For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MovieReview: વાર્તા કરતા વધારે ધ્યાન શ્રદ્ધાના લૂક પર જશે!

શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'હસીના પારકર' રિલીઝ થઇ ચૂકી છે. દાઉદ ઇબ્રાહિમની બહેન હસીનાની જીવનકથની કહેતી આ ફિલ્મ જોવી કે નહીં? 'હસીના પારકર' ફિલ્મનો પ્લોટ, રિવ્યુ અને રેટિંગ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલ્મ: હસીના પારકર

કાસ્ટ: શ્રદ્ધા કપૂર, સિદ્ધાંત કપૂર, અંકુર ભાટિયા

ડાયરેક્ટર: અપૂર્વ લાખિયા

પ્રોડ્યૂસરર્સ: નાહિદ ખાન

લેખક: સુરેશ નાયર

શું છે ખાસ? કશું જ નહીં

શું છે બકવાસ? ડાયરેક્શન, પર્ફોમન્સ, સ્ક્રિનપ્લે

કેટલા સ્ટાર? 1.5

પ્લોટ

પ્લોટ

શરૂઆતના સીનમાં હસીના પારકરનું ગેંગસ્ટરનું સ્વરૂપ જોવા મળે છે. તેના ભાઇ દાઉદ ઇબ્રાહિમ(સિદ્ધાંત કપૂર)ના ગેરકાયદેસર કામોમાં સંડોવણી અને ખંડણી માંગવા માટે એના નામનો ઉપયોગ કરવા બદલ હસીનાને કોર્ટ તરફથી લીગલ નોટિસ મળે છે. ત્યાર બાદ ફિલ્મ પાસ્ટ અને પ્રેઝન્ટ વચ્ચે ઝોલા ખાય છે. દર્શકોને તરત જ દાઉદના દિવસોની ઝલક જોવા મળે છે અને તેના ગેરકાયદેસર કામને કારણે દાઉદના પરિવારજનોની લાઇફ પર જે અસર પડે એ દર્શાવવામાં આવ્યું છે, ખાસ કરીને હસીના લાઇફ પર. હસીનાના પિતા ઇબ્રાહિમ કાસ્કર મુંબઇ પોલીસના હેડ કોન્સ્ટેબલ છે, તેઓ દાઉદ અને તેના ભાઇ સબ્બીરની ગુનાખોરીની પ્રવૃત્તિની વિરુદ્ધ છે. આ સમય દરમિયાન હસીનાના લગ્ન એક્ટર ઇસ્માઇલ(અંકુર ભાટિયા) સાથે થાય છે, જે વેજિટેરિયન રેસ્ટોરન્ટનો માલિક છે.

પ્લોટ

પ્લોટ

હસીનાની લાઇફમાં વળાંક ત્યારે આવે છે, જ્યારે તેના ભાઇ દાઉદની દુશ્મનીમાં હસીનાના પતિની હત્યા કરવામાં આવે છે. દાઉદની રાઇવલ પઠાણ ગેંગ દાઉદના ભાઇની હત્યા કરે છે, દાઉદ એનો બદલો લે છે વિદેશ ભાગી જાય છે અને ત્યાં બેસી અંડરવર્લ્ડ પર કબજો જમાવે છે. પઠાણ ગેંગ બદલો લેવા માટે હસીનાના પતિ ઇસ્માઇલની હત્યા કરે છે. પતિના મૃત્યુ અને ભાઇની ગેરહાજરીમાં હસીના મુંબઇમાં દાઉદના બિઝનેસની દોરી પોતાના હાથમાં લે છે અને 'આપા' બને છે. ત્યાર બાદનો પ્લોટ હસીનાની આસપાસ ફરે છે.

 ડાયરેક્શન

ડાયરેક્શન

અપૂર્વ લાખિયાનો કોર્ટરૂમ ડ્રામામાં તે પૂરતો રસ નથી ઉપજાવી નથી શક્યા અને નિર્દેશન અત્યંત નબળું છે. મુંબઇની સૌથી વિવાદાસ્પદ મહિલાઓમાંની એક એવી હસીના પારકરની લાઇફ પર ઘણી રોમાંચક ફિલ્મ બની શકે એમ હતી, પરંતુ ફિલ્મની ગુણવત્તા જાળવી શકાઇ નથી. અમુક સિનમાં એવું લાગે જાણે ડાયરેક્ટર દર્શકોને હસીના સાથે થયેલ અન્યાય બદલ તેની દયા ખાવા માટે દબાણ કરી રહ્યાં હોય! નબળા સ્ક્રિનપ્લેને કારણે ફિલ્મ વધુ બોરિંગ બને છે, કેટલાક ડાયોલગ્સ પણ એકદમ આકસ્મિક છે, જેની વાર્તા સાથે કડી બેસાડતા થોડો સમય લાગે છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

હસીના પારકર તરીકે શ્રદ્ધા કપૂરનું કાસ્ટિંગ ખોટું થયું હોય એમ લાગે છે. શ્રદ્ધાએ હસીનાનો લૂક આપનાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે, પરંતુ મેચ્યોર હસીનાના રોલમાં શ્રદ્ધ ખાસ અસર નથી ઉપજાવી શકી. આપાના કેટલાક ડાયલોગ્સ બોલતી વખતે શ્રદ્ધા સ્ક્રિન પર અનકમ્ફર્ટેબલ જોવા મળે છે, એવું લાગે છે જાણે તેણે પોતાના મોઢામાં બે રસગુલ્લા છુપાવી રાખ્યા છે અને ડાયલોગ્સ બોલતી વખતે તે ન ખાવાનો પ્રયત્ન કરી રહી છે. હસીના એક સામાન્ય યુવતીમાંથી આપા કઇ રીતે બની, તેનું કોઇ ટ્રાન્સફર્મેશન બતાવવામાં નથી આવ્યું. દાઉદ ઇબ્રાહિમ તરીકે સિદ્ધાંત કપૂરને ખાસ કંઇ કરવાની તક નથી મળી, તે ખૂબ ઓછા ટાઇમ માટે સ્ક્રિન પર જોવા મળે છે.

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ફહાસત ખાનની સિનેમેટોગ્રાફી એવરેજ છે. ફિલ્મ ખૂબ ધીરી આગળ વધે છે. ડાયલોગ્સ જોઇએ એટલા અસરકારક નથી, ગંભીર ડાયલોગ્સ પર પણ દર્શકોને હસવુ આવી શકે છે. મ્યૂઝિકમાં પણ 'હસીના પારકર' ફિલ્મે કોઇ ખાસ કમાલ નથી દેખાડ્યો.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મમાં આપા હસીનાનો એક ડાયલોગ છે, 'આપા યાદ રેહ ગયા ના, નામ યાદ રખને કી ઝરૂરત નહીં....' પરંતુ આ ફિલ્મમાં એવું કશું જ નથી, જે દર્શકો યાદ રાખી શકે. આ ફિલ્મ નહીં જોવાની અફસોસ બિલકુલ નહીં થાય. જો તમે શ્રદ્ધા કપૂરના બહુ મોટા ફેન હો તો આ ફિલ્મ જોઇ શકો છો.

English summary
Haseena Parkar movie review in Gujarati. Read story, plot and ratings of the latest movie Haseena Parkar in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X