધું રિવ્યૂ વાંચો સ્લાઇડરમાં...

અજય છે શાનદાર

અજય છે શાનદાર

વિજયની ભૂમિકામાં અજય દેવગણ શાનદાર છે, પોલીસની સામે ખોટુ બોલતી વખતે અજય દેવગનનો આત્મવિશ્વાસ અને તેમના એક્સપ્રેસન શાનદાર છે.

શ્રેયા ખૂબ જ ફ્લેટ

શ્રેયા ખૂબ જ ફ્લેટ

અજય દેવગનની પત્ની નંદિનીના રૂપમાં શ્રેયા સરન ખૂબ જ ફ્લેટ રહી છે. તેના ભાગમાં ખૂબ જ સારા અને ઇમ્પ્રેસિવ સિન્સ આવ્યા પરંતુ તે દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહી.

તબ્બૂ લાજવાબ

તબ્બૂ લાજવાબ

હંમેશાની જેમ તબ્બૂ લાજવાબ છે, શાનદાર અભિનય કર્યો છે.

અંત ખૂબ જ ઇંટરેસ્ટિંગ

અંત ખૂબ જ ઇંટરેસ્ટિંગ

દ્રશ્યમનો અંત ખૂબ જ રસપ્રદ છે. ફિલ્મ એ વાતને દર્શાવે છે કે ક્યારેક ક્યારે સત્યને સાચુ બતાવવા માટે ખોટા દ્રશ્યોને જીવવા પડે છે.

અમારી તરફથી 3 રેટિંગ

અમારી તરફથી 3 રેટિંગ

દ્રશ્યમ એટલે કે આંખોને દ્રશ્યો દ્વારા ખોટાને સાચું બનાવવું. અજય દેવગન અને તબ્બૂના આ શાનદાર દ્રશ્યમને અમારી તરફથી 3 રેટિંગ આપવામાં આવે છે.

સંગીત

સંગીત

દ્રશ્યમ ફિલ્મનું સંગીત વિશાલ ભારદ્વાજે આપ્યું છે. આ પહેલા અજય દેવગનની ફિલ્મ ઓમકારામાં પણ વિશાલ ભારદ્વાજના સંગીતે પોતાનો પ્રભાવ પાડ્યો હતો. હવે દ્રશ્યમમાં પણ ઘણા ગીતો આપને ગમશે પરંતુ એક બેને છોડીને.

લોકેશન

લોકેશન

જોકે દ્રશ્યમ ફિલ્મ ગોવામાં શૂટ કરવામાં આવી છે, પરંતુ ફિલ્મનો મોટા ભાગનો હિસ્સો પોલીસ સ્ટેશન અને ઘરની આસપાસ સીમિત રહી ગઇ છે. પરંતુ કેટલાંક સીન્સમાં ગોવા, પંજિમના લોકેશનમાં પણ શૂટ કરવામાં આવી છે.

જોવી કે નહીં

જોવી કે નહીં

દ્રશ્યમ ફિલ્મ અજય દેવગન અને તબ્બૂની બેસ્ટ ફિલ્મોમાંથી એક છે. અજય અને તબ્બૂના ફેન્સ માટે એક ટ્રીટ છે દ્રશ્યમ. જરૂર જુઓ.

English summary
Ajay Devgan and Tabbu starer Drishyam is releasing this Friday. Here is Drishyam movie review in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X