For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : આત્માને ઝંઝોળી નાંખતો વિશાલનો ‘Haider’! જુઓ 15 તસવીરો

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : હૈદર
કલાકાર : શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર, તબ્બુ, કે કે મેનન
દિગ્દર્શક : વિશાલ ભારદ્વાજ
રેટિંગ : 3.5 સ્ટાર્સ

સમીક્ષા : વિશાલ ભારદ્વાજની મોસ્ટ અવેટેડ ફિલ્મ હૈદર આજે રિલીઝ થઈ ગઈ. રહસ્ય, રોમાંચ અને પ્રતિશોધની વાર્તા હૈદરે સમીક્ષકોને ખૂબ આકર્ષી છે. આજના જમાનામાં જ્યારે દર શુક્રવારે ફિલ્મો રિલીઝ થતી હોય છે અને બે દિવસ પછી લોકો ભુલી પણ જાય છે, ત્યારે ફિલ્મ હૈદર લોકોને થોભીને વિચારવા માટે કહે છે.

શાનદાર ફિલ્મ
તેમાં કોઈ શંકા નથી કે વિશાલે એક શાનદાર અને બહેતરીન ફિલ્મ બનાવી છે કે જેને લોકો લાંબા સમય સુધી યાદ કરશે. હા, કેટલીક જગ્યાએ ફિલ્મ ક્યાંક-ક્યાંક બોર કરે છે, પણ આમ છતાં ફિલ્મ ખૂબ જ શાનદાર છે. ફિલ્મના હીરો શાહિદ કપૂરે પોતાની એક્ટિંગ વડે જણાવી દીધું છે કે તેમની અંદર મહાન અભિનેતા પંકજ કપૂરનુ લોહી છે. તેમના સંવાદ, તેમનું સ્ટાઇલ, તેમનો ડાન્સ, તેમનો હૃદયસ્પર્શી અંદાજ સાચે જ ખૂબ દમદાર છે કે જેના માટે તેમને પૂરા દસ નંબર મળવા જોઇએ.

હૈદરના પ્રમોશન દરમિયાન શાહિદ કપૂર સતત કહેતા રહ્યાં કે હૈદર તેમના દસ વર્ષના કૅરિયરની બેસ્ટ ફિલ્મ છે અને ફિલ્મમાં સાચે જ તેમણે જોરદાર અભિનય કર્યો છે. તબ્બુના અભિનયના પણ જેટલા વખાણ કરાય, કરી શકાય છે. એક લાચાર મુસ્લિમ મહિલા અને મજબૂર માતાનો રોલ તબ્બુથી બહેતર કોઈ ન કરી શક્યો હોત. બીજી બાજુ શ્રદ્ધા કપૂર પણ પોતાનામાં બેસ્ટ છે. જોકે તેમના ભાગે વધુ સીન્સ નથી. છતા જેટલા સીન્સ તેમના ભાગે આવ્યા, તેમણે ભરપૂર જીવ્યા છે. પોતાના પિતા અને પ્રેમીમાંથી કોઈ એકની પસંદગીની કશ્મકશને શ્રદ્ધાએ ખૂબીપૂર્વક નિભાવ્યું છે, તો વિલન તરીકે કે કે મેનન પણ લાજવાબ છે. વિશાલે એક ટચિંગ ફિલ્મ બનાવી છે. કાશ્મીરની વાદીઓ, લોકેશન, સંગીત બધુ અવ્વલ દરજ્જાનું છે.

