• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફિલ્મ રિવ્યૂ: શું ફિલ્મ મેં ઔર ચાર્લ્સ જોવા લાયક છે? જાણો અહીં

|

મેં ઔર ચાર્લ્સ, રણદિપ હુડ્ડા અને રિચા ચંદ્રાની આ ફિલ્મ એક રીતે ડાયરેક્ટર પરવલ રમનની કમબેક ફિલ્મ છે. નોંધનીય છે કે આ પહેલા રમને ડરના મના હૈ જેવી હિટ હોરર ફિલ્મ બનાવી હતી. તે બાદ તેણે ડાર્લિંગ ફિલ્મનું પણ નિર્દેશન કર્યું હતું પણ તે એટલું સફળ નહતું રહ્યું. જો કે ફિલ્મ મેં ઔર ચાર્લ્સમાં તેણે ફરી સારું નિર્દેશન કરી દર્શકોના મન પર પોતાની એક આગવી છાપ છોડવામાં સફળ રહ્યા છે.

આ ફિલ્મના હિરો એવા રણદિપ હુડ્ડાએ કહ્યું હતું કે આ ફિલ્મમાં સિરીયસ કિલર ચાર્લ્સ શોભરાજ જીવનને બની શકે તેટલા નજીકથી બતાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આ ફિલ્મની સ્ટોરી અમોદ કાંતના દ્રષ્ટિકોણથી બતાવામાં આવી છે. આ જાણીતા પોલિસ અધિકારીએ ચાર્લ્સ શોભરાજને પકડવા માટે જહેમત કરી હતી. અને તે દરમિયાન તેની સાથે કેવા કેવી ધટનાઓ બની તે આ હત્યારા સુધી કેવી રીતે પહોંચી શક્યો તે વાત આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.

નોંધનીય છે કે આ ફિલ્મ ભારતના સૌથી વધુ પ્રસિદ્ધ પામનાર સિરીયલ કિલર ચાર્લ્સ શોભરાજના જીવન પર આધારીત છે. વર્ષ 1980માં તેણે અનેક મહિલાઓની હત્યા કરી હતી. અને તેને બિકની કિલર અને સ્પ્રિટીંગ કિલરનું ઉપનામ પણ મળ્યું છે. ત્યારે ભારત અને વિયેટનામના મૂળ ધરાવતા આ હત્યારા પર બનેલી ફિલ્મ મેં ઔર ચાર્લ્સ કેવી છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં

સ્ટોરી

સ્ટોરી

ધ સર્પન્ટ, બિકની કિલર અને ધ સ્પિટિંગ કિલર નામે ઓળખાતા ફ્રેંચ સિરીયલ કિલર ચાર્લ્સ શોભરાજના જીવનને આ ફિલ્મમાં બતાવામાં આવ્યું છે. નેપાળ, થાયલેન્ડ અને ભારતમાં તેની લક્ઝરી લાઇફ સ્ટાઇલને આ ફિલ્મમાં બતાવામાં આવ્યો છે.

સ્ટોરી

સ્ટોરી

જો કે આ સમગ્ર વાર્તા પોલિસ અધિકારી અમોદ કાંતના દ્રષ્ટિકોણથી બતાવામાં આવી છે. સાથે તે કેવી રીતે ચાર્લ્સ કેવી રીતે જેલ તોડીને ભાગે છે. કેવી રીતે તે એક વકીલ (રીચા ચડ્ડા)ના પ્રેમમાં પડે છે. અને સાથે જ લંડનના ડ્રગ ડિલર રોબર્ટ (એલેક્સ ઓ નીલ) સાથે તેના સંબંધો રહ્યા હતા તે આ ફિલ્મમાં બતાવામાં આવ્યું છે.

અભિનય- રણદિપ હુડ્ડા

અભિનય- રણદિપ હુડ્ડા

આ ફિલ્મમાં ધ સર્પ્ન્ટ ચાર્લ્સ તરીકે રણદિપ હુડ્ડાએ પોતાનો રોલ સરસ રીતે નિભાવ્યો છે. વાત હોય પ્રેમની કે મર્ડર કરવાની કે પછી વિયેટનામ એક્સેન્ટની તમામ વાતોમાં રણદીપ તેની મહેનત અને ફ્લોલેસ પર્ફોર્મન્સ બતાવ્યું છે.

આદિલ હુસેન

આદિલ હુસેન

પોલિસ અધિકારી, અમોદ કાંત તરીકે આદિલ હુસેનની અદાકારી પણ ખરેખરમાં વખાણવા લાયક છે જ્યારે તેની પત્ની (તિશ્તા ચોપડા) પણ ચાર્લ્સથી ઇમ્રેસ થઇ જાય છે અને મીડિયા પણ ચાર્લ્સને એક સેલેબ્રિટી તરીકે જોવા લાગે છે ત્યારે અમોદ જે રીતે તેની પત્ની પર પોતાનો ગુસ્સો ઉતારે છે તે સીન ખરેખરમાં વખાણવા લાયક છે.

રિચા ચડ્ડા

રિચા ચડ્ડા

જો કે વર્ષ 1896માં ચાર્લ્સ શોભરાજને ફેસમ કરનારી અને તેના પ્રેમમાં પડનારી ક્રિમિનલ લો વિદ્યાર્થીની તરીકે મીરાનો રોલ ભજવનાર રિચા ચડ્ડાનો અભિનય ઓકે ઓકે છે.

મીરા કિરમી

મીરા કિરમી

બિગ બોસ 9ની પ્રતિસ્પર્ધી તેવી મીરા કિરમીએ પણ આ ફિલ્મમાં એક રોલ કર્યો છે. જો કે તેની એક્ટિંગ અને રોલ આ ફિલ્મમાં કંઇ ખાસ નથી.

અભિનય

અભિનય

ત્યારે પોલિસ ઓફિસરની પત્ની તરીકે તિસ્તા ચોપરા તેનો રોલ સારી રીતે નીભાવ્યો છે. સાથે જ ગોવામાં પહેલી વાર ચાર્લ્સને પકડનાર પહેલા પોલિસ અધિકારી તરીકે નંદુ માધવ પણ પોતાનો રોલ સારી રીતે નીભાવ્યો છે.

ખામીઓ

ખામીઓ

આ ફિલ્મનો સ્ક્રીન પ્લે નબળો છે. અમુક સીન તેવા છે કે દર્શકો પોતે મૂંઝવણમાં પડી જાય છે કે આખરી સ્ટોરી કંઇ દિશામાં જઇ રહી છે. આ ફિલ્મ એક બોયોગ્રાફી ફિલ્મ છે અને તેની સ્ક્રિપ્ટ વધુ સારી હોવી જોઇતી હતી.

જોવી કે ના જોવી

જોવી કે ના જોવી

જો કે આ ફિલ્મ બ્રાયોગ્રાફીની દ્રષ્ટ્રિ થોડીક ભમરાવે તેવી છે. પણ તેમ છતાં જો તમે બિકની કિલર ચાર્લ્સ શોભરાજ વિષે જાણવા માંગતા હોવ તો તમે આ ફિલ્મ એક વાર તો જોઇ જ શકો છો.

English summary
Main Aur Charles starring Randeep Hooda and Richa Chadha is a comeback of sorts for the director Parwaal Raman who made his debut in direction with Darna Marna Hai but later lost focus with Darling. The story is from the point of view of Amod Kanth, the reputed cop who chased Charles Sobhraj and the events that unfolded during his time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more