For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fugly Review : છેડતી કરનારને તમાચો ચોડી દે છે આ ‘દેવી’!

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : ફગલી
નિર્માતા : અશ્વિન યાર્ડી, અલ્કા ભાટિયા, અક્ષય કુમાર
દિગ્દર્શક : કબીર સદાનંદ
કલાકાર : મોહિત મારવાહ, કિયારા અડવાણી, વિજેન્દ્ર સિંહ, આરિફ લાંબા
સંગીત : યો યો હની સિંહ
રેટિંગ : **

યે ફગલી ફગલી ક્યા હૈ... ફગલી ફિલ્મનું આ ગીત છે, પણ ફિલ્મ જોયા બાદ કદાચ આપને પણ અનુભવાશે કે હકીકતમાં આખી ફિલ્મનો સાર તો આ જ ગીતમાં જ છે. ફિલ્મમાં તમામ મસાલા ઉમેરવાના ચક્કરમાં દિગ્દર્શક કબીર સદાનંદ એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયાં કે તેમને સમજાયું જ નહીં કે કઈ જગ્યાએ કેવો મસાલો નાખવાનો છે. બૉક્સ ઑફિસ ઉપર આજકાલ ફગવી જેવી અનેક ફિલ્મો આવે છે અને જતી રહે છે. જ્યાં સુધી ફિલ્મની વાર્તા કંઇક હટકે ન હોય કે પછી પાત્રો દર્શકોને પોતાની સાથે જોડવામાં સફળ ન રહે, ત્યાં સુધી કોઈ પણ ફિલ્મ સિલ્વર સ્ક્રીને ટકી ન શકે. ફગલીની વાર્તાથી માંડી પાત્રો સુધીમાં આવી કોઈ વાત નથી કે જે દર્શકોને થિયેટરમાં બેસી રહેવા માટે મજબૂર કરે. જોકે ફિલ્મનો વિષય બહુ મજબૂત છે કે જેમાં દેશમાં યુવતીઓ સાથે ઇવ ટીજિંગના વધતા બનાવો ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.

વાર્તા : ફગલીની વાર્તા છે ચાર મિત્રોની કે જેમના નામો છે ગૌરવ (વિજેન્દ્ર સિંહ), આદિત્ય (આરિફ લાંબા), દેવ (મોહિત મારવાહ) અને દેવી (કિયારા અડવાણી). ચારે બાળપણના મિત્રો છે. દેવીને ભારતમાં યુવતીઓ સાથે થતી ઇવ ટીઝિંગ સામે નફરત છે. જ્યારે પણ કોઈ તેની છેડતી કરવાનો પ્રયત્ન કરે છે, તો તે બહુ ગુસ્સામાં જવાબ આપે છે અને તેથી તેણે તથા તેના મિત્રોએ ભારે કિંમત ચુકવવી પડે છે. એક દિવસ દુકાનદાર નુન્નૂ દેવીની છેડતી કરે છે અને જવાબમાં દેવી દુકાનદારને તમાચો મારી દે છે. દેવીના ગુસ્સાને જોઈ દેવ પણ નુન્નૂને બોધપાઠ ભણાવવા નિકળી પડે છે. ચારે મિત્રો નુન્નૂને મારવા જાય છે અને તેને ગાડીની ડેકીમાં બંધ કરી હેરાન કરવાનું વિચારે છે.

દરમિયાન ચારે મિત્રોનો સામનો થાય છે પોલીસ ઇંસ્પેક્ટર ચૌટાલા (જિમી શેરગિલ)થી કે જે દારૂના નશામાં છે. ગૌરવ કે જે મોટા નેતાનો દીકરો છે, તે હંમેશા આવા પોલીસ વાળાઓ ઉપર પોતાનો રોફ ઝાડતો હોય છે. આ વખતે પણ ગૌરવ ચૌટાલાને પોતાના બાપની ધોંસ આપે છે, પણ ચોટાલા આ ચારેને કંઇક એવી રીતે ખૂનના ગુનામાં સંડોવી નાંખે છે કે ચારે જણા ચૌટાલાના ચંગુલમાં ફસાતા જાય છે. ચૌટાલા તેમને જેલથી બચાવવા વારંવાર પૈસાની માંગણી કરે છે અને ક્યારેક તેમની પાસે ગેરકાનૂની કામો પણ કરાવે છે. આ ચારે જણા ભયના માર્યા ચૌટાલાની દરેક વાત માની જાય છે.

