• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Movie Review: ઇમોશન અને થ્રિલનું પરફેક્ટ મિશ્રણ છે 'મોમ'

By Shachi
|

ફિલ્મ: 'મોમ'

સ્ટારકાસ્ટ: શ્રીદેવી, નાવઝુદ્દીન સિદ્દીકી, અક્ષય ખન્ના, સાજલ અલીસ અધનાન સિદ્દીકી, અભિમન્યુ સિંહ

ડાયરેક્ટર: રવિ ઉદ્યાવર

પ્રોડ્યૂસર: બોની કપૂર, સુનીલ મંનચંદા, નરેશ અગ્રવાલ, મુકેશ તલરેજા, ગૌતમ જૈન

લેખક: રવિ ઉદ્યાવર, ગિરિશ કોહલી, કોના વેંકટ રાઓ

પ્લસ પોઇન્ટ: પર્ફોમન્સ, ડાયરેક્શન

માઇનસ પોઇન્ટ: અમુક સિનમાં વાર્તાની પકડ જળવાતી નથી

સ્ટાર: 3.5

પ્લોટ

પ્લોટ

દેવકી(શ્રીદેવી) એક સ્કૂલમાં બાયોલોજીની ટીચર છે. ફિલ્મની શરૂઆત થાય છે, બાયોલોજીના ક્લાસથી. આ ક્લાસ દરમિયાન અચાનક જ આર્યા(સાજલ અલી)નો મોબાઇલ ફોન રણકે છે, દેવકી મોબાઇલ સ્ક્રિન પર એ જ ક્લાસમાં ભણતા એક યુવકનું નામ જુએ છે. તે એ યુવક પાસે પહોંચી તેનો ફોન બારીમાંથી બહાર ફેંકી દે છે. ત્યાર બાદ તરત દેવકીના ઘરનું દ્રષ્ય શરૂ થાય છે. જ્યાં દર્શકોને જાણવા મળે છે કે, આર્યા દેવકીની સાવકી પુત્રી છે. આર્યા ઘરમાં પણ દેવકીને 'મેમ' કહીને જ સંબોધે છે. આર્યા દેવકીને પોતાની 'મોમ' તરીકે સ્વીકારવા તૈયાર નથી. આમ છતાં, દેવકી સતત પોતાના અને આર્યાના સંબંધો સુધારવાના પ્રયાસો કરતી રહે છે. આર્યા તેના પિતા આનંદ(અદનાન સિદ્દીકી)ની ઘણી નજીક છે.

પ્લોટ

પ્લોટ

વેલેન્ટાઇન્સ ડેના દિવસે આર્યા સ્કૂલના મિત્રો સાથે દિલ્હીના ફાર્મહાઉસમાં પાર્ટીમાં પહોંચે છે. પાર્ટી બાદ આર્યા કેબ લઇ ઘરે પહોંચવાની હોય છે. પરંતુ એની જગ્યાએ બીજે દિવસે સવારે આર્યા એક ખાડીમાંથી ક્રૂર હાલતમાં મળી આવે છે. આર્યાની સારવાર, કોર્ટ કેસ, ગુનેગારોનું કોર્ટમાંથી દેષમુક્ત છુટી જવું; આ તમામ ઘટનાક્રમ બાદ વાર્તા ખરો વળાંક લે છે. આર્યાના ટ્રોમાથી પરિચિત દેવકી તેની મદદ કરવાનું નક્કી કરે છે. આ માટે તે એક પ્રાઇવેટ ડિડેક્ટિવ દયાશંકર કપૂર(ડીકે)ની મદદ લે છે. ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટર મેથ્યૂ ફ્રાન્સિસ(અક્ષય ખન્ના) પણ આ કેસ પર પૂરી નજર રાખીને બેઠા છે. શું દેવકી આર્યાને ન્યાય અપાવવામાં સફળ થાય છે?

ડાયરેક્શન

ડાયરેક્શન

'મોમ' સાથે જ ડાયરેક્ટર રવિ ઉદ્યાવરે બોલિવૂડમાં વખાણવા યોગ્ય ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં વિવિડ કલર્સ અને સિનેમેટિક શોટ્સ ખરેખર શાનદાર છે. 'મોમ'ની સ્ટોરીથી તમને થોડા મહિના પહેલાં જ રિલીઝ થયેલ રવિના ટંડનની ફિલ્મ 'માતૃ' આવી જશે. બંન્ને ફિલ્મોનું નામ પણ સરખું જ છે. પરંતુ આ ફિલ્મમાં રવિ વાર્તાને વધુ સારી અને અસરકારક રજૂઆત કરી શક્યા છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

આ ફિલ્મ સાથે જ શ્રીદેવીએ બોલિવૂડમાં 300 ફિલ્મોનો આંકડો પૂર્ણ કર્યો છે. ફિલ્મમાં શ્રીદેવી પડદા પર છવાઇ જાય છે. શ્રીદેવીની એક્ટિંગ ખરેખર લાજવાબ છે. આ ફિલ્મ સંપૂર્ણપણે શ્રીદેવીની જ ફિલ્મ છે. નવાઝુદ્દીન સિદ્દીકી પણ હંમશની માફક લાજવાબ છે. શ્રીદેવી અને નવાઝુદ્દીનના સિન ફિલ્મના સૌથી શ્રેષ્ઠ સિન છે. આ ગંભીર ફિલ્મમાં પોતાના વન-લાઇનર્સ અને હ્યમુર થકી નવાઝુદ્દીને જીવ પૂર્યો છે. શ્રીદેવી અને નવાઝુદ્દીન વચ્ચે અક્ષય ખન્નાને ઝાઝુ કંઇ કરવાની તક નથી મળી. આમ છતાં, રફ એન્ડ ટફ પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં અક્ષય લોકોના મન પર એક છાપ છોડવામાં ચોક્ક્સ સફળ થયા છે. સાજલ અલીએ પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે. આર્યાના પાત્રનું દુઃખ, પીડા, ગુસ્સો તે ખૂબ સારી રીતે પડદા પર રજૂ કરી શકી છે.

ટેક્નિકલ પોઇન્ટ્સ, મ્યૂઝિક

ટેક્નિકલ પોઇન્ટ્સ, મ્યૂઝિક

ગિરિશ કોહલીએ આ ફિલ્મ માટે ટાઇટ સ્ક્રિનપ્લે તૈયાર કર્યો છે, પરંતુ અમુક સિનમાં વાર્તા પકડ ગુમાવે છે. અનય ગોસ્વામીને સિનેમેટોગ્રાફી ખૂબ સરસ છે અને મોનિષા બલદાવાએ પણ શાર્પ એટિડિંગ કર્યું છે. ફિલ્મમાં ગીતો માટે ખાસ જગ્યા નથી. એ.આર.રહેમાને આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક તૈયાર કર્યું છે, જે 'મોમ'ની વાર્તાને વધુ પાવરફુલ બનાવે છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

'મોમ' એ માત્ર વેર વાળવાની વાત નથી, આ ફિલ્મમાં માતાનો પોતાના બાળક પ્રત્યેનો બિનશરતી અને ઊંડો પ્રેમ ખૂબ સરસ રીતે દર્શાવાયો છે. રેગ્યુલર બોલિવૂડ મસાલા ફિલ્મો કરતાં કંઇક અલગ જોવાની ઇચ્છા હોય તો, 'મોમ' ચોક્કસ એક પૈસા-વસૂલ ફિલ્મ છે.

English summary
Mom movie review is here. Directed by Ravi Udyawar featuring Sridevi, Nawazuddin Siddiqui, Akshaye Khanna; read on to know how the movie is!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more