• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિવ્યૂ : જોશ-ઝડપ નથી, પણ સૌંદર્યથી ભરપૂર ઇશ્ક ઇન પેરિસ

|

લાંબા સમય બાદ બૉલીવુડના ડિમ્પલ ગર્લ એટલે કે પ્રીતિ ઝિંટા સિલ્વર સ્ક્રીને નજરે પડ્યાં છે અને તે પણ પોતાના પ્રોડક્શનની પ્રથમ ફિલ્મ ઇશ્ક ઇન પેરિસ સાથે. ફિલ્મમાં પ્રીતિ પુનઃ એક વાર તે જ બિંદાસ્ત અંદાજમાં દેખાયાં છે કે જે જોઈ લોકો ઘેલા થઈ જતા હતાં. જોકે ફિલ્મની વાર્તામાં ઘણાં ઠહેરાવ છે. આજના જમાનાના હિસાબે ફિલ્મમાં તે જોશ કે ઝડપ નથી. છતાં જો માત્ર એક પ્રણય-કતા તરીકે જોઇએ, તો ફિલ્મ ઘણી સુંદરતા સાથે શૂટ કરાઈ છે. ઇશ્ક અને આકાશ બંને પાત્રો એટલા સિમ્પલ તથા એટલા પ્યારા છે કે તેમને મળી કોઈને પણ ઇશ્ક થઈ જાય.

વાર્તા : ઇશ્ક (પ્રીતિ ઝિંટા) પેરિસમાં પોતાની માતા સાથે રહે છે. ઇશ્કના પિતા અને માતા બંને ઘણા વરસ અગાઉ જુદા થઈ ચુક્યાં છે. ઇશ્કને લાગે છે કે તેના પિતાએ તેની માતા અને તેને છોડ્યા હતાં, જ્યારે હકીકત એ હતી કે બંને પોતાના કૅરિયરને વધુ મહત્વ આપતાં જુદા થઈ ગયા હતાં. ઇશ્ક એક વાર અગાઉ પણ પ્રેમમાં પડી ચુકી હતી અને દગો ખાઈ ચુકી છે. તેથી તેને પ્યાર-મહોબ્બતમાં કોઈ પણ જાતનો રસ નથી. ઇશ્ક માત્ર પોતાના કામ સાથે પ્રેમ કરે છે. એક દિવસ ઇશ્કની મુલાકાત આકાશ (રહેમાન મલિક) સાથે થાય છે. તે પણ ટ્રેનમાં. આકાશ અને ઇશ્ક બંને રોમથી પેરિસ જઈ રહ્યાં હોય છે અને ટ્રેનમાં જ બંનેની મિત્રતા થઈ જાય છે. પેરિસ પહોંચતા આકાશ અને ઇશ્ક બંને જુદા થવાં લાગે છે, ત્યારે આકાશ ઇશ્કને કહે છે કે તે તેને પેરિસ ફરાવે. તેની પાસે એક રાત છે અને બીજા દિવસે તેને પરત જવું છે. ઇશ્ક પહેલા તો ઇનકાર કરે છે, પણ પછી માની જાય છે. ઇશ્ક આકાશને આખી રાત પેરિસની સહેલ કરાવે છે અને સવાર થવા સુધી ઇશ્ક અને આકાશના દિલોમાં એક-બીજા માટે પ્રેમપૂર્ણ લાગણી પણ આવી જાય છે. સવાર થતાં જ બંને જુદા થઈ જાય છે. આકાશ પરત ફરે છે અને ઇશ્ક પોતાના ઘરે. એક દિવસ આકાશ પાછો આવે છે ઇશ્કને મળવા અને તેને કહે છે કે તે તેની સાથે પ્રેમ કરે છે. ઇશ્ક પણ આકાશને ચાહે છે, પણ કોઈ પણ કારણસર તે તેને અપનાવી નથી શકતી. ઇશ્કની માતા કે જે ઇશ્કને બહુ સારી રીતે જાણે-સમજે છે. તે ઇશ્કને સમજાવે છે કે તેણે આકાશને અપનાવી લેવો જોઇએ. કૅરિયર અને બાકી બધુ મળી જાય છે, પણ સારો જીવનસાથી મળવો બહુ મુશ્કેલ હોય છે. પછી શું થાય છે, તે જાવણા જુઓ ઇશ્ક ઇન પેરિસ.

સાર : પ્રેમ સોની દિગ્દર્શિત ઇશ્ક ઇન પેરિસના ગીતો ખૂબ સારાં છે. ખાસ તો ફિલ્મનું ડિસ્કો સૉંગ અને સલમાન ખાન વાળું ગીત લોકોને ગમી રહ્યું છે. સલમાન પડદે આવતાં જ લોકો તાળીઓ વગાડી વધાવી લે છે. ઇશ્ક સાથે સલમાન જોઈ સૌ ખુશ થઈ જાય છે. ઇશ્ક ઇન પેરિસ ફિલ્મમાં પેરિસને એટલી સુંદરતા સાથે કૅમેરે કંડારાયું છે કે દરેકને પેરિસ સાથે પ્રેમ થઈ જાય. પેરિસના એફિલ ટાવરમાં અનેક સીન શૂટ કરાયાં છે. તે ખૂબ જ સૌંદર્યપૂર્ણ લાગે છે. પ્રીતિ ઝિંટાએ એફિલ ટાવરમાં શૂટિંગ કરવાનું પોતાનું સપનું પૂર્ણ કર્યું છે. પ્રીતિ ઝિંટા હંમેશ મુજબ સારી એક્ટિંગ કરવામાં સફલ રહ્યાં છે. જોકે ફિલ્મ ખૂબ જ ધીમી છે અને સાથે જ વાર્તામાં કોઈ એક્સાઇટમેંટ કે નવુપણું નથી. ઝતાં પ્રીતિના ફૅન્સને તે જરૂર ગમશે.

English summary
Ishkq in Paris movie review Ishkq In Paris starring Preity Zinta, Rhehan Malliek is a complete love story. Preity Zinta played the role of Ishkq who is career oriented girl and never thing about love.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more