For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kill Dil Review : એક વાર તો જોવા જેવી છે આ ફિલ્મ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 નવેમ્બર : કહે છે કે ઇશ્ક અને યુદ્ધમાં બધુ ફૅર છે, પણ જ્યારે ઇશ્ક જ જંગ બની જાય, તો ફૅર-અનફૅરનો ફરક જ મટી જાય છે. કોઇક કાતિલ સાથે જ્યારે હસીનાનો દિલ લાગી જાય, તો દિલનું કિલ થવું તો સ્વાભાવિક જ છે, પણ સવાલ એ ઊભો થાય છે કે આ કિલ દિલના ચક્કરમાં બાકીના કેટલાક લોકો નિશાન બને છે. કંઈક આવુ જ છે આજે રિલીઝ થયેલી કિલ દિલ ફિલ્મ વિશે.

અગાઉ ગુન્ડેમાં ફિલ્મમાં ગુંડા તરીકે નજરે પડી ચુકેલા રણવીર સિંહ કિલ દિલમાં ફરી એક વાર કાતિલ તરીકે દેખાયા છે. પરિણીતી ચોપરા અને રણવીર બૉલીવુડના બે એવા સ્ટાર છે કે જેમના પડદે આવતા જ જોશ આવી જાય છે અને આ જોશમાં જ્યારે ગોવિંદા જેવી મસ્તી જોડાઈ જાય, તો વાત જ શું છે.

વાર્તા

વાર્તા

દેવ અને ટુટુ બંનેને બાળપણથી જ ભૈયાજી (ગોવિંદા) ઉછેરે છે અને બંનેને સીરિયલ કિલર બનાવે છે. દેવ અને ટુટુ એક-બીજાને બહુ પ્રેમ કરે છે. દેવને પરિણીતી ચોપરા સાથે પ્રેમ થઈ જાય છે કે જે ગુનેગારોને સુધારવાનું કામ કરે છે. દેવ પોતાના પ્રેમ માટે ગુનાખોરીની દુનિયા છોડી સારો માણસ બની જાય છે, પણ એક દિવસ પરિણીતીને જાણ થાય છે કે દેવ (રણવીર સિંહ) એક સીરિયલ કિલર છે અને તે તેને છોડી દે છે. તેથી દેવ ફરીથી ભૈયાજી પાસે જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ વખતે તે ભૈયાજી પાસે પાછો જાય છે કે કેમ, તે ગુનાખોરીની દુનિયામાં ફરી સામેલ થાય છે કે કેમ, પરિણીતી ફરીથી તેને પ્રેમ કરે છે કે કેમ, તે તેને ગુનાખોરીની દુનિયામાંથી બહાર કાઢે છે કે કેમ, આ તમામ સવાલોનો જવાબ આપશે કિલ દિલ.

અભિનય

અભિનય

રણવીરે દરેક વખતની જેમ સારો અભિનય કર્યો છે અને લોકોને બહુ એંટરટેન કર્યા છે. અલી ઝફર કંઈ ખાસ ન રહ્યાં, પણ કેટલાક દૃશ્યોમાં તેઓ પણ ઠીકઠાક રહ્યાં. ગોવિંદાએ પણ શ્રેષ્ઠ અભિનય કર્યો છે. જોકે સ્ક્રીન પર તેઓ વધારે દેખાયા નથી.

દિગ્દર્શન

દિગ્દર્શન

દિગ્દર્શનની વાત કરીએ, તો ઘણી ખાણીઓ છે. વાર્તા સારી હતી, પણ પડદે કંડારવામાં ઘણી ભૂલો કરાઈ કે જેથી ફિલ્મ દર્શકો ઉપર ખાસ છાપ નથી થોડતી. ફિલ્મનો અંત પણ એવો હતો કે જેની ઉપર ભરોસો કરવો મુશ્કેલ હતો. એન્ડ કોઈના માટે સરપ્રાઇઝથી ઓછો નથી.

સંગીત

સંગીત

કિલ દિલના ગીતો સારા છે. શંકર અહેસન લૉયની તિગડીએ સારૂ સંગીત આપ્યુ છે.

જોવી કે કેમ?

જોવી કે કેમ?

રણવીર-ગોવિંદા-પરિણીતીની તિગડી છે એટલે ફિલ્મમાં જોવાલાયક કંઇક તો છે જ. જોકે ફિલ્મ એક વખતથી વધુ જોવા જેવી નથી.

English summary
Kill Dil is a story of Dev and Tutu, two best friends. Dev and Tutu played by Ranveer singh and Ali Zafar been brought up by Bhaiya ji played by Govinda. Dev loves Parineeti Chopra and this love story changes the whole story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X