• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Review : જાણો અમોલ ગુપ્તેની હવા હવાઈ જોવાના 5 કારણો!

|

ફિલ્મ : હવા હવાઈ

નિર્માતા-દિગ્દર્શક-લેખક : અમોલ ગુપ્તે

કલાકારો : પાર્થો ગુપ્તે, સાકિબ સલીમ

સંગીત : હિતેશ સોનિક

સ્ટાર : 4

‘‘કોણ છે કે જે સપના નથી જોતું, સપના પૂરા નથી કરવા માંગતું, કોઈ તો એવું સપનુ હશે તમારા લોકોનું.'' કેટલાક લોકો નિસ્બત ધરાવે છે આ વાત સાથે. જો આપ પણ સપના જુઓ છો અને તેમને સાકાર કરવાની ઇચ્છામાં આપની રાતોની ઉંઘ ઉડી જાય છે, તો અમોલ ગુપ્તેની આજે રિલીઝ થયેલી ફિલ્મ હવા હવાઈ આપના માટે એક શ્રેષ્ઠ તક છે એક એવો અનુભવ લેવાની કે જે આપને સપના જોવાની અને તેમને સાકાર કરવાની આશા જગાવશે. આ ફિલ્મ આપને મહેસૂસ કરાવશે કે સપના જુઓ પણ અને તેમને પૂરા કરવાની કોશિશ પણ કરો, કારણ કે કોશિશ કરનારાઓની ક્યારેય હાર નથી થતી.

વાર્તા : હવા હવાઈ ફિલ્મની વાર્તા શરૂ થાય છે અર્જુન (પાર્થો ગુપ્તે)થી કે જે એક દુકાનમાં ચાય વહેંચવાનું કામ કરે છે. આ કામ કરતા તેને જે પૈસા મળે છે, તે તેનાથી પોતાની માતા અને ભાઈની સારસંભાળ કરે છે. આ કામ દરમિયાન જ અર્જુનને સ્કેટિંગ ક્લાસિસ અંગે જાણ થાય છે. અર્જુન જ્યારે પણ બાળકોના પગમાં સ્કેટ્સ બાંધી લપસતા જુએ છે, તો તે બહુ ઉત્સાહિત થઈ ઉઠે છે અને ધીમે-ધીમે તેના મનમાં પણ સ્કેટિંગ શીખવાની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે અનિકેત (સાકિબ સલીમ) પાસે જાય છે કે જે બાળકોને સ્કેટ શીખવાડે છે. અર્જુનનો ઉત્સાહ અને તેના સપના જોઈ અનિકેત અર્જુનને સ્કેટ કૉમ્પીટિશનનો ચૅમ્પિયન બનાવવાનો નિર્ણય કરે છે, પરંતુ અનિકેતનું ધારેલુ નથી થતું. કંઈક એવા બનાવો બને છે કે આ સપનુ તુટતુ નજરે પડે છે. આખરે એવુ તે શું થાય છે? જાણવા માટે હવા હવાઈ ફિલ્મ જોવી જ રહી.

ચાલો સ્લાઇડર સાથે કરીએ હવા હવાઈ ફિલ્મની સમીક્ષા :

શ્રેષ્ઠ વાર્તા

શ્રેષ્ઠ વાર્તા

સાધારણ, પણ ઘણા ઇમોશન ધરાવતી વાર્તા છે હવા હવાઈની. ફિલ્મ જોતી વખતે આપને એક ક્ષણ માટે પણ એવું નહીં લાગે કે આપે ખોટી ફિલ્મની પસંદગી કરી છે. ફિલ્મની વાર્તા પોતાની ગતિથી જ આગળ વધે છે અને દર્શકોને પણ પોતાની સાથે છેલ્લી ક્ષણ સુધી જકડી રાખે છે.

દિગ્દર્શન કમાલનું

દિગ્દર્શન કમાલનું

તારે ઝમીં પર દ્વારા પોતાના કૅરિયરને બહેતરીન ટર્ન આપનાર અને સ્ટેલિન કા ડબ્બા ફિલ્મ દ્વારા બાળકોની ફિલ્મોને એક અલગ જ લેવલે પહોંચી દેનાર અમોલ ગુપ્તેએ હવા હવાઈ ફિલ્મમાં પણ પોતાના દિગ્દર્શનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જોકે તેમની છેલ્લી ફિલ્મની સરખામણીમાં હવા હવાઈ થોડીક ફીકી છે, પણ 2014ની શ્રેષ્ઠ ફિલ્મોમાં હવા હવાઈ પોતાનું સ્થાન જરૂર લેશે.

પાર્થો, તેના મિત્રો અને સાકિબ હૃદયસ્પર્શી

પાર્થો, તેના મિત્રો અને સાકિબ હૃદયસ્પર્શી

પાર્થોએ ફરી એક વાર પોતાના બહેતરીન અભિનયનું પ્રદર્શન કર્યું છે. આજકાલ ફિલ્મોમાં બાળ કલાકારો પણ એટલા ટૅલેંટેડ હોય છે કે વગર કોઈ સ્ટારે પણ માત્ર પોતાના બળે ફિલ્મો બૉક્સ ઑફિસે ચલાવી લે છે. પાર્થો પણ તેમાંનો એક છે. સાકિબ સલીમે પણ ફિલ્મમાં એક કોચના પાત્રમાં પ્રાણ ફૂંકી દીધાં છે. પાર્થોના મિત્ર તરીકે અશફાક બિસ્મિલ્લા ખાને પણ ગઝબનું કામ કર્યું છે.

સંગીત બહેતરીન

સંગીત બહેતરીન

હવા હવાઈનું સંગીત હિતેશ સોનિકે આપ્યું છે. ગીતો ખૂબ જ સુંદર રીતે શૂટ કરાયાં છે. કેટલાંક ગીતો જેમ કે ટાઇટલ સૉંગ કે જે અમોલ ગુપ્તેએ બનાવ્યું છે, તે બહુ હિટ થઈ રહ્યું છે. ઉપરાંત સપનોં કો ગિનતે... ઘૂમ ગયી... અને સિર ઉઠા કે... ગીતો પણ બહુ સારા છે.

જોવી કે નહીં?

જોવી કે નહીં?

ખેર, આટલા વખાણ કર્યા બાદ એમ કહેવું કે ફિલ્મ જોવી કે નહીં? કદાચ વિચિત્ર લાગશે, પણ અમારૂ કહેવું છે કે હવા હવાઈ આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ફિલ્મ જોતી વખતે આપની આંખો છલકાઈ જશે, તો દિલની ધડકનો પણ વધી જશે. અંતે એક નાનકડા સ્મિત સાથે આપ બહાર આવશો.

English summary
Hawaa Hawaai movie is story of a small boy Arjun who follows his dream and finally achieves it. Partho and Saquib Salim starer Hawaa Hawaai releasing today on Box office. Hawaa Hawaai is based on dreams and the journey to turn them into real.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more