For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#FilmReview: 'ઇરાદા' જોવાનો ઇરાદો હોય તો બદલી નાંખજો!

ફિલ્મમાં એક્ટર્સની એક્ટિંગ સારી છે, પરંતુ વાર્તા નબળી હોવાને કારણે ફિલ્મ લાંબી અને કંટાળાજનક લાગે છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

સ્ટારકાસ્ટ - નસીરૂદ્દીન શાહ, અરશદ વારસી, દિવ્યા દત્તા, સાગરિકા, ઘટકે, શગદ કેલકર
પ્રોડ્યૂસર - ફાલગુની પટેલ, પ્રિંસ સોની
લેખક - અપર્ણા સિંહ, અનુષ્કા રાજન
ખૂબી - શાનદાર કોનસેપ્ટ
ખામી - નબળું લેખન, ડિરેક્શન
બ્રેક ક્યારે લેશો? - ઇન્ટરવલમાં
કેટલા સ્ટાર? - 2

irada review

પ્લોટઃ પભૂતપૂર્વ સૈનિક અને હાલ લેખનકાર્ય કરી પોતાનું ગુજરાન ચલાવતો પરબજીત વાલિયા(નસીરૂદ્દીન શાહ)ની જીવન નૌકા અચાનક મધદરિયે અટકી પડે છે, જ્યારે એને ખબર પડે છે કે તેની પુત્રીને કેન્સર છે. તેની પુત્રીના મૃત્યુ બાદ તે ઉદાસ થવાની જગ્યાએ તેની પુત્રીના મૃત્યુ પાછળનું કારણ શોધવાનો પ્રયત્ન કરે છે. તેના આ પ્રયાસો તેને મુખ્યમંત્રી (દિવ્યા દત્તા) અને એક બિઝનેસ મેન (શદર કેલકર)ના ભ્રષ્ટાચારી કામો અને કેટલાક રહસ્યો તરફ દોરી જાય છે. એવામાં એન્ટ્રી થાય છે NIA ઓફિસર અર્જુન મિશ્રા(અરશદ વારસી)ની, જેને સીએમ વાલિયાની જવાબદારી સોંપવામાં આવે છે. ફિલ્મમાં સાગરિકા ઘાટકે એક પત્રકારની ભૂમિકામાં છે, જે પોતાના બોયફ્રેન્ડના મૃત્યુનો બદલો લેવા માંગે છે. આ ત્રણેય પાત્રો મળીને સમાજે કરપ્શન અને અન્ય ખરાબ બીમારીઓથી બચાવવાનો પ્રયત્ન કરે છે.

અહીં વાંચો - OUCH : આ પાકિસ્તાની એક્ટ્રેસે સલમાન ખાનની મજાક ઉડાવીઅહીં વાંચો - OUCH : આ પાકિસ્તાની એક્ટ્રેસે સલમાન ખાનની મજાક ઉડાવી

naseeruddin shah arshad warsi

આ ફિલ્મ થકી નિર્દેશક અપર્ણા શર્માનું બોલિવૂડમા ડેબ્યૂ છે, વિષય પસંદગીના મામલે તેમને પૂરા અંક મળે છે. પરંતુ ફિલ્મ જોતા દર્શકને એવું લાગે જાણે વાર્તા અધૂરી છે. એક સારા અઇડિયાને પડદા પર ઉતારવામાં તે નિષ્ફળ રહ્યાં છે.
ફિલ્મમાં એક્ટર્સની એક્ટિંગ સારી છે, પરંતુ વાર્તા નબળી હોવાને કારણે ફિલ્મ લાંબી અને કંટાળાજનક લાગે છે. લેખન અને ડિરેક્શન બંન્ને નબળા હોવાને કારણે ફિલ્મ પડદા પર ફેઇલ જાય છે. મ્યૂઝિક પણ યાદગાર નથી.

English summary
Irada movie review is here. Directed by Aparnaa Singh, featuring Naseeruddin Shah and Arshad Warsi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X