Review: ભ્રષ્ટાચારની પીઠ પર ગબ્બરનો 'પાવર વાળો ડંડો'!
[ફિલ્મ રિવ્યૂ] 'આપણા દેશમાં લાંચ નારિયલ જેવું થઇ ગયું છે, દરેક કામ પહેલા ચઢાવવું જ પડે છે.' કંઇક આવો જ મુદ્દો છે અક્ષય કુમારની ફિલ્મ 'ગબ્બર ઇઝ બેક'નો. આ મુદ્દાની આગળ-પાછળ ફરતી ગબ્બર ઇઝ બેક દેશના યુવાનોની સામે મોટો પડકાર મૂકે છે જે છે દેશમાં સતત વધી રહેલા ભ્રષ્ટાચારને રોકવાનો.
2001માં રિલીઝ થયેલી અનિલ કપૂરની ફિલ્મ નાયકમાં એક વ્યક્તિ ભ્રષ્ટાચારને રોકવા માટે એક દિવસનો મુખ્યમંત્રી બને છે અને કાયદાકીય રીતે ભ્રષ્ટાચારને રોકવાની કોશિશ કરે છે 13 વર્ષ બાદ ગેરકાયદાકીય રીતે એક સામાન્ય વ્યક્તિ(અક્ષય કુમાર) ભ્રષ્ટાચારને રોકવા માટે ગેરકાયદેસર રીત અપનાવે છે, તે દરેક સેક્ટરના ટોપ ભ્રષ્ટ વ્યક્તિને દુનિયામાંથી જ ખતમ કરી દે છે.
કુલ મળીને 2001નો નાયક 13 વર્ષ બાદ ખલનાયક બનીને પાછો આવ્યો છે, એ જ યુદ્ધને જીતવા માટે પરંતુ એક નવા વિચારની સાથે. જોકે તે હજી પણ નાયક જ છે પરંતુ તેના વિચાર થોડા ખલનાયક જેવા છે.
આવો એક નજર કરીએ ગબ્બર ઇઝ બેકના રિવ્યૂ પર....

વાર્તા
ગબ્બર ઇઝ બેક વાર્તા છે આદિત્ય (અક્ષય કુમાર)ની જે ભ્રષ્ટાચારના ચંગુલમાં ફસાઇને પોતાની પત્ની અને બાળકને ગુમાવી બેસે છે. તે પોતાની એક ટીમ બનાવે છે અને શરૂ કરે છે ભ્રષ્ટાચારની વિરુદ્ધ પોતાનું યુદ્ધ.

અભિનય
એક્ટિંગની વાત કરીએ તો અક્ષય કુમારે પોતાની ભૂમિકા સંપૂર્ણ ઇમાનદારી અને સુંદરરીતે ભજવી છે. અક્ષય કુમાર ઉપરાંત સુમન તલવાર જેમણે ફિલ્મમાં વિલેનની ભૂમિકા ભજવી છે, દર્શકોને ખૂબ જ ઇમ્પ્રેસ કરનારી છે. શ્રુતિ હસનનું ફિલ્મમાં કંઇ ખાસ કામ નથી અને તેમને માત્ર આઈ કેન્ડી કહેવામાં આવે તો કંઇ ખોટું નથી.

સંગીત
ગીતની વાતો કરીએ તેરી મેરી કહાની કરીના કપૂર સાથે શૂટ કરવામાં આવ્યું છે, આ ગીત દર્શકોની મોઢે ચડી ગયું છે. આ ઉપરાંત ચિત્રાંગદા પર શૂટ કરવામાં આવેલું ગીત કુંડી મત ખડકાના રાજા.. પણ એક એંટરટેઇનીંગ ગીત છે. સંગીતમાં કંઇ ખાસ એક્સપેરિમેન્ટ નથી કરવામાં આવ્યું, અને કેટલાંક ગીતો વગર કામના એડ કર્યા હોય તેવું લાગે છે.

નિર્દેશન
નિર્દેશનના મામલામાં ફિલ્મ ક્યાંક ક્યાંક ડલ લાગી રહી છે. નિર્દેશક ક્રીશે સંપૂર્ણ કોશિશ કરી હોવા છતાં આ મુદ્દાઓને પરદા પર ઉતારવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મની શરૂઆતમાં સીન્સ એકબીજા સાથે જોડાયેલા નથી લાગતા. સાથે જ એક મહત્વના મુદ્દા પર આધારિત હોવા છતાં ફિલ્મ ખૂબ જ સ્લો માલૂમ પડે છે.

જોવી જોઇએ કે નહીં
અક્ષય કુમારના ફેંસ માટે ગબ્બર ઇઝ બેક એક એંટરટેઇનિંગ મૂવી છે. આ ઉપરાંત ગંભીર મુદ્દા પર આધારિત હોવા છતાં ફિલ્મમાં ફિલ નથી જે વાસ્તવમાં હોવી જોઇએ. કુલ મળીને એક વાર ફિલ્મ જોવા લાયક છે.