વાર્તા : હૈદર ફિલ્મમાં એક ગેરમાર્ગે દોરાયેલ પુત્ર હૈદર (શાહિદ કપૂર)ની વાર્તા છે કે જે પોતાના પિતા રૂહદ્દાર (ઇરફાન ખાન)ના ગાયબ થવાના સમાચાર સાંભળતા જ અભ્યાસ અધુરો મૂકી જતો રહે છે. ઘેર આવતા તેને ખબર પડે છે કે તેની માતા (તબ્બુ) અને તેના કાકા વચ્ચે આડા સંબંધો છે. તેથી તે વિચારે છે કે કદાચ તેના પિતા આ જ કારણે ઘર છોડી ગયા છે. તેથી હૈદરને પોતાની માતાથી નફરત થઈ જાય છે, પણ કાશ્મીરના સૈન્યનું કહેવું છે કે તેના પિતા ઉગ્રવાદીઓને આસરો આપતા હતા અને તેથી ગાયબ થયા છે. દરમિયાન અચાનક સમાચાર આવે છે કે હૈદરના પિતાનું મોત થઈ ગયુ છે. તેથી તે માતા અને કાકાથી બદલો લેવાનું વિચારે છે. અંતે શું થાય છે હૈદરનું? શું તે જેવુ વિચારે છે, તે સાચુ છે? કે પછી સત્ય કંઇક બીજુ જ છે? જાણવા માટે આપે જવું પડશે થિયેટરમાં.

ચાલો હાલ તો આપને બતાવીએ હૈદર અને તેના સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો :

સર્વશ્રેષ્ઠ ફિલ્મ

સર્વશ્રેષ્ઠ ફિલ્મ

હૈદરના પ્રમોશન દરમિયાન જ શાહિદે કહ્યુ હતું કે આ તેમના દસ વર્ષના કૅરિયરની બેસ્ટ ફિલ્મ છે અને આ વાત સાચી લાગે છે.

તબ્બુ

તબ્બુ

હૈદરમાં તબ્બુએ શાનદાર અભિનય કર્યો છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

હૈદરમાં શ્રદ્ધાનો અભિનય પણ કમાલ છે.

ગિફ્ટ પૅક

ગિફ્ટ પૅક

હૈદર ફિલ્મ લોકો વચ્ચે સાર્થક સિનેમાનું શાનદાર અને સુંદર ગિફ્ટ પૅક છે.

3.5 સ્ટાર

3.5 સ્ટાર

વનઇંડિયા તરફથી હૈદર ફિલ્મને 3.5 સ્ટારનું રેટિંગ મળે છે.

સ્પેશિયલ સ્ક્રીનિંગ

સ્પેશિયલ સ્ક્રીનિંગ

તાજેતરમાં હૈદર ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું કે જે શાહિદ-શ્રદ્ધાએ હોસ્ટ કર્યુ હતું.

પોઝ

પોઝ

સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન શાહિદ-શ્રદ્ધાએ આ પોઝ પણ આપ્યુ હતું.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વિદ્યા બાલન પહોંચ્યા હતાં.

ફન મૂડ

ફન મૂડ

શ્રદ્ધા-શાહિદ-વિદ્યા મસ્તીના મૂડમાં જણાય છે.

હુમા કુરૈશી

હુમા કુરૈશી

હૈદર ફિલ્મ જોવાનું હુમા કુરૈશી પણ ચૂક્યા નહોતાં.

વિશાલ ભારદ્વાજ

વિશાલ ભારદ્વાજ

હૈદર ફિલ્મના દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ છે.

અલી ઝફર

અલી ઝફર

ગાયક-અભિનેતા અલી ઝફરે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આપી હતી.

રાકેશ ઓમપ્રકાશ મહેરા

રાકેશ ઓમપ્રકાશ મહેરા

ટોચના દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરા પણ મિત્ર વિશાલને સપોર્ટ કરવા પહોંચ્યા હતાં.

સિદ્ધાર્થ-કુણાલ

સિદ્ધાર્થ-કુણાલ

હૈદરના બૅનર યૂટીવીના હૅડ સિદ્ધાર્થ રૉય કપૂર અને તેમના ભાઈ તથા અભિનેતા કુણાલ રૉય કપૂર પણ હૈદર ફિલ્મ માણી હતી.

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ મિત્ર વિશાલની ફિલ્મ જોવાનું કઈ રીતે ચૂકતાં.

English summary
Vishal Bhardwajs Haider is really Fantastic Film. There is much in Haider that deserves a standing ovation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X