For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જઝબા ફિલ્મનો રિવ્યૂ: ઇરફાનની એક્ટિંગે ઐશ્વર્યાને પછાડી

|
Google Oneindia Gujarati News

5 વર્ષ બાદ ઐશ્વર્યા રાય બચ્ચન, જઝબા ફિલ્મ દ્વારા રૂપેરી પડદે પાછી ફરી છે. ઐશ્વર્યાની સાથે દર્શકો અને ક્રિટિકને પણ આ ફિલ્મથી ભારે આશા હતી. જો કે જઝબામાં ઐશ્વર્યાએ સારું જ કામ કર્યું છે પણ તે ઇરફાન અને શબાના આઝમીની એક્ટિંગ આગળ માત ખાઇ જાય છે. આ ફિલ્મને અમે ત્રણ સ્ટાર આપ્યા છે.

જઝબા એક થ્રિલર મૂવી છે. જે દર્શકોને તેમની સીટ પરથી હલવા પણ નહીં દે વાત તો પાક્કી છે પણ તેમ છતાં ડાયરેક્ટર તરીકે સંજય ગુપ્તાએ એટલું સારું કામ નથી કર્યું. નોંધનીય છે કે ફિલ્મ જઝબા કોરિયન ફિલ્મ સેવન ડેની રિમેક છે. પણ આ કોરિયન ફિલ્મમાં સંજય ગુપ્તા વધુ પડતા ભારતીય ઇમોશન નાખી ફિલ્મને થોડીક મેલોડ્રામા બનાવી નાખી છે.

એક વાત તો છે કે આ ફિલ્મમાં ઐશ્વર્યા એક સ્ટાર તરીકે ઊભરી આવી છે. વળી લાંબા સમય બાદ રૂપેરી પડદે એશના ચાહકોને એશને જોવી જરૂરથી ગમશે. ત્યારે શું છે આ ફિલ્મની સ્ટોરી, ઐશ્વર્યા, ઇરફાન અને શબાનાએ તેમની ભૂમિકા કેવી રીતે ભજવી, ફિલ્મનું નિર્દેશન કેવું છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

શું છે ફિલ્મની સ્ટોરી?

શું છે ફિલ્મની સ્ટોરી?

ઐશ્વર્યા રાય બચ્ચન આ ફિલ્મમાં અનુરાધા વર્મા નામની એક ક્રિમિનલ વકીલનો રોલ ભરવી રહી છે. જે એક મહત્વકાંક્ષી વકીલ હોવાની સાથે જ એક સિંગલ મધર પણ છે. જે તેની પુત્રી સાનિયા (સારા અર્જૂન)ને ખૂબ જ પ્રેમ કરે છે. તે બેખોફ થઇને તે તેના તમામ કેસ લડે છે.

શું છે ફિલ્મની સ્ટોરી?

શું છે ફિલ્મની સ્ટોરી?

આ જ કારણે કેટલાક આરોપીઓ તેની પુત્રી સાનિયાનું અપહરણ કરી લે છે અને તેના બદલે કુખ્યાત ખૂની અને બાળાત્કારી મિયાઝ શેખ છોડાવાની માંગ કરે છે.

શું છે ફિલ્મની સ્ટોરી?

શું છે ફિલ્મની સ્ટોરી?

ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચન તેના પોલિસ મિત્ર યોહાન, કે જેનું પાત્ર ઇરફાન ખાને ભજવ્યું છે તેની મદદ લઇને તેની પુત્રીને કેવી રીતે છોડાવે છે તે આ ફિલ્મમાં બતાવ્યું છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

5 વર્ષ બાદ રૂપેરી પડદે પાછી ફરેલી ઐશ્વર્યા રાય બચ્ચને તેની એક્ટિંગની ટેલેન્ટ બતાવી છે. પણ અમુક સીનમાં તેની એક્ટિંગ ઓવર એક્ટિંગ અને મેલેડ્રામેટિક લાગે છે.

ઇરફાન ખાન

ઇરફાન ખાન

આ ફિલ્મની જાન છે ઇરફાન ખાન, તેમની ન્યૂ કોપ ઇમેજ, પચિંગ ડાયલોગ અને કોમેડી આ ફિલ્મ મનોરંજક બનાવે છે. વળી તેમની એક્ટિંગ ઐશ્વર્યાને ઓવર સેડો કરે છે.

શબાના આઝમી

શબાના આઝમી

શબાના આઝમી આરોપી મિયાઝ શેખની માતાની ભૂમિકામાં છે તેમણે પણ તેમનો રોલ સરસ રીતે ભજવ્યો છે. અને તેમનો રોલ એક ઇમ્પેક્ટ છોડીને જાય છે.

નિર્દેશન

નિર્દેશન

સંજય ગુપ્તા કોરિયન ફિલ્મ સેવન ડેનું રિમેક બનાવ્યું છે. થ્રિલર ફિલ્મ તરીકે અનેક સીન તમને ખુરશીને ચોટાડી દે તેવા છે પણ સંજય તેના વધુ પડતા ઇમોશન નાખી થોડું મેલોડ્રામેટિક કરી દીધી છે.

થ્રિલર

થ્રિલર

આ ફિલ્મ તમને થ્રિલર ફિલ્મો જેવું થ્રિલ આપશે તેની ગેરંટી છે. સાથે જ આ ફિલ્મમાં મનોરંજનસ કોમેડી પણ છે જેનો શ્રેય ઇરફાનને જાય છે.

ફિલ્મ જોવા જવું

ફિલ્મ જોવા જવું

તમે ઐશ્વર્યા અને ઇરફાનના ચાહક હોવ તો તમારે જવું જ જોઇએ આ ફિલ્મ જોવા માટે. સાથે જ એક વાર તો આ ફિલ્મ જોવા જવું જોઇએ તેવું અમારું માનવું છે.

English summary
Jazbaa starring Aishwarya Rai Bachchan was one of the most talked about film this year! The film not only gained attention owing to Aishwarya Rai Bachchan making a comeback to silver screen after a gap of 5 years but the fact that she chose a rather realistic role of a mother caught the peoples' attention. Now is Jazbaa the kind of movie we are expecting it to be? Read to find out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X