For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિતૂર Review: આ ફિલ્મમાં હિરો છે તબ્બુ અને વિલન છે કેટરીના

|
Google Oneindia Gujarati News

ફિતૂર ચાર્લ્સ ડિકન્સની પ્રસિદ્ધ નવલકથા "ગ્રેટ એક્સપેક્ટેશન" પર આધારિત છે. જેનું નિર્દેશન અને લેખન અભિષેક કપૂર અને સુપ્રતીક સેને કર્યું છે. નવકથાના કિરદારો મુજબ આદિત્ય રોય કપૂર આ ફિલ્મમાં પીપનો, કેટરીના ઇસ્ટેલાનો અને તબ્બુ પૈસાદાર અને તુંડમિજાજી મીસ હેવીશેમનો રોલ નીભાવી રહી છે.

આ ફિલ્મ તેની નવલકથાને જેમ જ ક્લાસિક છે. અને જો તમને હૈદર ફિલ્મ ગમી હશે તો તમને ફિતૂર પણ ગમશે. અભિષેક કપૂરે ગ્રેટ એક્સપેક્ટેશનનું દેશી વર્ઝન આ ફિલ્મમાં રજૂ કર્યું છે પણ થોડાક પ્લસ માયન્સ પોઇન્ટને બાદ કરતા ફિલ્મ જોવા લાયક છે. ત્યારે શું છે આ ફિલ્મની સ્ટોરી, એક્ટિંગ કેવી છે બધા કલાકારોની અને કેમ અમે કહ્યું કે આ ફિલ્મની હિરો તબ્બુ છે અને કેટરીના છે વિલન તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

ફિતૂર સ્ટોરી

ફિતૂર સ્ટોરી

આ ફિલ્મ 13 વર્ષીય એક બાળક નૂર અને તેની પ્રેરણા અને પ્રેમ તેવા ફિરદોસથી શરૂ થાય છે. નૂર (આદિત્ય રોય કપૂર), ફિરદોસ (કેટરીના કૈફ)ને પ્રેમ તો કરતો હોય છે પણ તે એક ગરીબ અને અનાથ યુવાન હોય છે. અને માટે જ તે ફિરદોસની માતા બેગમ હઝરત બિલકુલ પસંદ નથી હોતો. અને આજ કારણે તે આ બન્ને પ્રેમીઓને અલગ પાડવાનો પૂરો પ્રયાસ કરતી રહે છે.

ફિતૂર

ફિતૂર

જો કે બેગમ હઝરત પણ કુમળી વયે પ્રેમમાં દગો ખાઇ ચૂક્યા હોય છે અને તે નથી ઇચ્છતા કે તેમની દિકરી આવી કોઇ મુર્ખામી કરે. પણ શું ફિરદોસ તેની માંના ઇમોશનલ બ્લેકમેલની સામે જૂકી જશે? કે પછી તે નૂરના સાચા પ્રેમને સમજી શકશે? શું નૂર તેના પ્રેમને મેળવવા માટે બેગમ હઝરત સામે જીત મેળવી શકશે? આ તમામ સવાલો આ ફિલ્મનો કોમ્પલેક્ષ ક્લાયમેક્સમાં મળે છે. જે માટે તો તમારે ફિલ્મ જોવી જ રહી.

આદિત્ય રોય કપૂર એક્ટિંગ

આદિત્ય રોય કપૂર એક્ટિંગ

OMG! વાત હોય બોડી લેગવેઝની કે પછી કંશુ પણ બોલ્યા વગર ખાલી આંખીની અભિવ્યક્ત કરવાની આ ટેલેન્ટેડ એક્ટર આદિત્ય રોય કપૂરે તેની મહેનત નૂરની ભૂમિકામાં અદ્ઘભૂત રીતે બતાવી છે.

હિરો છે તબ્બુ અને વિલન છે કેટરીના

હિરો છે તબ્બુ અને વિલન છે કેટરીના

નવકથા મુજબ મીસ હેવીશેમનો રોલ તબ્બુ ગોળીને પી ગઇ છે. હૈદરની જેમ જ આ ફિલ્મમાં તેની ભૂમિકામાં તે છવાઇ ગઇ છે. તેની સ્ટાઇલ, તેની ડાયલોગ ડિલેવરી રેખા બાદ એક દમદાર અભિનેત્રીરૂપમાં ફરી એકવાર તબ્બુએ બેગમ હઝરત આ ફિલ્મમાં જીવંત કરી છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

આ ફિલ્મમાં કેટરીના સુંદર અને હોટ લાગે છે. પણ બસ, તેવી વિશેષ કંઇ નહીં દર વખતની જેમ તેની એક્ટિંગ એક્સપ્રેશન વગરની હતી અને જ્યારે આદિત્ય અને તબ્બુની આવી દમદાર એક્ટીંગ હોય અને તમે ખાલી દિવેલીયું મોઢું લઇને ઊભા હોવ તો સાચું કહું ત્રાસ થાય.

મ્યૂઝિક, સિનેમોગ્રાફી

મ્યૂઝિક, સિનેમોગ્રાફી

આ ફિલ્મમાં કેટલાક ગીતો સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યા છે. સિનેમોગ્રાફી પણ સારી છેનેક સુંદર ફ્રેમ આ ફિલ્મમાં જોવા મળશે.

કાશ્મીર

કાશ્મીર

જો તમે આ ફિલ્મનું ટેલર જોઇને તે આશમાં આ ફિલ્મ જોવા જતા કે તમને કાશ્મીરની સુંદર વાદીઓ જોવા મળશે. તો તમારી જાણ ખાતર જણાવી દઉં કે કાશ્મીરની તે સુંદર વાદીઓ આ ફિલ્મમાં ધણીને પાંચ મીનિટ માંડ દેખાશે. તો તેવી આશા તો છોડી જ દેજો.

ફિલ્મ જોવી કે નહીં.

ફિલ્મ જોવી કે નહીં.

આ ફિલ્મ એક સારી ફિલ્મ છે. એક વાર જોવા જેવી છે. હૈદર જેવી ફિલ્મો તમને ગમતી હોય તો ચોક્કસથી આ પણ ગમશે. કેટરીનાના ફેન હશો તો પણ તમે જોવા જઇ શકો છો. જો કે કેટરીના અને આદિત્યે જેટલો રોમાન્સ આ ફિલ્મના ટેલરમાં બતાવ્યો હતો તેટલી સ્ટ્રોંગ કેમેસ્ટ્રી ફિલ્મમાં જો તમને જોવા ના મળે તો દુખી ના થતા.

English summary
Fitoor movie is based on Charles Dickens' novel Great Expectations and is written by director Abhishek Kapoor and Supratik Sen. Aditya Roy Kapoor reprises the role of Pip, Katrina Kaif is Estella and Tabu is playing the role of wealthy spinster Miss Havisham.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X