For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

KGF ચેપ્ટર 2 ફિલ્મ રિવ્યુઃ ધમાકેદાર એક્શન, ઈમોશન, ડાયલૉગ્ઝ અને સ્વેગથી ભરપૂર છે 'રૉકી ભાઈ'ની દુનિયા

જ્યાં પહેલા ભાગમાં રૉકીના રૉકીભાઈ બનવાની સફર બતાવવામાં આવી હતી...બીજો ભાગ રૉકીના ટૉપ પર પહોંચ્યા બાદની કહાની બતાવે છે.

|
Google Oneindia Gujarati News

Rating:
3.5/5
Star Cast: યશ, સંજય દત્ત, રવીના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ, રાવ રમેશ
Director: પ્રશાંત નીલ

'રૉકી પાસે ધરતીનો સૌથી કિંમતી જમીનનો ટૂકડો હતો... તેને મેળવવા માટે લોકો મરવા માટે તૈયાર હતા, મારવા માટે તૈયાર હતા અને મરેલા પાછા આવવા માટે તૈયાર હતા.... કેજીએફ ચેપ્ટર 2માં કથાકાર તરીકે પદભાર સંભાળતા આનંદ ઈંગલાગીના દીકરા વિજયેન્દ્ર ઈંગલાગી(પ્રકાશ રાજ) કહે છે. જ્યાં પહેલા ભાગમાં રૉકીના રૉકીભાઈ બનવાની સફર બતાવવામાં આવી હતી...બીજો ભાગ રૉકીના ટૉપ પર પહોંચ્યા બાદની કહાની બતાવે છે.

નિર્માતા-નિર્દેશકે આપેલુ વચન નિભાવ્યુ

નિર્માતા-નિર્દેશકે આપેલુ વચન નિભાવ્યુ

સીક્વલમાં રૉકીના ભાવનાત્મક પક્ષને પણ બતાવવામાં આવ્યો છે. તેની લવ સ્ટોરી અને તેના પાછલા જીવનની અમુક ઝલકો પણ છે. પરંતુ સારી વાત છે કે આ બધી કહાનીને મુખ્યધારાથી દૂર નથી લઈ જતી. ફિલ્મમાં એક કેરેક્ટર કહે છે - 'આ એક નાના ગામમાં રહેતી માની જીદની કહાની છે'... અને એ જીદ પૂરી કરવા માટે રૉકી કોઈ પણ હદે જઈ શકે છે. કોઈ બેમત નથી કે કેજીએફ 2 સાથે નિર્માતા-નિર્દેશકે દર્શકોને જે વચન આપ્યુ હતુ તે વચન તેમણે પૂરુ કર્યુ છે.

કહાની

કહાની

રાજા કૃષ્ણપ્પા બૈર્યા ઉર્ફે રૉકી ભાઈ(યશ) ગરુડને માર્યા બાદ હવે કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ(કેજીએફ)નો નવો સુલતાન બની ગયો છે. લોકો તેને ભગવાન માનવા લાગ્યા છે અને પોતાના બાળકોને કહે છે - 'અમારી બેડીઓને તોડી છે એણે, એ ક્યારેય ના ભૂલતા...' રૉકીએ કેજીએફમાં એક એવા સામ્રાજ્યનુ નિર્માણ કર્યુ છે જેને કોઈ નથી ભેદી શકતુ. આ તરફ, રૉકી પોતાની દુનિયા પર રાજ કરવાની યોજના બનાવી રહ્યો હોય છે, બીજી તરફ તેના દુશ્મન તેને ખતમ કરવા માટે ગરુડના ભાઈ શક્તિશાળી અધીરા(સંજય દત્ત)ની મદદ લે છે. આ દરમિયાન પ્રધાનમંત્રી રમિકા સેન(રવીના ટંડન)ને રૉકી ભાઈની દુનિયાને લઈને સમાચાર મળે છે અને તે એનો ખાતમો કરવાનુ વચન લે છે. પોતાના સામ્રાજ્ય અને પોતાની ખુરશીને બચાવવા માટે રૉકી કઈ રીતે પોતાના બંને દુશ્મોનો સામે લડે છે, એની આસપાસ ઘૂમે છે આખી કહાની.

અભિનય

અભિનય

રૉકી ભાઈની ભૂમિકામાં યશે શાનદાર કામ કર્યુ છે. કહી શકાય છે કે તેમણે પોતાની સ્ટાઈલ અને સ્વેગથી ભૂમિકામાં જીવ રેડી દીધો છે. ઈમોશનલ સીન હોય કે ભારે ભરખમ એક્શન સીક્વન્સ, યશ ખૂબ જ સહજ દેખાય છે. અધીરાની ભૂમિકામાં સંજય દત્ત પ્રભાવશાળી દેખાયા છે. જો કે, તેમનો સ્ક્રીનટાઈમ અપેક્ષાથી ઘણો ઓછો છે. વળી, ભારતના પ્રધાનમંત્રી તરીકે રવીના ટંડને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. શ્રીનિધિ શેટ્ટીને ઘણા દ્રશ્યો મળ્યા છે... અને જે મળ્યા છે તે પણ ખાસ મજબૂત નથી.

