For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Movie Review: બિન્દાસ લવસ્ટોરી 'બેફિકરે'

આદિત્ય ચોપરાની નવી ફિલ્મ બેફિકરે આજે રિલિઝ થઇ ગઇ છે. રણવીર અને વાનીની આ લવસ્ટોરી જોવી કે નહીં અને કે એ જાણવા માટે વાંચતા રહો..

|
Google Oneindia Gujarati News

વાની કપૂર અને રણવીર સિંહની ફિલ્મ બેફિકરે થિયેટરમાં રિલિઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં વાની અને રણવીરના અનેક કિસિંગ સિન છે. ફિલ્મ બોલ્ડ ડાયલોગ્સ અને સિનથી ભરપૂર છે. લાંબા સમય બાદ આદિત્ય ચોપરા લવ-સ્ટોરીના ટિપિકલ ટોપિક સાથે ડિરેક્ટરના રોલમાં પાછા ફર્યા છે, પરંતુ આ લવસ્ટોરીનો કોન્સેપ્ટ જરા અલગ છે. રણવીર સિંહ અને વાની કપૂરની કેમેસ્ટ્રી સુપર હોટ છે અને ફિલ્મ સંપૂર્ણપણે યુવાવર્ગને ટાર્ગેટ કરે છે. આ ફિલ્મ શા માટે જોવા લાયક છે એ જાણો અહીં.

બેફિકરે

બેફિકરે

રણવીર સિંહ અને વાની કપૂરની ફિલ્મ તેમના અનેક બોલ્ડ સિન અને કિસિંગ સિનને લઇને પહેલેથી જ ચર્ચામાં રહી છે. રણવીર સિંહ બાજીરાવ મસ્તાની બાદ ફરી એકવાર પોતાના કૂલ અને બોલ્ડ અંદાજમાં જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ વાની પાસે બોલિવૂડમાં પગ જમાવવાની આ સોનેરી તક છે એમ કહી શકાય. આદિત્ય ચોપરાનું પોલિશ્ડ ડિરેક્શન અને પેરિસના બ્યૂટીફુલ સિન સાથે આ ફિલ્મ પરફેક્ટ કન્ટેમ્પરરી લવસ્ટોરી બની રહેશે એવી લોકોને આશા હતી, પરંતુ ફિલ્મનો સેકન્ડ હાફ થોડો નબળો પડે છે.

ફિલ્મનો પ્લોટ

ફિલ્મનો પ્લોટ

આ ફિલ્મમાં રણવીર ધરમ નામના સ્ટેન્ડઅપ કોમેડિયનના રોલમાં છે, જે દિલ્હીથી પેરિસ ધમાલ-મસ્તી કરવા જ આવ્યો હોય છે. તો વાની શાયરા નામની બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ ટુર ગાઇડના રોલમાં છે. રિલેશનશિપ અને બ્રેકઅપથી કંટાળેલી શાયરા નો-રિલેશનશિપ મોડમાં ધરમ સાથે એક કેઝ્યૂઅલ અને કેર-ફ્રી રિલેશનની શરૂઆત કરે છે, વાર્તા પ્રેડિક્ટેબલ છે પરંતુ વાર્તાનો ઘટનાક્રમ એમને કઇ પરિસ્થિતિમાં લાવીને મૂકે છે એ જોવું રસપ્રદ છે. ફિલ્મનું નામ તેની વાર્તાને બરાબર અનુરૂપ છે, બેફિકરે. ફિલ્મની વાર્તા અલગ રીતે રજૂ કરવાનો ભરપૂર પ્રયાસ થયો છે, પરંતુ કેટલેક અંશે આ પ્રયાસ નિષ્ફળ ગયો છે. વાની અને રણવીર સિરિયસ રિલેશનશિપમાં ન પડવાના હેતુ સાથે એક કેર-ફ્રી રિલેશનશિપની શરૂઆત તો કરે છે, પરંતુ છેલ્લે તેમને રિયલાઇઝ થાય છે કે એ બંન્ને એકબીજા માટે પરફેક્ટ છે.

ફ્રેશ જોડીની ફ્રેશ લવ-સ્ટોરી

ફ્રેશ જોડીની ફ્રેશ લવ-સ્ટોરી

હંમેશની જેમ આદિત્ય ચોપરા જરા અલગ અને ભરપૂર ડ્રામાવાળી સ્ટોરી લઇ આવ્યા છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ એન્ટરટેઇનિંગ છે. ભૂતકાળ અને વર્તમાન એમ બે વાર્તાઓ સાથે સાથે ચાલે છે. વાની અને રણવીરની જોડી પણ ફ્રેશ છે અને બંન્નેની ઓન-સ્ક્રિન કેમેસ્ટ્રિ સુપર હોટ છે. યુવાવર્ગને ટાર્ગેટ કરીને બનાવાયેલી આ ફિલ્મ રોમ-કોમ અને ઇન્ટેન્સ લવ સ્ટોરી બંન્ને છે. રણવીરની એક્ટિંગ અને અમુક સિનમાં તેના હાવભાવ ખરેખર વખાણવા લાયક છે, વાનીએ પણ રણવીરના એનર્જી લેવલ સાથે તાલ મિલાવવાની પૂરી કોશિશ કરી છે.

ટેકનિકલ પોઇન્ટ્સ

ટેકનિકલ પોઇન્ટ્સ

આ ફિલ્મના પોસ્ટર અને મ્યૂઝિકે પહેલા જ ફિલ્મ માટેની લોકોની આશા ડબલ કરી દીધી હતી. વિશાલ-શેખરનું મેલોડિયસ મ્યૂઝિક ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. આ ફિલ્મના નશે સી ચડ ગઇ અને ઉડે દિલ બેફિકરે ઓલરેડી હિટ સોન્ગ લિસ્ટમાં છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ ક્લાસિક છે, પેરિસના સુંદર અને ભાગ્યે જ જોવા મળતાં વિઝ્યૂઅલ્સને સંપૂર્ણ ન્યાય મળ્યો છે. બેફિકરે અત્યાર સુધીની સૌથી બોલ્ડ સિન ફિલ્મ છે, આદિત્ય ચોપરાએ આ ફિલ્મ કમફર્ટ ઝોનમાં રહીને ફિલ્મ બનાવવામાં ઘણે અંશે સફળ રહ્યાં છે.

English summary
Movie review of bollywood film Befikre in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X