• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફિલ્મ રિવ્યૂ : સેકેંડ હાફમાં હિટ છે ફુક ફુક ફુકરે

|

ફિલ્મ : ફુકરે

કલાકાર : પુલકિત સમ્રાટ, મનજોત સિંહ, વરુણ શર્મા, અલી ફઝલ, રીચા ચડ્ઢા, પ્રિયા આનંદ તથા વિશાખા સિંહ

દિગ્દર્શક : મૃગદીપ સિંહ લાંબા

નિર્માતા : ફરહાન અખ્તર તથા રીતેશ સિધવાણી

સંગીત : રામ સમ્પત

ફરહાન અખ્તરની ફિલ્મ ફુકરે છેલ્લા કેટલાંક દિવસથી બહુ ચર્ચામાં હતી. સૌને આશા હતી કે ફરહાને આ ફિલ્મ બનાવી છે, તો કંઇક ખાસ હશે તેમાં. પુલકિત સમ્રાટ, મનજોત સિંહ, વરુણ શર્મા, અલી ફઝલ, પ્રિયા આનંદ, રીચા ચડ્ઢા અને વિશાખા સિંહ જેવા યંગ સ્ટાર્સથી સજેલી આ ફિલ્મ યંગસ્ટર્સમાં બહુ જ ચર્ચિત રહી, કારણ કે ફિલ્મનું નિર્માણ પોતે જાણીતા એક્ટર, રાઇટર, દિગ્દર્શક અને નિર્માતા ફરહાન અખ્તરે કર્યું છે.

મૃગદીપ સિંહ લાંબા દિગ્દર્શિત ફુકરે ફિલ્મ જોયા બાદ એમ કહેવું ખોટુ નથી કે ફિલ્મનો વિષય તથા પાત્રો ખૂબ જ ટચી તથા ખૂબ જ એંટરટેનિંગ છે. ફિલ્મમાં ઘણું બધુ નવું જોવા મળશે એક્ટિંગના પાસાએથી, દિગ્દર્શનના પાસાએથી તથા સાથે જ ફિલ્મની વાર્તાના પાસાએથી.

વાર્તા : ફુકરે ફિલ્મની વાર્તા છે ચાર યંગ છોકરાઓની કે જેઓ પૈસા કમાવવા તથા પોતાના સપના પૂર્ણ કરવા શૉર્ટકટનો ઉપયોગ કરે છે. હની (પુલકિત સમ્રાટ) તથા ચૂચા (વરુણ શર્મા) બહુ સારા મિત્રો છે. ચૂચા રાત્રે ઊંઘમાં કેટલાંક સપનાં જુએ છે કંઇક વિચિત્ર રીતે. આ સપના અંગે તે જ્યારે હનીને વાત કરે છે, તો તેને ડિકોડ કરવા કેટલાંક નંબર બનાવે છે અને તે નંબરની લૉટરી ખરીદે છે. તે લૉટરી હંમેશા લાગે છે અને તેમને પૈસા મળે છે. એક દિવસ હની પ્લાન બનાવે છે કે તે આ પદ્ધતિન ઉપયોગ કરી વિપુલ પ્રમાણમાં પૈસા બનાવી શકે છે. તે જ દરમિયાન લાલી (મનજોત સિંહ) તથા ઝફર (અલી ફઝલ) પણ ચૂચા અને હનીને મળે છે તથા પોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે તેમની સાથે મળી જાય છે. ચારેય મિત્રો મળી ભોળી પંજાબણ (રીચા ચડ્ઢા) ને મળે છે કે જે એક ફીમેલ ગૅંગસ્ટર છે અને તેને ફાઇનાંસ કરવાનું કહે છે. ભોળી પંજાબણ પણ તેમની સાથે ભળી જાય છે, પણ પછી કેટલાંક એવા અકસ્માતો થાય છે કે જેથી ચારેયની લાઇફ ચેંજ થઈ જાય છે અને તેમના આખા પ્લાનની વાટ લાગી જાય છે.

ફુકરે ફિલ્મ અંગે વધુ જાણવા માટે વાંચો સ્લાઇડ્સ :

યંગસ્ટર્સ માટે બોધપાઠ

યંગસ્ટર્સ માટે બોધપાઠ

ફુકરે ફિલ્મમાં યંગ જનરેશનની બધુય શૉર્ટકટમાં પામવાની ઇચ્છાને ખૂબ જ સુંદર રીતે દર્શાવાયું છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે કઈ રીતે પ્રેમ અને મૈત્રીના ચક્કરમાં આજની યુવા પેઢી કંઈ પણ કરી બેસે છે અને પછીથી પસ્તાય છે. યંગ જનરેશનની ઝિંદગીને ખૂબ જ સુંદર રીતે દર્શાવાયું છે.

કોઈ એક એક્ટર પર નિર્ભરતા નહિં

કોઈ એક એક્ટર પર નિર્ભરતા નહિં

ફુકરે ફિલ્મમાં ઘણાં એક્ટર્સ છે, પણ એમ કહેવામાં ખોટું નથી કે આ ફિલ્મ કોઈ એક એક્ટર ઉપર નિર્ભર નથી કરતી. ફિલ્મમાં અલી ફઝલ, પુલકિત સમ્રાટ, મનજોત સિંહ તથા વરુણા શર્મા ચારેય એક્ટરોએ બહેતરીન એક્ટિંગ કરી છે. ફિલ્મના દરેક સીનમાં આ ચારેયે મળી પ્રાણ પૂરવાના પુરતા પ્રયત્નો કર્યાં છે.

પ્રિયા, રીચા તથા વિશાખા પણ શ્રેષ્ઠ

પ્રિયા, રીચા તથા વિશાખા પણ શ્રેષ્ઠ

ફુકરે ફિલ્મમાં પ્રિયા આનંદ, રીચા ચડ્ઢા તથા વિશાખા સિંહે પણ શ્રેષ્ઠ કામ કર્યું છે. આગામી સમયમાં અનેક ફિલ્મોમાં કામ કરી રહેલાં રીચાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ફિલ્મમાં રીચાએ ભોળી પંજાબણનો રોલ કર્યો છે કે જે જરાય ભોળી નથી, પણ ખૂબ તેજ છે.

પુલકિત તેજ, વરુણ સરપ્રાઇઝ પૅકેજ

પુલકિત તેજ, વરુણ સરપ્રાઇઝ પૅકેજ

સલમાન ખાનના નજીકના મિત્ર અને ફૅન પુલકિત સમ્રાટે બહુ જ કૉન્ફિડંટ થઈ કામ કર્યું છે. સાથે પ્રથમ ફિલ્મ કરનાર વરુણે થોડાંક સારા સીન્સ આપ્યાં છે. મોટાભાગના ફની સીન્સ વરુણના ભાગે આવ્યાં છે. વરુણને આગળ પણ સારી ફિલ્મો મળી શકે છે.

ગીતો શ્રેષ્ઠ

ગીતો શ્રેષ્ઠ

રામ સમ્પતના સંગીત દિગ્દર્શન હેઠળ ફુકરેના ગીતો સુંદર છે. ટાઇટલ સૉંગ ફુક ફુક ફુકરે... જુગાડ કર લે... અને અમ્બરસરિયા... બહેતરીન છે તથા લોકોને પસંદ આવી રહ્યાં છે. તમામ ગીતોનું ટાઇમિંગ પણ બહુ સૂટ કરે છે.

English summary
Fukrey movie is all about youngsters who try to make money through shortcut and gets into big trouble. Fukrey movie is being directed by Mrighdeep Singh Lamba and Produced by Farhan Akhtar and Ritesh Sidhwani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more