• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિવ્યૂ : મહાવિચિત્ર છે ગો ગોવા ગોનના ઝોમ્બીઝ

|

ફિલ્મ : ગો ગોવા ગોન

નિર્માતા : કિશોર લુલ્લા, સૈફ અલી ખાન

દિગ્દર્શક : કૃષ્ણ ડીકે, રાજ નિદિમોરૂ

ગીત : સચિન-જિગર

કલાકાર : સૈફ અલી ખાન, કુણાલ ખેમૂ, વીર દાસ, આનંદ તિવારી, પૂજા ગુપ્તા

સમીક્ષા : બૉલીવુડમાં આજકલ નવા-નવા પ્રયોગો થઈ રહ્યાં છે. આ જ નવા પ્રયોગની દેણ છે આજે રિલીઝ થયેલી ફિલ્મ ગો ગોવા ગોન કે જે પોતાની રીતે અનોખી અને વિચિત્ર છે. દિગ્દર્શક કૃષ્ણ ડીકે તથા રાજ નિદિમોરૂએ મજેદાર રીતે એક કડવી સચ્ચાઈ લોકો સમક્ષ રજૂ કરી છે. આજનો યુવા વર્તમાનમાં જીવે છે. તેની પાસે સફળતા તો છે, પણ પોતાની કુટેવોના કારણે ભાવિ નામની કોઈ ચીજ નથી. તેથી તે મુશ્કેલીઓમાં ગૂંચવાતો જાય છે. ગો ગોવા ગોન ફિલ્મ પણ આ જ વાત કહે છે.

પ્રથમ વાર હિન્દી સિનેમાના રજત પટલે ઝોમ્બીઝ દેખાયાં છે કે જેઓ જીવતી લાશો હોય છે. તેઓ લોહી પીવે છે, પણ દિગ્દર્શકો કૃષ્ણ ડીકે તથા રાજ નિદિમોરૂના ઝોમ્બીઝ નાચે પણ છે, ગાય પણ છે અને એટલું જ નહીં લોકો સાથે રોમાંસ પણ કરે છે. તે માટે દિગ્દર્શકોની વિચારસરણીના વખાણ કરી શકાય છે, કારણ કે તેમણે એક બિહામણી વસ્તુને રસપ્રદ બનાવી દીધી છે. એક્ટિંગની બાબતમાં આનંદ તિવારીએ બાજી મારી છે, પણ કદાચ દિગ્દર્શકોએ તેમને વધુ મહત્વ આપ્યું નથી. કુણાલ ખેમૂ, પૂજા ગુપ્તા અને વીર દાસ ખાસ નથી. આનંદ તિવારી બાદ સૈફ અલી ખાનની એક્ટિંગ વખાણી શકાય છે. તેમનો રોલ ઓછો છે, પણ જેટલો છે, તેટલામાં તેઓ છવાઈ ગયાં છે.

સંગીત એવું નથી કે જેને યાદ કરવામાં આવે. છતાં બ્લડી મન્ડે તૂ મેરા ખૂન ચૂસ લે... ગીત લોકોને ગમી રહ્યું છે. ગોવાના દૃશ્યોનું સુંદર રીતે ચિત્રણ કરાયું છે, તો ઝોમ્બીઝની એક્શન પણ ખૂબ સારી છે કે જે જોઈ લોકો ડરશે, હસશે અને ચીસો પણ પાડશે. ડાયલૉગ્સમાં ખુલ્લાપણું છે, તો ગાળાગાળીનો પણ સારો એવો ઉપયોગ કરાયો છે. સરવાળે સૈફ અલી ખાન નિર્મિત ગો ગોવા ગોન ફિલ્મ અનોખી જ નહીં, પણ મહાવિચિત્ર ફિલ્મ છે.

વાર્તા : ગો ગોવા ગોન ત્રણ મિત્રો કુણાલ ખેમૂ, વીર દાસ તથા આનંત તિવારીની વાર્તા છે. તેઓ કામના દબાણથી પરેશાન રહે છે. ત્રણેને લાગે છે કે નશો કરવો અને મોજ-મસ્તી કરવી આજની ફૅશન અને પ્રગતિ છે. મન્ડે આવતાં સુધી પણ તેમનું વીકેન્ડ હૅંગઓવર ઉતરતું નથી. દરમિયાન એક છોકરીને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં ત્રણે ગોવા જતાં રહે છે કે જ્યાં તેઓ એક રેવ પાર્ટીમાં પહોંચી જાય છે. ત્રણે ડ્રગ્સ લે છે, પરંતુ જ્યારે સવારે નશો ઉતરે છે, ત્યારે તેઓ જુએ છે કે તેમની આજબાજુના લોકો ઝોમ્બીઝમાં અવતરિત થઈ ચુક્યાં છે. અહીં સુધી કે જે છોકરી ઉપર તેઓ ફિદા થયાં છે, તે પણ ઝોમ્બી બની ગઈ છે. ત્રણેની પાછળ છોકરી લોહી ચુસવા માટે દોડે છે. ત્રણએ પોતાની જાન બચાવવા ભાગે છે. તેમની મદદે આવે છે સૈફ અલી ખાન કે જે ડ્રગ્સ માફિયા છે.

English summary
Go Goa Gone is Timepass Film. Its only For Fun. Go Gone Gone, featuring Saif Ali Khan, Kunal Khemu and Vir Das, has hit the theatres today. Directed by Krishna DK and Raj Nidimoru.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more