• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કી એન્ડ કા ફિલ્મ રિવ્યૂ: બાલ્કીએ ઇન્ટરવલ પછી લોકોને બનાવ્યા ઉલ્લૂ

|

1 એપ્રિલે રીલિઝ થઇ આર. બાલ્કી અને કરિના તથા અર્જૂન કપૂર સ્ટાર્રર ફિલ્મ કી એન્ડ કા. ફિલ્મનું ટેલર જોઇને દર્શકોને આ ફિલ્મ ખૂબ જ અપીલિંગ અને હટકે લાગતી હતી. વળી આ ફિલ્મમાં પહેલી વાર એક અનોખી જોડી એક અનોખા કોન્સેપ્ટ સાથે આવી રહી હતી. જેથી તેણે લોકોમાં સારું એવું આકર્ષણ ઉભું કર્યું હતું. અને લોકો પણ આ ફિલ્મને જોવા બેતાબ હતા.

આ ફિલ્મની સ્ટોરી બે કિરદારોની આસપાસ ફરે છે અર્જૂન કપૂર (કબીર ભણસાલ) અને કિઆ (કરીના કપૂર) કરીના કપૂર માર્કેટિંગ પ્રોફેશનમાં હોય છે અને તે એક મહત્વકાંક્ષી અને કેરિયર ઓરીયેન્ડેટ મહિલા હોય છે જે પોતાના ઘરનો ખર્ચ ઉઠાવે છે. જ્યારે અર્જૂન કપૂર જાણીતા બિઝનેસમેનનો દિકરો હોય છે પણ તે પોતાની માતાની જેમ હાઉસવાઇફ બનવા ઇચ્છતો હોય. ત્યારે નીચેના ફોટોસ્લાઇડરમાં વાંચો કે શું ખરેખરમાં આ ફિલ્મ આર.બાલ્કીની અદ્ધભૂત ફિલ્મોમાંથી એક છે કે પછી એક તેવી ફિલ્મ જેને ખાલી વધુ પડતી હાઇપ આપવામાં આવી છે પણ એટલી ખાસ નથી...

ઇન્ટરવલ પહેલા

ઇન્ટરવલ પહેલા

આ ફિલ્મ ઇન્ટરવલ પહેલા અદ્ધભૂત છે. તેમાં રોમાન્સ છે પ્રેમ છે. મસ્તી છે ઇનસોર્ટ ટેલેરમાં જે બતાવવામાં આવ્યું છે તેવું બધુ જ છે. કિ એટલે કે કિયા (કરીના) મોર્કેટિંગ પ્રોફેશનમાં છે તે કારકિર્દીની ઊંચાઇઓ મેળવી રહી છે. તે એક તેવા છોકરા જોડે લગ્ન કરે છે જેને હાઉસ વાઇફ બનવું છે. તે બન્ને લગ્ન પણ કરે છે

સ્ટોરી

સ્ટોરી

પરંપરાથી હટીને કરીના કપૂર અર્જૂનને મંગળસુત્ર પણ બાંધે. વધુમાં અર્જૂન કપૂર પણ એક ધરેલુ વાઇફની જેમ જ અર્જૂન ઘરનું ધ્યાન રાખે છે. ઘરના તમામ કામ કરે છે. આજુ બાજુની મહિલા સાથે કીટી પાર્ટી કરે છે. ઘરનું ડેકોરેશન પણ બદલી દે છે.

ઇન્ટરવલ બાદ

ઇન્ટરવલ બાદ

પણ ઇન્ટરવલ પછી તેવું લાગવા લાગે છે કે આર.બાલ્કી ભૂલી ગયા છે કે તે લખતા શું હતા? ઇન્ટવલ બાદ ફિલ્મ બહુ ટિપીકલ બની જાય છે અર્જૂન કપૂર કરીનાના કેરેક્ટર પણ શક કરવા લાગે છે. બન્ને વચ્ચે પૈસા મામલે ઝગડા થવા લાગે છે.

નેગેટિવ પાઇન્ટ

નેગેટિવ પાઇન્ટ

આર. બાલ્કીની ફિલ્મોમાં અનેક વાર તેવું થયું છે કે તે નવા કોન્સેપ્ટ સાથે તો આવે છે પણ તેને યોગ્ય રીતે ફિલ્મમાં રજૂ નથી કરી શકતા. આ ફિલ્મમાં પણ તે જ થયું છે. આટલા સારા કોન્સેપ્ટમાં વચ્ચે ઇર્ષા, પૈસાના પ્રશ્નો, પ્રેગનેન્સી ટેસ્ટને લવમેકિંગ દરમિયાન થતા ઝગડા જોઇને તમને થશે કે ક્યાં આ પિક્ચર જોવા આવી ગયા.

પ્લસ પોઇન્ટ

પ્લસ પોઇન્ટ

અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન બન્ને ઓનસ્ક્રીન સરસ લાગે છે. કરીના અને અર્જૂને પણ માપની એક્ટિંગ કરી છે. કરીના થોડી દુબળી પણ સરસ લાગે છે. અર્જૂન પણ ડેમ ક્યૂટ લાગે છે તેના હાઉસવાઇફ અવતારમાં.

ફિલ્મ જોવી કે નહીં

ફિલ્મ જોવી કે નહીં

આ ફિલ્મ વનટાઇમ વોચ ફિલ્મ છે. આ ફિલ્મ વધુ સારી થઇ શકી હોત પણ અફસોસ. જો કે આ વીકમાં કી એન્ડ કા સિવાય કોઇ ફિલ્મ રિલિઝ નથી થઇ માટે તમારી પાસે બહુ ઓપશન નથી.

English summary
Director R. Balki's Ki And Ka starring Kareena Kapoor and Arjun Kapoor is about a couple, breaking the gender stereotypes. Arjun essays the role of a doting but domestic hubby while Kareena Kapoor essays the role of a career oriented, breadwinner of the family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more