Review : દમદાર છે ક્રિશ 3, પણ સંગીત નબળું!
ફિલ્મ : ક્રિશ 3
નિર્માતા-દિગ્દર્શક : રાકેશ રોશન
કલાકારો : હૃતિક રોશન, પ્રિયંકા ચોપરા, કંગના રાણાવત, વિવેક ઓબેરૉય
અવધિ : 2 કલાક 32 મિનિટ
સ્ટાર્સ : ***
સમીક્ષા : આજે રૂપેરી પડદે દેશના મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક ક્રિશ 3 રિલીઝ થઈ છે. હૃતિક રોશનના ફૅન્સ આતુરતાપૂર્વક આ ફિલ્મની રાહ જોતા હતાં, તો આપને જણાવી દઇએ કે ફૅન્સ જે વસ્તુ માટે હૃતિકનો ઇંતેજાર કરતા હતાં, તે બધુ ફિલ્મ ક્રિશ 3માં જોવા મળશે. હૃતિકની એક્ટિંગ, ડાન્સ, મોહક અંદાજ, વી શેપ બૉડી... તે બધુ કે જેને જોવા માટે દુનિયા આતુર રહે છે.
હૃતિકે પોતાના ટ્રિપલ રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે. તેથી તેઓ બાળકોથી માંડી મોટેરાઓ સુધી બધાને પસંદ આવશે, તો ફિલ્મના સુંદર લોકેશન તથા હૃદયસ્પર્શી સ્ટંટ તથા ગ્રાફિક્સ માટે આપણે નિર્માતા-દિગ્દર્શક રાકેશ રોશનને અભિનંદન પાઠવવા જ પડે, કારણ કે તેમણે પોતાના દર્શકોને મનોરંજિત કરવાનું આખું પૅકેજ બનાવ્યું છે. ફિલ્મ પોતાની બંને સિક્વલ પાર્ટની જેમ શ્રેષ્ઠ છે, પણ ફિલ્મનું બૅકબોન જો કોઈ હોય, તો તે છે ફિલ્મનું કૅરેક્ટર કાલ કે જેને સમ્પૂર્ણ રીતે સાકાર કર્યું છે અભિનેતા વિવેક ઓબેરૉયે અને તેમણે સુંદર રીતે આ રોલ ભજવ્યો છે. ચોક્કસ તેઓને વખાણ મળશે. હી ઇઝ ઍ ગ્રેટ એક્ટર. તે વાતમાં કોઈ શંકા નથી. કોણ જાણે આ એક સારો એક્ટર ક્યાં ખોવાયેલો હતો કે જેને રાકેશ રોશને શોધી કાઢ્યો છે.
કાલ બનેલ વિવેક ઓબેરૉય બાદ ફિલ્મનો જાન છે કંગના રાણાવત કે જેમની એક્ટિંગનું શું કહેવું. સુપર વુમન બની કંગનાએ સાચે જ દિલ જીતી લીધાં છે. ફિલ્મની વાર્તા સારી છે અને કંટાળાજનક નથી, પણ હા ફિલ્મનું સૌથી નબળુ પાસુ જો કોઈ હોય, તો તે છે ફિલ્મનું સંગીત. સંગીતકાર રાજેશ રોશને સરેરાશ કરતાં પણ બેકાર કામ કર્યું છે કે જેથી ફિલ્મ થોડીક નબળી પડે છે.
રહી વાત ફિલ્મના મુખ્ય અભિનેત્રી પ્રિયંકા ચોપરાની, તો તેમની પાસે કરવા માટે વધુ કંઈ હતું જ નહીં, પણ જેટલું હતું, તે તેઓ સારી રીતે કરી શક્યાં છે. પ્રિયંકા ચોપરા ક્રિશ 3 ફિલ્મમાં સેક્સી અને રોમાંટિક લાગે છે. સરવાળે આ વખતે લોકો સામે એક સારી દિવાળી ગિફ્ટ છે ક્રિશ 3 ફિલ્મ કે જેને આખા પરિવાર સાથે આરામથી જોઈ શકાય છે. વનઇન્ડિયા તરફથી ક્રિશ 3 ફિલ્મને 3 સ્ટાર.