• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિવ્યૂ : નહીં લાગ્યો સન્ની લિયોનનું જૅકપૉટ

|

ફિલ્મ : જૅકપૉટ

નિર્માતા : ઉર્વશી શર્મા

દિગ્દર્શક : કૈઝાદ ગુસ્તાદ

કલાકારો : સન્ની લિયોન, સચિન જોશી, નસીરુદ્દીન શાહ

સંગીત : શારિબ શબરી, તોશિબ શબરી

સ્ટાર : 1.5

સન્ની લિયોન કે જે પોતાની ફિલ્મ જૅકપૉટની રિલીઝનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરતા હતાં, તેઓ કદાચ પોતાની ફિલ્મને મળતા ફીકા પ્રતિસાદના કારણે થોડાક નિરાશ હશે. જૅકપૉટ ફિલ્મની રિલીઝને જેટલી હાઇપ કરાઈ હતી, પણ ફિલ્મની રિલીઝ એટલી જ ઠંડી રહી. જૅકપૉટ વડે નથી સન્ની કે નથી સચિન જોશીના કૅરિયરમાં જૅકપૉટ લાગ્યો. ફિલ્મની વાર્તા ખૂબ જૂની અને ચીલાચાલુ છે અને સાથે જ ફિલ્મમાં સન્ની લિયોન ઉપરાંત કંઈ પણ જોવા જેવું નથી. નસીરુદ્દીન શાહે પોતાના તરફથી પુરતા પ્રયત્નો કર્યા છે કે ફિલ્મને પોતાનો ટેસ્ટ આપવાની, પણ કદાચ ક્યાંકને ક્યાંક દિગ્દર્શનમાં ખામી રહી જતાં નસીરુદ્દીનની યોગ્યતાનો બરાબર યૂઝ ન કરી શકાયો.

વાર્તા : જૅકપૉટની વાર્તા ગોવાના એક કૅસીનોની આસપાસ ફરે છે કે જેમાં કેટલીક ગૅંગના લોકો એક સાથે કૉન કરવા એટલે કે લોકો સાથે વિશ્વાસઘાત કરવા આવે છે. તેઓ દરેક વખત પ્લાનિંગ સાથે આવે છે, પણ એક દિવસ તેમના પ્લાનિંગમાં મોટા ગોટાળા થઈ જાય છે. માયા (સન્ની લિયોન) અને ફૅંકિંસ (સચિન જોશી)ની એન્ટ્રી આ ગૅંગની દરેક ચાલ બદલી નાંખે છે અને આ કૉન કરનારાઓને જ કૉન કરી દે છે. કૅસીનોનો મૅનેજર બધુ જાણે છે, પણ તે પોતે આશ્ચર્યમાં છે કે આખરે આ બધુ કેવી રીતે થઈ રહ્યું છે. માયાની ટ્રિક્સ તેને પણ કન્ફ્યુજ કરી નાંખે છે. ગૅંગના તમામ સબ્યો એક-બીજા ઉપર શંકા કરવા લાગે છે અને પૈસાથી ભરેલું બૅગ લઈ સૌની વચ્ચે ઝગડા થાય છે. હવે એ જાણવા માટે કે માયા કઈ રીતે આ રમતને પલટે છે અને કઈ ચાલો ચાલે છે આપને જૅકપૉટ ફિલ્મ જોવી જ રહી.

જ્યાં સુધી એંટરટેનમેંટની વાત છે, તો જૅકપૉટ ફિલ્મમાં એંટરટેનમેંટના નામે સન્ની લિયોનના બોલ્ડ એક્ટ્સ, કેટલાંક બહેતરીન ગીત તેમજ સન્ની લિયોનના પતિ ડેનિયલ વેબરની કૅમિયો એન્ટ્રી છે. ઉપરાંત ફિલ્મમાં બીજુ કંઈ ઇંટરેસ્ટિંગ નથી. ફિલ્મની વાર્તા ખૂબ જ જૂની અને બેકાર છે, તો સન્નીએ કંઈ પણ નવુ નથી કર્યું. થ્રિલરના નામે માત્ર એક મજાક કરાઈ છે.

English summary
Jackpot movie, staring Sunny Loene, Naseeruddin Shah and Sachin Joshi, is about three cons outwitting one another only to lose and win again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X