• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Review : હમશકલ્સ નહીં, ‘હસશકલ્સ’ કહો, એક વાર તો જોવાય ભાઈ...

|

ફિલ્મ : હમશકલ્સ

નિર્માતા : વાસુ ભાગનાની

દિગ્દર્શક : સાજિદ ખાન

કલાકાર : સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ, રામ કપૂર, એશા ગુપ્તા, તમન્ના ભાટિયા, બિપાશા બાસુ

સંગીત : સાજિદ અલી, વાજિદ અલી, હિમેશ રેશમિયા

સ્ટાર : ***

સાજિદ ખાનની ફિલ્મ હમશકલ્સ અંગે લોકોએ ઘણી આશાઓ સેવી રાખી છે અને લોકોની આવી આશાઓ ઉપર સાવ તો પાણી નહીં ફરે, પણ જો એમ કહીએ તો ખોટું નહીં ગણાય કે હમશકલ્સ જોવા તો જજો, પણ વધુ પડતી અપેક્ષાઓ સાથે ન જતાં. સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ, રામ કપૂર જેવા બહેતરીન કલાકારો હોવા છતાં હમશકલ્સ ફિલ્મ આટલી પણ મજાની નથી કે લોકોના હાસ્યની છોળો થિયેટરોમાં ગૂંજતી સંભળાય. જોકે તમામ કલાકારો અને દિગ્દર્શક સાજિદ ખાને પોતાના તરફથી કોઈ કચાસ નથી રાખી અને તે તમામ ટ્રિક્સ અજમાવી છે કે જેના પગલે અત્યાર સુધી બૉક્સ ઑફિસે તેઓ સફળ થતા રહ્યાં છે.

વાર્તા : અશોક (સૈફ અલી ખાન) તથા કુમાર (રીતેશ દેશમુખ) બંને બહુ નજીકના મિત્રો છે. અશોક એક બહુ મોટી કમ્પનીનો માલિક છે અને કરોડપતિ છે. અશોકના પિતા કૉમામાં છે અને તેના મામા (રામ કપૂર) ઇચ્છે છે કે આખી પ્રૉપર્ટી તેમને મળી જાય. તેના માટે બે શરતો છે. પહેલી કે રાકેશ ગાંડો થઈ જાય અને કાં તો કૉમામાં જતો રહે. મામા પ્લાન બનાવી અશોક અને કુમાર બંનેને પાગલખાને પહોંચાડી દે છે. બીજી બાજુ અશોક અને કુમારના હમશકલ્સ પણ તે જ પાગલખાનામાં બંધ છે. આ પાગલખાનામાં ડૉ. શિવાની ગુપ્તા (એશા ગુપ્તા) ડૉક્ટર છે. તે સમજી જાય છે કે કો'ક અશોક વિરુદ્ધ ષડ્યંત્ર રચી રહ્યો છે અને તે અશોક અને કુમારને પાગલખાનામાંથી છોડી દે છે.

પરંતુ ટ્વિસ્ટ એ છે કે પાગલખાનામાંથી જે બહાર જાય છે, તે અશોક-કુમાર નહીં, પણ તેમના હમશકલ્સ છે. મામાને આ વાતની ખબર પડી જાય છે અને તે પ્લાન બનાવી અશોક અને કુમારના હમશકલ્સ વડે તમામ દોલત પોતાના નામે કરાવી લેવાનું પ્લાન કરે છે,પરંતુ તે જ વખતે અશોક અને કુમારને પણ બધી જાણ થઈ જાય છે અને તેઓ પાગલખાનામાંથી બહાર નિકળી જાય છે. તેમની મદદ કરે છે મામાનો હમશકલ કે જે તે જ પાગલખાનામાં બંધ છે. આમ સૌના પ્લાનિંગ પ્લૉટિંગ દરમિયાન જ કંઈક એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે કે અશોક, કુમાર અને મામાના ત્રીજા હમશકલ્સ પણ એન્ટ્રી મારે છે.

ચાલો સ્લાઇડર વડે જાણીએ હમશકલ્સના પાંચ સારા-નરસા પાસાઓ :

અભિનય

અભિનય

અભિનયની વાત કરીએ, તો માનવું પડશે કે રીતેશ દેશમુખને કૉમેડીની બાબતમાં કોઈ ટક્કર ન આપી શકે. સૈફ અલી ખાન અને રામ કપૂરે પણ અનેક સીન્સમાં બહેતરીન પરફૉર્મન્સ આપી છે, પણ રીતેશ સામે તમામ ફીકા પડી ગયાં. બિપાશા બાસુનું ખાસ કામ નહોતું, તો તમન્ના ભાટિયાને ખૂબ જ હૉટ અને સુંદર રીતે બતાવાયા છે. એશા ગુપ્તા પોતાના નાનકડા પાત્રમાં એવરેજ દેખાયાં છે.

દિગ્દર્શન

દિગ્દર્શન

સાજિદ ખાનનું દિગ્દર્શન હંમેશા મુજબ બહતેરીન છે. જોકે હમશકલ્સને જો સાજિદની શરુઆતની ફિલ્મો હે બેબી, હાઉસફુલ સિરીઝ સાથે કમ્પૅર કરાય, તો હમશકલ્સ તેમનાથી ઓગણીસ જ બેસે છે. અનેક સીન્સ હાઉસફુલમાંથી કૉપી કરાયેલા લાગ્યાં. જોકે સાજિદ તે સીન્સને પોતાના સિગ્નેચર સીન્સ કહે છે, પરંતુ આટલા બધા સિગ્નેચર સીન્સ હોવા તો શક્ય નથી.

સંગીત

સંગીત

આજકાલની ફિલ્મોમાં જો સંગીત બહેતરીન હોય, તો ફિલ્મ અડધી તો બાજી પહેલા જ મારી લે, પરંતુ હમશકલ્સનું એક ગીત કૉલર ટ્યૂન... જ કેટલાક અંશે લોકો વચ્ચે પૉપ્યુલર થઈ શક્યું છે.

કૉમેડી

કૉમેડી

સાજિદ ખાનની ફિલ્મ હોય એટલે સૌ તેમાં કૉમેડી જ શોધતા પહોંચે છે. હમશકલ્સમાં અનેક સીન્સ ખૂબ જ શ્રેષ્ઠ છે કે જે જોઈને આપ પોતાની જાતને હસતા નહીં રોકી શકો. ખાસ તો સૈફ, રીતેશ અને રામના ફીમેલ અવતાર વાળા સિક્વંસ ખૂબ જ કૉમિક છે, પરંતુ ફિલ્મનો પહેલો ભાગ થોડોક ઓછો ઇમ્પ્રેસિવ રહ્યો, જ્યારે બીજા ભાગમાં ઘણા સારા અને કૉમિક સીન્સ છે.

જોવી કે નહીં?

જોવી કે નહીં?

સાજિદ ખાનની ફિલ્મ અને રીતેશ, સૈફ તથા રામ જેવા બહેતરીન કલાકાર હોય, તો ફિલ્મ એક વાર જોવાલાયક તો બની જ જાય. ભલે ફિલ્મમાં અનેક બોરિંગ પાસાઓ છે, પણ આમ છતાં ફિલ્મમાં અનેક ફની અને મજાના સીન્સ પણ છે.

English summary
Saif Ali Khan, Ritesh Deshmukh, Ram Kapoor, Esha Gupta, Bipasha Basu and Tamanna starer Humshakals has some good comic sequences but some of them were repetitive. Best part of Humshakals is the female version of Saif, Ritesh and Ram Kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more