For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MovieReview:ખૂબ હસાવશે ગોલમાલ અગેન,પરંતુ મગજ ન વાપરશો

ન્યુ યર પર લોકોને હસાવીને લોટપોટ કરવા ગોલમાલ અગેન તૈયાર છે. ફિલ્મમાં ફેમેલી સાથે બેસીને જોઈ શકાય તેવી કોમેડી અને એક્શન. આ અંગે વધુ વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

ફિલ્મ : ગોલમાલ અગેન

કાસ્ટ: અજય દેવગણ, પરિણીતી ચોપરા, તબુ, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કૃણાલ ખેમુ, પ્રકાશ રાજ, નીલ નીતિન મુકેશ

ડાયરેક્ટર: રોહિત શેટ્ટી

પ્રોડ્યુસર: રોહિત શેટ્ટી, સંગિતા આહિર

શું છે ખાસ ? ડબલ મીનિંગ કોમેડી નથી

શું છે બકવાસ ? ફિલ્મમાં કોઈ પણ પ્રકારનું લોજિક નથી

કેટલા સ્ટાર ? 3

પ્લોટ

પ્લોટ

ફિલ્મની શરૂઆતમાં ગોપાલ (અજય), માધવ (અરશદ), લકી (તુષાર), લક્ષ્મણ (શ્રેયસ) અને લક્ષ્મણ (કુણાલ) અનાથ આશ્રમમાં પાછા જાય છે. જ્યાં તેમને જાણ થાય છે કે તે તેમના અનાથ આશ્રમના માલિક જમનાદાસ મૃત્યુ પામ્યા છે. એક લાલચુ બિલ્ડર વાસુ રેડ્ડી ( પ્રકાશ રાજ ) અને તેનો સાથી નિખિલ (નીલ) તે આશ્રમને ખાલી કરાવવા માટે ધમકી આપી રહ્યા છે. પરંતુ ત્યાં જ વાર્તામાં નવો વળાંક આવે છે. આ આશ્રમમાં ભુતનો પણ વાસ હોય છે, જો કે આ વાત ગોપાલ અને તેની ગેંગને ખબર નથી. આથી શરૂ થાય છે કોમેડી...ભુતિયા કોમેડી. આ લોકોને ભુતથી બચાવવા અને ગાઇડ કરવા માટે આગળ આવે છે અન્ના મેથ્યુ (તબુ), જે ભુતો સાથે વાત કરી શકે છે.

ડાયરેક્શન

ડાયરેક્શન

રોહિત શેટ્ટીની ફિલ્મ હોય ત્યારે ડાયરેકશનમાં કોઈ ખામી રહી શકે ખરી? એક્શન અને કોમેડીથી ભરેલી આ ફિલ્મમાં રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં કોઈ ખામી નથી. ફર્સ્ટ હાફ ભાગમાં ફિલ્મ થોડી ધીરી ચાલે છે. પરંતુ તબુની એન્ટ્રી બાદ ગાડી ફરી પાટા પર ચાલવા લાગે છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

ઘણા લાંબા સમય બાદ તબુ કોઈ કોમેડી ફિલ્મમાં જોવા મળી છે. આ ફિલ્મના કેન્દ્રમાં તબુ વધારે જોવા મળે છે. આ ઉપરાંત અજય, અરશદ અને કૃણાલની અક્ટિંગ અને ડાયલોગ્સ સારા છે તથા વસુલી ભાઈએ પણ આ વખતે લોકોને હસાવાનો કોઈ મોકો છોડ્યો નથી.

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

જોમન જોનની સિનેમેટોગ્રાફી પ્રમાણમાં સારી છે. પરંતુ થોડી ફિલ્મ ધીરી ચાલે છે. ગીતોનું પ્રમાણ વધારે છે. વાર્તામાં હજુ પણ કઈંક વધારે ઉમેરી શકાય તેમ છે. છતાં ફિલ્મ જોવામાં મજા આવે તેવી છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મની વાર્તામાં એટલી ખાસ નથી. કલ્પના અને જાદુ વચ્ચે ફિલ્મની વાર્તા ફરે છે. જે લોકોને માત્ર મનોરંજન માટે ફિલ્મ જોવી હોય, તેમના માટે આ ફિલ્મ એક સારો વિકલ્પ છે. ફિલ્મની સ્ટારકાસ્ટ ઇમ્પ્રેસિવ છે, આથી મગજ ઘરે મુકીને જોવા જશો તો ફિલ્મ ચોક્કસ પસંદ પડશે.

English summary
golmaal again movie review in gujarati. Read story, plot and ratings of the latest movie golmaal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X