FAN રિવ્યૂ: જાણો કેમ ફેન, શાહરૂખ પર ભારે પડ્યો!
શાહરૂખ ખાનની ફિલ્મ ફેન આજે રિલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મના ટેલરે દર્શકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. પણ શાહરૂખ ખાનના ચાહકો માટે આ ફિલ્મ ખરેખરમાં ડબલ ટ્રીટ છે કારણ કે આ ફિલ્મમાં શાહરૂખનો ડબલ રોલ છે. વળી શુક્રવારે આ ફિલ્મની રિલિઝ સાથે અન્ય કોઇ ફિલ્મ રિલિઝ નથી થઇ એટલે આ ફિલ્મ એક શાનદાન ઓપનિંગ આપશે તે વાતમાં કોઇ શક નથી.
મનીષ શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક સુપરસ્ટાર અને તેના ફેનની કહાનીને બતાવે છે. ફિલ્મ જોઇને તમને કદાચ ફરી એક વાર કિંગ ખાનની એક્ટિંગના ફેન બની જાવ તો નવાઇ નહીં. જો કે આ ફિલ્મમાં જો કંઇક જોવા જેવું છે પણ તો તે છે શાહરૂખ ખાન. કારણ કે ફિલ્મનો પહેલો ભાગ બહુ જ રસપ્રદ અને થ્રીલથી ભરેલો છે પણ બીજા ભાગ તેટલો બાંધી રાખે તેવો નથી. આ ફિલ્મને અમે 2 સ્ટાર આપ્યા છે અને ગૌરવની અદ્ધભૂત એક્ટિંગ માટે 1 સ્ટાર વધુ તેમ કુલ આ ફિલ્મને ત્રણ સ્ટાર આપ્યા છે. તો શું આ ફિલ્મની સ્ટોરી શું છે, શું જોવા જેવું છે આ ફિલ્મમાં અને કેમ આ ખાલી 3 જ સ્ટાર આપ્યા તે વિષે વધુ જાણો અહીં...

સ્ટોરી
ટેલરમાં જે રીતે દેખાડાય છે તે મુજબ ગૌરવ દિલ્હીમાં રહે છે તે સુપરસ્ટાર આર્યન ખન્નાનો બહુ મોટો ફેન હોય છે તે દિલ્હીથી મુંબઇ આર્યનને તેના બર્થ ડે પર હેપ્પી બર્થ ડે કહેવા આવે છે અને આર્યનને પણ ખબર છે કે તે તેનો ફેન છે તેમ છતાં તે તેને 5 મિનિટ મળવાનો પણ સમય નથી આપતો.

સ્ટોરી
ત્યારે આર્યનનો આ અભિગમ ગૌરવને અંદરથી તોડી દે છે અને તેનો પ્રેમ નફરતમાં બની જાય છે. અને પછી શું થાય છે તે જોવા તે જાણવા તો તમારે ફિલ્મ જોવી જ રહી

એક્ટિંગમાં આર્યન કરતા ગૌરવ બેસ્ટ
આ ફિલ્મમાં શાહરૂખ ડબલ રોલમાં છે પણ તેમ છતાં આર્યન ખન્નાની એક્ટિંગ કરતા તમને ગૌરવની એક્ટિંગ વધુ ગમશે. દિલ્હીના છોકરાના એક્સેન્ટથી લઇને બોડીલેન્ગવેઝ સુધી તમામમાં કિંગ ખાને પોતાની માસ્ટરી બતાવી છે.

થ્રીલર છે કે નહીં
આ ફિલ્મનો પહેલો ભાગ થ્રીલ, મસ્તી, ગૌરવના ફેન પ્રેમથી ભરેલું અને દર્શકોને બાંધી રાખે તેવો છે પણ બીજો ભાગ એટલે કે ઇન્ટરવલ પછી તે ચાર્મ જતો રહે છે. અને પછી સ્ટોરી ખૂબ જ ચીલા ચાલુ થઇ જાય છે. વળી કેટલાક દર્શકોને તેનો અંત પણ નથી ગમતો

શું જોવું?
આ ફિલ્મમાં દર્શકો કન્ફ્યૂઝ થઇ જાય છે કે કોને પ્રત્યે પોતાની સાહનુભૂતિ વ્યક્ત કરવી ગૌરવ પ્રત્યે કે જેને તેના ભગવાન આર્યને જ દગો દીધો કે પછી આર્યન પ્રત્યે જે એક ફેનની મેડનેસને એટલા માટે સહન નથી કરી શકતો કારણ તે પણ પહેલા એક માણસ છે પછી એક સુપરસ્ટાર છે!

ફિલ્મ જોવી કે નહીં?
જો તમે શાહરૂખ ખાનના ફેન હોવ. તો આ ફિલ્મ તમારે જોવી જોઇએ શાહરૂખ ઉર્ફ ગૌરવની એક્ટિંગ અદ્ઘભૂત છે. વીએફએક્સ પણ સારું છે. પણ તે સિવાય આ ફિલ્મ ઓકે છે.