• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કબીર સિંહ ફિલ્મ રિવ્યુઃ શાહિદ કપૂરના કેરિયરનું બેસ્ટ પર્ફોર્મન્સ, આખી ફિલ્મ પૈસા વસૂલ

|

એક સીનમાં દેવદાસ બનેલો દિલ તૂટેલો આશિક કબીર સિંહ (શાહિદ કપૂર) પોતાના દોસ્તોને કહે છે કે જિંદગીમાં ત્રણ ઘટનાઓ સારી હોય છે - જન્મવુ, પ્રેમ થવો અને મરી જવુ. બાકી બધુ જે આપણી જિંદગીમાં થાય છે તે કોઈને કોઈ વસ્તુ પ્રત્યે આપણુ રિએક્શન હોય છે અને ખરેખર આ ત્રણ ઘટનાઓ સાથે તમે કબીર સિંહની જિંદગી બદલતા જોશો. ફિલ્મ એક સીન સાથે શરૂ થાય છે જ્યાં એક પુરુષ અને સ્ત્રી બેડ પર સૂઈ રહ્યા છે અને પાછળથી દરિયાની લહેરોનો અવાજ આવી રહ્યો છે. આ લહેરોના અવાજ સાથે આપણે કબીર સિંહની તોફાની જિંદગીમાં એન્ટ્રી લઈએ છીએ. તે એક મેડીકલ સર્જન છે અને ફૂટબોલ ચેમ્પિયન છે. પરંતુ અંદરને અંદર ઘણી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે. જેમાંની એક છે અનહદ ગુસ્સો.

આ પણ વાંચોઃ ભારત સાથે સમગ્ર દુનિયાએ કર્યા યોગ, સ્મૃતિ-શિલ્પા-પિયુષ ગોયલે કર્યા આસન

કબીર પોતાને તબાહીના રસ્તે લઈ જાય

કબીર પોતાને તબાહીના રસ્તે લઈ જાય

કબીર સિંહની નજરો જેવી પ્રીતિ (કિયારા અડવાણી) પર પડે છે તે બાગી બની જાય છે. એવો બાગી જેની પાસે હવે એક હેતુ પણ છે. એક શર્મીલી, સહેમી છોકરી પ્રીતિ પણ કબીરને પોતાના દિલની વાત કહે છે પરંતુ તેમને સંબંધ વધુ દિવસ સુધી ચાલતો નથી. ત્યારબાદ કબીર પોતાને તબાહીના રસ્તે લઈ જાય છે. દારૂ, નશો અને સેક્સ દરેક વસ્તુ તેને તેના દુઃખથી દૂર લઈ જવાની કોશિશ કરે છે.

તેલુગુ ફિલ્મ અર્જૂન રેડ્ડીની હિંદી રિમેક

તેલુગુ ફિલ્મ અર્જૂન રેડ્ડીની હિંદી રિમેક

કબીર સિંહ તેલુગુ ફિલ્મ અર્જૂન રેડ્ડીની હિંદી રિમેક છે. તેલુગુ ફિલ્મમાં વિજય દેવરેકોંડા અને શાલિની પાંડેએ ચાર ચાંદ લગાવ્યા હતા. શાહિદ કપૂરની ફિલ્મની દરેક ફ્રેમ, ઓરિજનલ ફિલ્મની કોપી છે. જો કે હિંદી દર્શકોની અપેક્ષા પૂરી કરવા માટે ડાયરેક્ટર સંદીપ વાંગા રેડ્ડીએ પૂરી કોશિશ કરી છે.

સનકી આશિક

સનકી આશિક

કબીર સિંહમાં બહુ ઉણપો છે. તે એક દારૂડિયો છે, સ્ત્રીઓને પોતાની જાગીર સમજે છે, એક સનકી આશિક છે. પરંતુ આ વાતે સમજવી જરૂરી છે કે કબીર સિંહ કેવી રીતે આવો વ્યક્તિ બન્યો છે. એ પહેલા કે ફિલ્મને પુરુષ પ્રધાન સમાજની ઝલક કહી દેવામાં આવે ફિલ્મની ભાષાને સમજવી બહુ જરૂરી છે. હવે આ સાચુ છે કે ખોટુ તે ક્યારેય ખતમ ન થનારી ચર્ચા છે અને ચર્ચા માટે બધાની પોતપોતાની દલીલ હોઈ શકે છે. તેમછતાં તમે કબીર સિંહને સમજવાની કોશિશ કરો છો અને તેનો પૂરો શ્રેય જાય છે સંદીપના શાનદાર લેખનને.