ચૌટાલાથી બચવા માટે આ ચારેય મિત્રોએ કેટલી ભારે કિંમત ચુકવવી પડે છે અને ચૌટાલાથી બદલો લેવા માટે દેવ કયું મોટુ પગલુ ભરે છે? આ પ્રશ્નોના જવાબ જાણવા આપે ફગલી જોવી જ રહી. ફિલ્મનું વિસ્તૃત રિવ્યૂ નીચે સ્લાઇડરમાં છે :

દિગ્દર્શન

દિગ્દર્શન

દિગ્દર્શનની વાત કરીએ, તો કબીર સદાનંદે પોતાના તરફથી પુરતો પ્રયત્ન કર્યો છે કે દરેક પાત્રને વાર્તા મુજબ ફિટ કરે. ક્યાંક-ક્યાંક તેમણે બહેતરીન કામ કર્યું છે, તો ક્યાંક તેઓ ફિલ્મની વાર્તાને યોગ્ય ટ્રૅકે લઈ જવામાં નિષ્ફળ નિવડ્યાં છે.

અભિનય

અભિનય

અભિનયની બાબતમાં મોહિત મારવાહે સારૂં કામ કર્યું છે. દેવીના પાત્રમાં કિયારાએ પણ પોતાના પુરતા પ્રયત્નો કર્યો છે, પણ ક્યાંક-ક્યાંક તેઓ પોતાના ભાવો વ્યક્ત કરવામાં સફળ નથી થઈ શક્યાં. વિજેન્દ્ર સિંહે પ્રયત્નો કર્યા છતાં લાગણીહીન અભિનયથી લોકોને નિરાશ કર્યાં. ચૌટાલાના પાત્રમાં જિમી શેરગિલ બહેતરીન છે.

સંગીત

સંગીત

ફગલીનું સંગીત જરાય ખાસ નથી. જોકે ટાઇટલ સૉંગ કે જેમાં અક્ષય કુમાર અને સલમાન ખાન છે, લોકોને ગમી રહ્યું છે અને આ ગીતના પગલે ફગલીને સારૂં પ્રમોશન પણ મળ્યું છે. બાકીના ગીતો એવરેજ છે.

કૅમરા વર્ક

કૅમરા વર્ક

ફગલીમાં લેહ-લડ્ડાખના અનેક દૃશ્યો લેાયાં છે કે જે બહુ સુંદર રીતે શૂટ કરાયાં છે. આ દૃશ્યો ફિલ્મનો જાન છે. દેવ પોતાનું સમર કૅમ્પ યોજવા લેહ જાય છે અને તેમની આ સફરને ખૂબ જ સુંદર રીતે શૂટ કરાઈ છે. કૅમરા વર્ક કેટલાક સ્થળે બહેતરીન છે, તો ક્યાંક-ક્યાંક ફોકસથી થોડુક ખસી જતું દેખાય છે.

જોવી કે નહીં?

જોવી કે નહીં?

ફગલી ફિલ્મ નથી એટલી ખરાબ કે એક વાર જોઈ પણ ન શકાય કે નથી એવી કે જેને બીજી વાર જોવાનું મન થાય, પણ ફિલ્મનો વિષય એટલો ગંભીર છે કે ફિલ્મને એક વખત જોઈ શકાય છે. આ બહાને દેશમાં વ્યાપ્ત કેટલાક જ્વલંત પ્રશ્નોથી આપણો પણ સામનો થઈ જશે.

English summary
Fugly movie is based on very sensitive topic of eve teasing. Director Kabir Sadanand tried his best to show how women in India are still struggling with this torture. Based on this serious topic Fugly fails to impress an audience.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X