• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

MovieReview:જુ઼ડવા 2માં વરુણે શીખવ્યું, સલમાનની કોપી ન કરાય

By Shachi
|

ફિલ્મ: જુડવા 2

સ્ટારકાસ્ટ: વરુણ ધવન, જેક્લિન ફર્નાન્ડિઝ, તાપસી પન્નુ

ડાયરેક્ટર: ડેવિડ ધવન

પ્રોડ્યૂસર: સાજિદ નડિયાદવાલા

શું છે ખાસ? લોકેશન્સ, ગીતો

શું છે બકવાસ? ચવાયેલા જોક્સ, વરુણની ઓવર-એક્ટિંગ

કેટલા સ્ટાર? 2.5

પ્લોટ

પ્લોટ

સલમાન ખાનને ડબલ રોલમાં ચમકાવતી ફિલ્મ 'જુડવા'ની સિક્વલ છે, 'જુડવા 2'. ડેવિડ ધવને આ ફિલ્મમાં પ્રેમ અને રાજાનો જૂનો પ્લોટ જાળવી રાખ્યો છે, એ તો આપણે સૌ ટ્રેલર પરથી જ સમજી ગયા હતા. જો કે, તેમણે આજની જનરેશનને ધ્યાનમાં રાખીને કેટલાક નાના-મોટા ફેરફારો પણ કર્યા છે. પ્રેમ વિદેશમાં નોકરી કરતો એનઆરઆઇ યુવક છે અને તેનો જુડવા ભાઇ રાજા ઇન્ડિયામાં લોકલ ટપોરી છે. બંને કોઇક રીતે ઇન્ડિયામાં ભેગા થાય છે અને કન્ફ્યુઝન સર્જાય છે. મોટા ભાગનો પ્લોટ એ જ છે, માત્ર ચહેરા બદલાયા છે. આથી દર્શકો કંટાળી જાય એવી પૂરી શક્યતા છે. ફિલ્મ એક રીતે સલમાનની 'જુડવા'ની રિમેક જ છે, આને સિક્વલ તરીકે શા માટે રજૂ કરવામાં આવી, એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડાયરેક્શન

ડાયરેક્શન

20 વર્ષ પહેલા જ્યારે સલમાનની ફિલ્મ આવી ત્યારે ભોળા પ્રેમની મૂર્ખામી અને ઓવરએક્ટિંગ અને બદમાશ રાજાના જોક્સ સાંભળવાની મજા આવી હતી, કારણ કે ત્યારે તે નવા હતા. પરંતુ એ જ જોક્સ આજે પણ ફિલ્મમાં મુકવા મુર્ખામી જ કહી શકાય. 'જુડવા' ફિલ્મના ઘણા ફની સિન્સ અહીં રિક્રિએટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ એમાં ડેવિડ ધવન એટલા સફળ નથી થયા. સારી કોમેડી ફિલ્મ માટે બે વસ્તુઓ જરૂરી છે, મજેદાર ડાયલોગ્સ અને સારી એક્ટિંગ. આ ફિલ્મમાંથી એ બંને મિસિંગ છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

ફિલ્મને કોમિક ટચ આપવાની વાત હોય કે, ગમે તે કારણ હોય 'જુડવા 2' માં બધા તમને ઓવર એક્ટિંગ કરતા દેખાશે. સૌથી વધારે ઓવર એક્ટિંગ કરી છે વરુણ ધવને. તેણે દરેક સિનમાં સલમાનની સ્ટાયલ અને બોડી લેંગ્વેજ કોપી કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એને કારણે ફિલ્મ અને તેના કોમિક સિનની મજા મરી જાય છે. અનેક પ્રયત્નો છતાં પણ તે 'જુડવા 2'નો સ્ટાર નથી બની શક્યો. જેકલિન આખી ફિલ્મમાં માત્ર નાના બાળકની માફક હસતી જોવા મળે છે અને તેની પાસે આનાથી વધારે સારી એક્ટિંગની આશા રાખવી યોગ્ય નથી. તાપસી પન્નુનું પર્ફોમન્સ ઠીક છે. ફિલ્મમાં હિરોઇન્સનું કામ માત્ર ગ્લેમર ઉમેરવા પૂરતું જ છે. ફિલ્મમાં રાજપાલ યાદવ પણ છે અને તે પણ દર્શકોને હસાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ફિલ્મના લોકેશન્સ ખૂબ સુંદર છે, સિનેમેટોગ્રાફી કલરફુલ છે. ડાયલોગ્સ વધુ સારા લખાયા હોત તો ફિલ્મ જોવાની મજા આવી હોત. ફિલ્મ જ્યાં ધીરી પડે કે અટકે ત્યાં વરુણ ધવનનો એકાદ એક્શન સિન કે ગીત મુકી દેવામાં આવ્યું છે. આ વાત દર્શકો પચાવી શકે એમ નથી, સારા એડિટિંગથી ફિલ્મની આ ખામીને થોડી સુધારી શકાઇ હોત. ફિલ્મના ગીતો તેનું એકમાત્ર સારુ પાસુ છે. જો કે, તેમાં પણ ક્રિએટિવિટીનો અભાવ છે. જૂની ટ્યૂન પર થોડા નવા લિરિક્સ સાથે ગાતા અનુ મલિકને સાંભળીને આંખ આગળ જૂનો સલમાન ખાન જ દેખાય છે, વરુણ ધવન પોતાનો અલગ ચાર્મ ઊભો કરવામાં નિષ્ફળ રહ્યો છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

વરુણ ધવનના ફેન્સ પણ તેની ઓવર એક્ટિંગ કદાચ જ સહન કરી શકશે. સલમાનની ફિલ્મ 'જુડવા' કેટલાક મોડર્ન ફેરફારો સાથે યાદ કરી જવી હોય, તો ફિલ્મ ચોક્કસ જોઇ શકાય. આ ફિલ્મમાં સલમાનનો કેમિયો પણ છે, એ પાર્ટ કદાચ કેટલાક દર્શકોને પસંદ પડે.

English summary
judwaa 2 movie review in Gujarati. Read story, plot and ratings of the latest movie Haseena Parkar in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X