ક્લાઈમેક્સ સુધી તમે પણ ફિલ્મનો હિસ્સો બની જાવ છો

ક્લાઈમેક્સ સુધી તમે પણ ફિલ્મનો હિસ્સો બની જાવ છો

જ્યારે કબીરના ભાઈ પોતાની દાદીને કહે છે કે કબીરની મદદ કરો તેનુ દુઃખ ઓછુ કરવામાં તો દાદીનું કહેવુ છે કે દુઃખ ક્યારેય કોઈ કોઈનું ઓછુ નથી કરી શકતુ. બધાએ પોતાના હિસ્સાનું દુઃખ ઝેલવુ પડે છે. પરંતુ આ દર્દ સંદીપ તમને પણ અનુભવ કરાવે છે. તમે કબીરના સફર પર તેની સાથે નીકળી પડો છો અને એટલા માટે ક્લાઈમેક્સ સુધી તમે પણ ફિલ્મનો હિસ્સો બની જાવ છો. અને અહીં જ કબીર સિંહની જીત છે. જો કે ફિલ્મમાં અર્જૂન રેડ્ડી જેવો નથી. સંદીપે અમુક સીન પણ છોડી દીધા છે જે ફિલ્મને વધુ ઉંડાણ આપી શકતા હતા. આ ઉપરાંત ફિલ્મને એ સર્ટિફિકેટ આપવા છતાં સેન્સર બોર્ડે ફિલ્મમાંથી બધી ગાળો બીપ કરી દીધી છે જે તમને ફિલ્મની વચ્ચે ગુસ્સો અપાવશે. જો તમારે જુનૂની પ્રેમ કહાનીઓ ન ગમતી હોય તો તમને કબીર સિંહ 3 કલાક માટે ઝેલાવી શકે છે.

કબીર સિંહ સંપૂર્ણપણે શાહિદ કપૂરની ફિલ્મ

કબીર સિંહ સંપૂર્ણપણે શાહિદ કપૂરની ફિલ્મ

કબીર સિંહ સંપૂર્ણપણે શાહિદ કપૂરની ફિલ્મ છે. પ્રેમ, ગુસ્સો, જૂનુન, સનક, આસપાસના લોકો સાથે ખરાબ વ્યવહાર કોઈ પણ ઈમોશન હોય, શાહિદ કપૂરે તેને સુંદર રીતે નિભાવ્યુ છે અને એ જ કારણ છે કે તમને લાગશે કે કબીર સિંહ સાચેમાં કોઈ વ્યક્તિ છે, માત્ર એક ભૂમિકા નથી. આ વાત માટે સંદીપના લેખનને પૂરેપરા ગુણ મળવા જોઈએ. જ્યાં એક તરફ વિજય દેવરેકોડાએ અર્જૂન રેડ્ડીમાં દરોક સીન પોતાના નામે કર્યો છે. જો કે તેલુગુ ફિલ્મ હિંદી ફિલ્મ કરતા થોડી સારી હતી. કિયારા અડવાણીએ સારુ કામ કર્યુ છે પરંતુ તમે શાલિની પાંડેની માસૂમિયત મિસ કરશો.

ફિલ્મને 3.5 સ્ટાર

ફિલ્મને 3.5 સ્ટાર

કબીરના દોસ્તની ભૂમિકામાં સોહમ મજૂમદાર ફિલમને થોડો હળવો કરે છે. ભાઈની ભૂમિકાનમાં અર્જૂન બાજવાના પણ અમુક સારા સીન છે. આ ઉપરાંત સુરેશ ઓબેરૉય, નિકિતા દત્તા અને કામિની કૌશલ પણ પોતાની ભૂમિકા સુંદર રીતે નિભાવી છે. કુલ મળીને કબીર સિંહ એક સુંદર લવ સ્ટોરી છે અને તમને પ્રેમ પર ફરીથી એકવાર વિશ્વાસ અપાવશે. શાહિદ કપૂર તમારા દિલ સુધી તે પીડા પહોંચાડશે. શાહિદ કપૂર તમારા દિલ સુધી દર્દ પહોંચાડશે જે ઘણીવાર નિષ્ફળ પ્રેમમાં હોય છે. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર.

English summary
kabir singh film review kabir singh plot story and rating
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X