• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Review : ગ્રાન્ડ મસ્તીએ તો એબીસીડી પણ વલ્ગર કરી નાંખી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 સપ્ટેમ્બર : સને 2004માં આવેલી ફિલ્મ મસ્તીએ લોકોને નૉનવેજ કૉમેડીનું એવું ડોઝ આપ્યુ હતું કે લોકો હસતા-હસતા ઘેલા ઘઈ ગયા હતાં અને સાથે જ ફિલ્મમાં કૉમેડી સાથે કેટલીક સેંસેબલ વસ્તુઓ પણ હતી કે જેણે લોકોને ફિલ્મ સાથે જકડી રાખ્યા હતાં, પરંતુ આ વખતે મસ્તીની સિક્વલના ચક્કરમાં લોકોને કૉમેડીનું ગ્રાન્ડ ડોઝ આપવા માટે દિગ્દર્શકે ગ્રાન્ડ મસ્તીનેકંઈક વધુ જ વલ્ગરિટી આપી દીધી અને તેથી ફિલ્મ માત્ર ને માત્ર નૉનવેજ જોક બની રહી ગઈ. જોકે છતાંય લોકોને આ ફિલ્મ જોઈ ખૂબ હસી આવી, પણ કેટલાંકનું કહેવું છે કે ફિલ્મમાં જરૂર કરતાં વધુ મસ્તી ઉમેરવાના ચક્કરમાં સમગ્ર ફિલ્મ વલ્ગર બનાવી દેવાઈ છે.

ગ્રાન્ડ મસ્તીમાં આફતાબ શિવદાસાણી, રીતેશ દેશમુખ તેમજ વિવેક ઓબેરૉય પોતાના તેવા જ જૂના મૂડમાં દેખાયાં અને ઘણી જગ્યાએ ખૂબ જ બહેતરીન એક્સપ્રેશન વડે લોકોને હસવા માટે મજબૂર કર્યાં, પરંતુ એડલ્ટ કૉમેડી સાથે જ એક ફૅમિલી ટચ તથા ઇમોશન્સનું કનેક્શન કે જે મસ્તીમાં હતું, ગ્રાન્ડ મસ્તીમાં મિસિંગ છે. ફિલ્મના પાત્રો તે જ છે અને તેમની સમસ્યા પણ તે જ છે. બસ છોકરાઓની પત્નીઓ તથા ગર્લફ્રેન્ડ્સ બદલાઈ ગઈ છે.

ગ્રાન્ડ મસ્તીમાં મોટાભાગે તે જ જોક્સ યૂઝ કરાયાં છે કે જે મોબાઇલ મૅસેજો વડે યંગ જનરેશનલ એક-બીજા સાથે શૅર કરતી હોય છે. જોકે એમ કહી શકાય કે ગ્રાન્ડ મસ્તી સારૂં કલેક્શન કરશે, પણ ઑડિયંસની પહોંચ આ વખતે ઓછી હશે, કારણ કે કંઈક વધુ જ ખુલ્લાપણું દર્શાવાયું છે. એબીસીડીથી લઈ સંબંધોની વ્યાખ્યા પણ એકદમ બદલી નાંખવામાં આવી છે.

આવો તસવીરો સાથે જોઇએ-જાણીએ ગ્રાન્ડ મસ્તી ફિલ્મની વાર્તા :

મીત, અમર અને પ્રેમ કૉલેજિયન મિત્રો

મીત, અમર અને પ્રેમ કૉલેજિયન મિત્રો

મીત, પ્રેમ અને અમર કૉલેજિયન મિત્રો છે અને કૉલેજનો અભ્યાસ પૂર્ણ થયા બાદ ત્રણે પોતાની ફૅમિમીમાં વ્યસ્ત થઈ જાય છે. મીત, પ્રેમ તથા અમર ત્રણેના લગ્ન થઈ જાય છે અને ત્રણેની પત્નીઓ ત્રણેને સેક્સના નામે ઠેંગો બતાવે છે.

પત્નીઓ સાથે સમય લેવાનો પ્રયત્ન

પત્નીઓ સાથે સમય લેવાનો પ્રયત્ન

મીત, પ્રેમ તથા અમરને એક દિવસ તેમના કૉલેજ તરફથી રિયૂનિયનનું ઇન્વિટેશન મળે છે અને તે ત્રણે પોત-પતોતાની પત્નીઓને કામ, પરિવારથી દૂર લઈ જઈ કેટલોક સારો સમય પસાર કરવાનું પ્લાન કરે છે, પણ ત્રણેની પત્નીઓ કોઈને કોઈ બહાનું બનાવી જવાનો ઇનકાર કરી દે છે.

ત્રણેની મુશ્કેલીઓ

ત્રણેની મુશ્કેલીઓ

ત્રણે મિત્રો મળે છે અને પોતાની પ્રોબ્લેમ્સ શૅર કરે છે. પછી પ્રેમના મગજમાં આઇડિયા આવે છે અને તે કહે છે કે આપણે ત્રણેએ એકલા જ રિયૂનિયન પાર્ટીમાં જવુ જોઇએ અને આટલા સમય બાદ પુન તે જ મસ્તી કરવી જોઇએ.

પહોંચી ગયાં ચાંસ મારવાં

પહોંચી ગયાં ચાંસ મારવાં

ત્રણે સાથે મળી પોતાની કૉલેજ જાય છે. રિયૂનિયન પાર્ટીમાં જઈ ત્રણે છોકરીઓ ઉપર ચાંસ મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ ચક્કરમાં તેઓ કોઈ બીજા જ ચક્કરમાં ફસાઈ જાય છે અને મુશ્કેલીમાં મુકાઈ તેનામાંથી નિકળવાનો રસ્તો શોધે છે.

પત્નીઓને થાય છે શક

પત્નીઓને થાય છે શક

પરંતુ પ્રેમ, મીત અને અમર પોત-પોતાની પત્નીઓથી પોતાની મુશ્કેલી છુપાવવાનો પ્રયત્ન કરે છે અને પત્નીઓને તેમની ઉપર શક થઈ જાય છે. ત્રણેની પોલ પટ્ટી ખુલી જાયે છે. હવે આગળ શું થાય છે, તે જોવા માટે જોઈ આવો ગ્રાન્ડ મસ્તી.

English summary
Grand Masti movie starring Vivek Oberoi, Aftab Shidasani and Ritesh Deshmukh is a sequel of Masti Movie. Grand Masti is fully based on nonveg mobile jokes and have adult stuff.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X