નિર્દેશન

નિર્દેશન

પ્રશાંત નીલ એક એવી સીક્વલ આપવામાં સફળ રહ્યા છે જે પહેલા ભાગની સરખામણીમાં વધુ પ્રભાવશાળી છે. નિર્દેશક કહાની અને યશના સ્ટારડમને સાથે લઈને ચાલે છે. આના કારણે જ્યાં ફિલ્મ આપણને ઘણા સીટીમાર સીક્વન્સ આપે છે ત્યાં ઘણા ભાવનાત્મક દ્રશ્યોને પણ કહાનીમાં પરોવવામાં આવ્યા છે. ખાસ વાત છે કે ફિલ્મ પોતાનુ વચન નિભાવે છે. પ્રશાંત નીલ દ્વારા લખવામાં આવેલી આ કહાની શરુઆતથી અંત સુધી તમને બાંધીને રાખે છે. આ વખતે નિર્દેશકે સંજય દત્ત અને રવીના ટંડન જેવા બે મોટા ચહેરાનો પણ જોડ્યા છે અને બંને ફિલ્મનો મજબૂત પક્ષ રહ્યા. જો કે, સંજય દત્તના કેરેક્ટરનો જે રીતે લાવવામાં આવ્યો તેનાથી થોડી વધુ અપેક્ષા હતી. ફિલ્મના નબળા પક્ષમાં તેની ગતિ છે. અમુક ભાગોમાં ફિલ્મ ખૂબ જ તેજ ગતિથી આગળ વધે છે. વળી, અમુક જગ્યાએ કહાની અટકી જાય છે. ખાસ કરીને ફર્સ્ટ હાફમાં. માટે લંબાઈ વધારે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ એટલો શાનદાર છે કે બધી ભૂલો માફ છે.

ટેકનિકલ પક્ષ

ટેકનિકલ પક્ષ

કેજીએફઃ ચેપ્ટર 2 પોતાના પહેલા પાર્ટથી ઘણા મોટાપાયે બનાવવામાં આવી છે અને ફિલ્મની કહાની તેના સ્કેલ સાથે સંપૂર્ણપણે ન્યાય કરે છે. ખાસ કરીને ફિલ્મના સ્ટંટ સીક્વન્સ વિશેષ ઉલ્લેખને પાત્ર છે. ફિલ્મના એક્શ સીન્સ ભવ્ય દેખાય છે અને તેમાં નાવીન્ય છે. ઉજ્વળ કુલકર્ણીનુ એડિટિંગ સારુ છે પરંતુ અમુક દ્રશ્યો ખૂંચે છે જ્યાં સ્ક્રીન બ્લેક આઉટ થઈ જાય છે. વળી, સિનેમેટોગ્રાફર ભુવન ગૌડા કેજીએફઃ ચેપ્ટર 2ને એક અલગ સ્તરે પહોંચાડી દે છે. રૉકીનો ઈંટ્રો સીક્વન્સ હોય કે ક્લાઈમેક્સની લડાઈ, દરેક સીનને સ્ટાઈલિશ રીતે શૂટ કરવામાં આવ્યો છે.

સંગીત

સંગીત

ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે રવિ બસરુરે કે જે ખૂબ જ શાનદાર છે. કહી શકાય કે ફિલ્મને તે ભવ્ય બનાવે છે. આ ઉપરાંત ફિલ્મમાં ત્રણ ગીતો છે, સુલતાન ઉપરાંત બાકીના ગીતો ધ્યાન આકર્ષિત નથી કરતા અને ક્યાંકને ક્યાંક ફિલ્મની લંબાઈને વધારે છે.

ફિલ્મ જોવી કે ના જોવી

ફિલ્મ જોવી કે ના જોવી

જે દર્શક ફિલ્મોમાં સ્ટાઈલ, એક્શન અને ભારે ભરખમ સંવાદ જોવા માંગતા હોય, તેમના માટે કેજીએફ ચેપ્ટર 2 એક શાનદાર પસંદ હશે. ફિલ્મ તમને ઘણા સીટીમાર સીન્સ આપે છે. ખાસ કરીને ક્લાઈમેક્સ શાનદાર છે. રૉકીની ભૂમિકા નિભાવી રહેલ યશે દમદાર અભિનય કર્યો છે. વળી, સંજય દત્ત અને રવીના ટંડન એક મજબૂત પક્ષ તરીકે રહ્યા. (વન ઈન્ડિયા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર)

English summary
KGF Chapter 2 Film Review: Yash aka Rocky Bhai's world is full of action, emotion, suspense, dialogues and swag. Paisa vasool.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X