For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MovieReview: લખનઉ સેન્ટ્રલનો ફરહાનનો બેન્ડ છે હિટ!

ફરહાન અખ્તર અને ડાયેના પેન્ટીની ફિલ્મ 'લખનઉ સેન્ટ્રલ' રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મ કેદીઓના રિયલ-લાઇફ બેન્ડની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ જોવી કે નહીં? ફિલ્મનો પ્લોટ, રેટિંગ અને રિવ્યુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલ્મ: લખનઉ સેન્ટ્રલ

કાસ્ટ: ફરહાન અખ્તર, ડાયેના પેન્ટી, ગિપ્પી ગરેવાલ, દીપક ડોબરિયાલ, રોનિત રોય

ડાયરેક્ટર: રાણજિત તિવારી

પ્રોડેયુસરર્સ: નિખિલ અડવાણી, મોનિષા અડવાણી, મધુ જી. ભોજવાની, વાયાકોમ 18 મોશન પિક્ચર્સ

લેખક: રણજિત તિવારી, અસીમ અરોરા

શું છે ખાસ? રવિ કિશન

શું છે બકવાસ? ડાયેના પેન્ટીનો રોલ અસ્પષ્ટ છે, ફિલ્મ થોડી વધુ લાંબી છે

કેટલા સ્ટાર? 3

પ્લોટ

પ્લોટ

'શેહેર છોટે હોતે હેં, સપને નહીં' - આ કિશન મોહન ગિરહોત્રા(ફરહાન અખ્તર)નું જીવન સૂત્ર છે. તે મોરાદાબાદનો પ્રતિભાશાળી સિંગર છે, જેનું સપનું પોતાનું લેબલ રેકોર્ડ કરવાનું છે. દુર્ભાગ્યવશ, એક આઇએએસ ઓફિસરના મર્ડરનો ખોટો આરોપ તેની પર લાગે છે અને તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવે છે. આજીવન કેદમાં પણ તેનું મ્યૂઝિક બેન્ડનું સપનું સમાપ્ત નથી થઇ જતું, લખનઉ સેન્ટ્રલ જેલમાં પણ તેને બેન્ડ ખોલવાની એક આશાની કિરણ મળી રહે છે. એક એવી સ્પર્ધા જેમાં જુદા-જુદા સ્ટેટના પ્રિઝનર્સ પોતાના બેન્ડ સાથે પરફોર્મ કરે છે. એનજીઓ વર્કર ગાયત્રી કશ્યપ(ડાયેના પેન્ટી)ની મદદથી કિશન પોતાનું બેન્ડ બનાવે છે, જેમાં તેની સાથે છે વિક્ટર(દીપક ડોબરિયાલ), પંડિતજી(રાજેશ શર્મા), દિક્કત(ઇનામુલહક) અને પરમિન્દર(ગિપ્પી ગરેવાલ). પરંતુ કિશનની ઇચ્છા કંઇક બીજી જ છે.

ડાયરેક્શન

ડાયરેક્શન

ડેબ્યૂ ડાયરેક્ટર રણજિત તિવારી જરા પણ ટાઇમ વેસ્ટ કર્યા વગર પહેલી 15-20 મિનિટમાં જ મેઇન પ્લોટમાં ઝંપલાવે છે. આ ફિલ્મ રિયલ લાઇફ મ્યૂઝિક બેન્ડ 'હીલિંગ હાર્ટ્સ' પરથી પ્રેરિત છે, જે આદર્શ કારગર જેલના કેદીઓએ બનાવ્યું હતું. યશરાજની ફિલ્મ 'કેદી બેન્ડ', જે ગત અઠવાડિયે જ રિલીઝ થઇ હતી, તેના અને આ ફિલ્મના કેટલાક સિનમાં ખાસી સમાનતા જોવા મળે છે. જો કે, આ ફિલ્મની વાર્તાનો અલગ જ ચાર્મ છે, દર્શકોને સતત એ જાણવાની ઇચ્છા રહે છે કે આગળ શું થશે. પરંતુ કેટલીક જગ્યાએ ફિલ્મ કારણ વગર ખૂબ ખેંચવામાં આવી છે અને કેટલાક સિન્સ ફિલ્મની વાર્તામાં ફિટ નથી બેસતા.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

ફરહાન અખ્તરની એક્ટિંગ સુંદર છે, તેણે નાના શહેરના યુવકની રીતભાતો ખૂબ સારી રીતે પચાવી છે. જો કે, ભાંગ્યુ-તૂટ્યું ઇંગ્લિશ બોલવામાં તે માર ખાઇ ગયો છે, અમુક સિનમાં તેની નાના શહેરના યુવકની માફક અંગ્રેજી બોલવાની લઢણ જોઇએ એટલી અસર ઉપજાવી શકી નથી. રોનિત રોય અને રવિ કિશન આ પ્લોટમાં થોડું હાસ્ય ઉમેરવામાં સફળ થયા છે. ડાયેના પેન્ટીનો રોલ ખાસ દમદાર નથી અને આ કારણે તે અસર ઉપજાવવામાં નિષ્ફળ રહી છે

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

તુષાર કાન્તિ રેએ કેદીઓના જીવનની ઝાંખી દર્શાવવા માટે ડાર્ક પેલેટનો ઉપયોગ કર્યો છે. ચારુ શ્રી રોયનું એડિટિંગ થોડું વધારે શાર્પ હોત તો ફિલ્મ વધુ મજેદાર બની હોત. આ ફિલ્મ મ્યૂઝિકની થીમ પર આધારિત હોવા છતાં પણ તેમાં મ્યૂઝિકના મેજિકનો અભાવ છે. 'કાવન કાવન' સોંગ સિવાયનું કોઇ ગીત ભાગ્યે જ દર્શકોને યાદ રહેશે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મમાં કેટલીક ખામીઓ છે, આમ છતાં પોતાના સપના પૂરા કરવાની લડાઇ માટે પડકારો સામે ઝઝૂમતા યુવકની વાર્તા એક વાર ચોક્કસ જોઇ શકાય.

English summary
Lucknow Central movie review in Gujarati. Read story, plot and ratings of the latest movie Lucknow Central in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X