"માંઝી ધ માઉન્ટ મેન" ફિલ્મ રિવ્યૂ- જોરદાર, જબરદસ્ત, મસ્ટ વોચ!
કોણ કહે છે આકાશમાં કાણું પાડવું અશક્ય છે
કદી પૂરી તાકાત લગાવીને એક પથ્થર તો ફેંકી જુઓ....
ધણીવાર આવી જ કેટલીક પંક્તિઓનો લોકોને આશાવાદી બનાવે છે. પણ માંજી એક તેવી ફિલ્મ છે જે આવી પંક્તિઓ પર વિશ્વાસ કરવા મજબૂર કરે છે. માંજી એક રિયલ લાઇફ હિરોની સ્ટોરી છે. જેમાં એક વ્યક્તિ પહાડ કાપીને એક રસ્તો બનાવે છે. અને એક ગામને પ્રેરણા આપતો જાય છે કે અશક્ય કંશું જ નથી.
કિક, બજરંગી ભાઇજાન જેવી કમર્શ્યલી સક્સેસ ફિલ્મો આપનાર નવાજુદ્દીન સિદ્દિકી માંજીમાં પોતાની એક્ટિંગનો જે જોહર બતાવ્યો છે તે ખરેખરમાં વખાણવા લાયક છે.
માંઝી ફિલ્મ એક મસ્ટ વોચ ફિલ્મ છે. આ ફિલ્મને અમે 4.5 સ્ટાર આપ્યા છે. વધુમાં આ એક તેવી ફિલ્મ છે જે ભારતના દરેક કોમન મેન જોવી જ રહી. આ ફિલ્મ સુંદર અને મનને ગમી જાય તેવી ઇમોશનલ ફિલ્મ છે. તો આ ફિલ્મના રિવ્યૂ અને અન્ય પહેલૂને જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સ્ટોરી
દશરથ (નવાઝુદ્દીન)ના પિતા ગામના જમીનદારને ત્યાં કામ કરતા બંધુઆ મજૂર હોય છે. દશરથ ત્યાં કામ કરવા નથી ઇચ્છતો માટે તે ત્યાંથી ભાગી જાય છે અને વર્ષો પછી પાછો આવે છે. તેના લગ્ન નાનપણમાં ફગુનિયા (રાધિકા આપ્ટે)થી થયા હોય છે. તે પાછો આવીને તેને ભગાઇ જાય છે. ફગુનિયા માં બનવાના પહેલા પહાડથી પડી જાય છે અને તેને શહેર લઇ જતા પહેલા તે મરી જાય છે. ત્યારે દશરથ નિર્ણય લે છે કે તે આ પહાડને કાપીને રસ્તો બનાવશે. જેથી અન્ય કોઇ વ્યક્તિ જોડે આવું ના થાય.

અભિનય
નવાજુદ્દીન સિદ્દિકીનો અભિનય અદ્દભૂત છે. તેણે આ પાત્રમાં પ્રાણ ફૂંકી દીધા છે. રાધિકા આપ્ટે પણ તેનો નાનકડો રોલ સરસ રીતે નિભાવ્યો છે. તેમનો અભિનય આ ફિલ્મની યુએસપી છે.

નિર્દેશન
કેતન મહેતાની આ ફિલ્મમાં નિર્દેશનમાં ભૂલ નીકાળવી અશ્કય બની જાય છે અને જે નાની નાની ભૂલો છે પણ તે ફિલ્મ સામે ખૂબ નાની છે.

સંગીત
માંઝીમાં બે-ત્રણ ગીતો છે. ગીતો ફિલ્મની સ્ટોરીને અનુરૂપ અને સારા છે.

લોકેશન
આ ફિલ્મની આખી સ્ટોરી એક ગામની આગળ પાછળ ફરે છે. લોકેશનને સારી રીતે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

ડાયલોગ
આ ફિલ્મમાં અનેક તેવા ડાયલોગ છે જે તમારા હદયને સ્પર્શી જશે. ફિલ્મના ડાયલોગ મોટિવેશનલ અને ઇન્સપાયરલ છે. જેમ કે ભગવાનની ભરોસે ના બેસો શું ખબર ભગવાન તમારા ભરોસે બેઠો હોય.

મસ્ટ વોચ
ભલે તમને આર્ટ ટાઇપની ફિલ્મ જોવી ના ગમતી હોય. ભલે તમે એક્શન કે કોમેડીના ફેન હોવ તેમ છતાં આ એક તેવી ફિલ્મ છે જે એક વાર તો જોવી જ જોઇએ. આ ફિલ્મને અમે 4.5 સ્ટાર્સ આપ્યા છે.