• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : તે છેલ્લા પત્તા સાથે જોડાયેલી છે પાખીની જિંદગી : રિવ્યૂ

|
Google Oneindia Gujarati News

રેટિંગ : 3.5/5

મુંબઈ, 5 જુલાઈ : બાળપણમાં આપે એક રાજાની વાર્તા સાંભળી હશે કે જેમાં રાજાનો જાન એક પોપટમાં કેદ હોય છે. રાજાના દુશ્મન તેનો જાન લેવા તે પોપટને શોધે છે, પણ શોધી નથી શકતાં. પછી એક દિવસ એક અજાણી વ્યક્તિ આવી રાજાનો ભરોસો જીતી લે છે અને તે પોપટ અંગે જાણી તેનો જાન લઈ લે છે અને રાજા મરી જાય છે. રણવરી સિંહ તથા સોનાક્ષી સિન્હા અભિનીત ફિલ્મ લુટેરાની વાર્તા પણ કંઇક એવી જ છે કે જેમાં પાખી એટલે કે સોનાક્ષી સિન્હામાં જાન છુપાયેલો છે તેના પિતા એટલે કે જમીનદાર સાહેબનો. પછી એક દિવસ એક અજનબી આવે છે, પાખીનો દિલ જીતે છે અને તેને છોડી જતો રહે છે. લુટેરા ફિલ્મ તેવા લોકો માટે નથી કે જેઓ જિંદગીની ઝડપે ભાગી રહ્યાં છે, પણ આ ફિલ્મ તેમને જ પોતાની સાથે જોડી શકશે કે જેઓ આ ભાગદોડમાં ક્ષણોને રોકી પ્રેમ માટે સમય કાઢવાનું પસંદ કરે છે.

જો એક્ટિંગની વાત કરીએ, તો પાખીના રોલમાં સોનાક્ષીએ સાચે જ જાન નાંખી દીધો છે. એવું લાગ્યું જ નહિં કે સોનાક્ષી સિન્હા આજના યુવતી છે, પણ પાખીના રોલમાં સોના એટલા રુચી ગયાં કે એવું લાગ્યું કે સોનાક્ષી તે જ જમાનાના છે. સોનાક્ષીના મોઢેથી નિકળેલા એક-એક શબ્દ સીધા દિલને સ્પર્શી જાય છે અને દરેક સીનમાં સોનાક્ષીનું પરફેક્શન નજરે પડે છે. સોનાક્ષી સાથે રણવીર સિંહે પણ બહેતરીન એક્ટિંગ કરી છે, પરંતુ જેમ કે સૌને લાગતુ હતું, તેમ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા રણવીર સિંહ સામે બાજી મારી ગયાં છે.

વાર્તા : લુટેરા ફિલ્મમાં સોનાક્ષીએ પાખીનો રોલ કર્યો છે કે જે માનિકપુર ગામે પોતાના પિતા જમીનદાર સાહેબ સાથે રહે છે. પાખીને મિર્ગીની બીમારી છે અને તેના પિતા પાખીને બહુ ચાહે છે. જમીનદાર સાહેબ માટે પાખી તેવી પોપટ છે કે જેમાં તેમનો જાન વસે છે. એક દિવસ ગામમાં વરુણ શ્રીવાસ્તવ (રણવીર સિંહ)ની એન્ટ્રી થાય છે.

આગળની વાર્તા જાણવા સ્લાઇડ્સ ક્લિક કરો :

પાખી-વરુણની મુલાકાત

પાખી-વરુણની મુલાકાત

પાખી ગાડી ચલાવતા શીખતી હોય છે કે સામેથી વરુણ સાયકલ લઈ આવી જાય છે. પાખીની ગાડીથી અથડાઈ પડી જાય છે તે અને પાખી તેને હૉસ્પિટલે લઈ જાય છે. પછી વરુણ બીજા દિવસે પાખીના ઘરે આવે છે. તે જમીનદાર સાહેબને કહે છે કે તે પુરાતત્વ વિભાગમાંથી આવે છે અને ગામની આજુબાજુની જમીન ખોદવા માંગે છે.

જમીનદારને ગમી ગયો વરુણ

જમીનદારને ગમી ગયો વરુણ

જમીનદાર સાહેબ વરુણ ઉપર ભરોસો મૂકી તેને કામ કરવાની મંજૂરી આપી દે છે. વરુણ પોતાનું કામ શરૂ કરી દે છે. બીજી બાજુ પાખી વરુણને પસંદ કરવા લાગે છે અને સાથે જ વરુણ પણ પાખીને ચાહવા લાગે છે, પરંતુ કોઇક વાત છે કે જે વરુણને પાખીથી દૂર રહેવા મજબૂર કરે છે, વરુણ પુરતા પ્રયત્નો કરે છે, પણ પાખીથી દૂર નથી રહી શકતો.

વરુણ-પાખીનું સગપણ

વરુણ-પાખીનું સગપણ

એક દિવસ વરુણ પાખીના પિતા પાસે તેનો હાથ માંગે છે. પાખીના પિતા હા કહી દે છે. બીજી બાજુ વરુણ જમીનદાર સાહેબને વિશ્વાસ અપાવે છે કે જમીનદારી પ્રથા સમાપ્ત થઈ રહી છે અને તેમને મૂરખ બનાવી તેમની તમામ વારસાગત વસ્તુઓ કે જે બહુ મોંઘી હોય છે, તેને વેચાવી દે છે. સગપણના દિવસે સવારે જ વરુણ પોતાના મિત્રો સાથે માનિકપુર છોડી દે છે.

જમીનદારનું મોત

જમીનદારનું મોત

વરુણના ગયા બાદ જમીનદાર સાહેબને ખબર પડે છે કે જે પણ પૈસા તેમને મળ્યા હતાં, તે નકલી હતાં અને વરુણ તેમની વારસાગત વસ્તુઓ તથા અમૂલ્ય મૂર્તિ પણ લઈ જઈ ચુક્યો છે. એક બાજુ પોતાની વસ્તુઓ ચાલી ગયાનો આઘાત અને બીજી બાજુ પુત્રનો દુઃખ સહન નથી કરી શકતાં જમીનદાર સાહેબ અને તેમનું મોત થઈ જાય છે. પાખી બધુ છોડી ડલહૌજી જતી રહી છે અને પોતાની યાદોના સહારે જીવે છે.

પાખી-વરુણનું પુનર્મિલન

પાખી-વરુણનું પુનર્મિલન

વરુણ પણ પાખીને બહુ યાદ કરે છે. એક દિવસ તે પુનઃ ચોરી કરવા નિકળે છે અને ડલહૌજીમાં તે જ ઘરે પહોંચે છે કે જ્યાં પાખી રહે છે. પાખીને ટીબી છે અને તે બહુ બીમાર છે. વરુણની આખી ગૅંગ પકડાઈ જાય છે અને વરુણ એકલો પાખી સાથે તે જ ઘરમાં રહી જાય છે. આગળ શું થાય છે? વરણ અને પાખીની વાર્તા શું અહીં ખતમ થઈ જાય છે? શું છે રહસ્ય તે આખરી પત્તાનું કે જેની સાથે પાખીની જિંદગી જોડાયેલી છે? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા જુઓ લુટેરા.

English summary
Lootera, directed by Vikramaditya Motwani is releasing today. Lootere features Ranveer Singh and Sonakshi Sinha in the leads. Inspired from American author O. Henry's short story The Last Leaf, the movie Lootera is getting positive reviews from viewers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X