રિવ્યૂ : ભારતીય દર્શકોને ગળે ઉતરવી અઘરી છે મિસ લવલી!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 18 જાન્યુઆરી : બૉલીવુડ ફિલ્મોની પૃષ્ઠભૂમિમાં અચાનક એટલો બધો ફેરફાર આવ્યો છે કે આજકાલ ફિલ્મો જોવા જતા પહેલા લોકોએ સારી રીતે જાણી લેવુ જોઇએ કે આખરે ફિલ્મ છે કેવી? ક્યાંક થિયેટરમાં પહોંચ્યા બાદ એવું તો નહીં અનુભવાય કે ભૂલથી તમે કોઈ એડલ્ટ ફિલ્મ જોવા પહોંચી ગયા છો અને તે પણ પરિવાર સાથે. મિસ લવલી પણ કંઇક એવી જ ફિલ્મ છે કે જેને જોવા જતા પહેલા આપે તૈયાર થઈને જવું પડશે કે આપ એક એડલ્ટ ફિલ્મ જોવા જઈ રહ્યા છો. ફિલ્મ જોયા બાદ લોકોના રિએક્શન બહુ જુદા-જુદા હતાં. કેટલાંક તો પોતાના ચહેરા છુપાવીને થિયેટરમાંથી નિકળતા હતાં, કારણ કે તેમને ભય હતો કે તેમની મુલાકાત મિસ લવલી જોઈને બહાર આવતી વખતે કોઇક ઓળખીતા સાથે ન થઈ જાય.

મિસ લવલી ફિલ્મની સૌથી લવલી બાબત છે ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીનું પરફૉર્મન્સ. ફિલ્મમાં નવાઝુદ્દીને શ્રેષ્ઠ પરફૉર્મન્સ આપ્યું છે. મિસ લવલીની વાર્તા બે ભાઇઓની આજુબાજુ ફરે છે. વિક્કી (અનિલ જ્યૉર્જ) અને સોનૂ (નવાઝુદ્દીન સિદ્દીકી) બે ભાઇઓ છે. વિક્કી બહુ અમીર બનવા માંગે છે અને ઇચ્છે છે કે તે કાયમ મોટા-મોટા લોકો સાથે રહે. તે માટે તે પોર્ન ફિલ્મોમાં રોકાણ કરવાનું વિચારે છે. બીજી બાજુ સોનૂ પણ ફિલ્મો બનાવવાના વ્યવસાયમાં જવા માંગે છે, પણ તે કેટલીક પારિવારિક અને રોમાંટિક ફિલ્મો બનાવવા માંગે છે. દરમિયાન સોનૂની મુલાકાત એક સી ગ્રેડ અભિનેત્રી પિંકી (નિહારિકા સિંહ) સાથે થાય છે. સોનૂ પિંકીને પ્રેમ કરવા લાગે છે અને તેની સાથે ફિલ્મ બનાવવાનું વિચારે છે, પણ વિક્કીના મગજમાં કંઇક બીજી જ ખિચડી રંધાતી હોય છે. હવે શું સોનૂ પિંકી સાથે મળી એક પારિવારિક ફિલ્મ બનાવે છે? અને વિક્કી પોતાના સપના સાચા કરવા કઈ હદે જાય છે? જાણવા માટે આપે મિસ લવલી ફિલ્મ જોવી જ રહી.

આવો તસવીરો સાથે જાણીએ મિસ લવલી ફિલ્મના કેટલાંક બીજા પાસાઓ :

બહેતરીન દિગ્દર્શન

બહેતરીન દિગ્દર્શન

મિસ લવલી ફિલ્મનું દિગ્દર્શન ખૂબ જ બહેતરીન છે. વાર્તા કસાયેલી છે અને ખૂબ જ સરળતાપૂર્વક આગળ ધપે છે. દિગ્દર્શનમાં કોઈ જ પ્રકારનું કટ કે ઉણપ દેખાતી નથી.

નવાઝ સૌથી લવલી

નવાઝ સૌથી લવલી

મિસ લવલી ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ ખૂબ જ બહેતરીન છે. તેમની એક્ટિંગ જોતા લાગે છે કે આ ફિલ્મ માત્ર નવાઝુદ્દીના ખભે જ બૉક્સ ઑફિસે ટકી શકે છે.

સી ગ્રેડ ફિલ્મ

સી ગ્રેડ ફિલ્મ

મિસ લવલી એક સી ગ્રેડ ફિલ્મ જેમ છે. જે દર્શકો જોવા પહોંચ્યાં, તેમણે એવુ લાગ્યું કે તેઓ કોઈ એડલ્ટ ફિલ્મ જોવા પહોંચી ગયા હોય. જોકે આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારે વખાણ મળ્યાં છે, પરંતુ ભારતીય દર્શકો માટે આ એક જુદો અનુભવ છે.

બ્લર સેક્સ સીન્સ

બ્લર સેક્સ સીન્સ

મિસ લવલીમાં જે પણ સેક્સ સીન્સ કે પોર્ન સીન્લ છે, તે બ્લર છે. હવે આવું કૅમેરો હલતા થયું છે કે પછી જાણીજોઈને સેંસર બોર્ડ માટે આવું કરાયું છે, તે સમજાતું નથી.

નિહારિકા નિષ્પ્રાણ

નિહારિકા નિષ્પ્રાણ

ફિલ્મની અભિનેત્રી નિહારિકા સિંહની આ પ્રથમ ફિલ્મ હતી, પરંતુ તેઓએ કોઈ ખાસ છાપ છોડી નથી. નિહારિકાએ જો ઇન્ડસ્ટ્રીમાં પોતાને જાળવી રાખવા હોય, તો પોતાની એક્ટિંગ ઉપર વધુ કામ કરવાની જરૂર છે.

English summary
Miss Lovely looks almost like a C Grade movie. Nawazuddin Siddiqui has done a great job and Nihartika looks so dull in movie. Miss Lovely move got so much praise on International level but for Indian Box Office it was something new.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.