For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FilmReview:લાલી કી શાદી મેં લડ્ડૂ દિવાના,મગજ શાંત રાખી જોવી

મનીષ હરિશંકરની ફિલ્મ લાલી કી શાદી મે લડ્ડૂ દિવાના રિલિઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં અક્ષરા હાસન સાથે નસીરૂદ્દીનના પુત્ર વિવાન શાહ અને ગુરમીત ચૌધરી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલ્મ - લાલી કી શાદી મેં લડ્ડૂ દીવાના

સ્ટાર કાસ્ટ - અક્ષરા હસન, વિવાન શાહ, ગુરમીત ચૌધરી, કવિતા વર્મા

ડાયરેક્ટર - મનીશ હરિશંકર

પ્રોડ્યૂસર - ટીપી અગ્રવાલ, રાહુલ અગ્રવાલ

લેખક - મનીષ હરિશંકર

પ્લસ પોઇન્ટ - ફિલ્મના લોકેશન્સ

માઇનસ પોઇન્ટ - સ્ક્રિનપ્લે, એક્ટિંગ

કેટલા સ્ટાર - 1.5

laali ki shadi me laddu diwana

પ્લોટ - લડ્ડૂ (વિવાન શાહ) પોતાના પિતાના ફ્રેન્ડના કાફેટેરિયામાં વેઇટરનું કામ કરતો મિડલ ક્લાસ યુવક છે, પંરતુ સપના ટાટા-બિરલા બનવાના જુએ છે. લાલી(અક્ષરા હસન) આ કાફેની રેગ્યલૂર કસ્ટમર છે. લાલી અને લડ્ડૂ એકબીજાના પ્રેમમાં પડે છે, લાલી પ્રેગનન્ટ થાય છે. પરંતુ લડ્ડૂ હાલ પિતા બનવા નથી માંગતો આથી તે લાલીને બીજો ઉપાય બતાવે છે. ફિલ્મ લવ ટ્રાઇ-એન્ગલમાં ફેરવાય છે અને એન્ટ્રી થાય છે, રામનગરના પ્રિંસ વીર(ગુરમીત ચૌધરી)ની. તે લાલી સાથે મેરેજ કરવા તૈયાર થાય છે. વીરના પેરેન્ટ્સ અને તેની ફિયોન્સેનું એક દુર્ઘટનામાં મૃત્યુ થતાં પંડિત તેને પ્રેગનેન્ટ યુવતી સાથે લગ્ન કરવાની સલાહ આપે છે. હવે લગ્ન માટે લાલી કોને પસંદ કરે છે, લડ્ડૂ કે વીર? એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

vivaan akshara

આ ફિલ્મમાં લાલી અને લડ્ડૂનો રોમાન્સ એટલો ઝડપથી દેખાડવામાં આવ્યો છે કે, દર્શકો માટે વાર્તા પચાવવી મુશ્કેલ બને છે. ફિલ્મની શરૂઆત સારી છે, પરંતુ વચ્ચેથી પ્લોટ ક્યાંક ખોવાઇ જાય છે. સ્ટોરીમાં ઇમોશનલ કનેક્ટ અને કોમેડી બંન્નેનો અભાવ છે. 134 મિનિટની ફિલ્મ અત્યંત લાંબી લાગે છે. આ ફિલ્મ ક્લાઇમેક્સ સુધી પહોંચે ત્યાં સુધી બેસવાની દર્શકોમાં ધીરજ ન રહે એવું બને. ફિલ્મનું એડિટિંગ પણ નબળું છે. ફિલ્મની એકમાત્ર સારી વાત છે તેના સુંદર લોકેશન્સ.

akshara hassan

અહીં વાંચો - BoxOffice:અક્ષય કુમારને પાછળ છોડી 200 કરોડની કમાણી કરીઅહીં વાંચો - BoxOffice:અક્ષય કુમારને પાછળ છોડી 200 કરોડની કમાણી કરી

એક્ટિંગની વાત કરીએ તો બંન્ને સ્ટાર કિડ્સ વિવાન અને અક્ષરા આ મામલે હજુ શીખાઉ છે. એક્ટિંગ સ્કિલથી લોકોને ઇમ્પ્રેસ કરવામાં બંન્ને નિષ્ફળ ગયા છે. બંન્ને વચ્ચેની કેમેસ્ટ્રિ પણ લોકોને નિરાશ કરે છે. ગુરમીત ચૌધરીનો ફિલ્મમાં ખાસ રોલ નથી. અન્ય એક્ટર્સ સૌરભ શુક્લા, સંજય મિશ્રા, દર્શન જરીવાલાએ પોતાનું કામ ખૂબ સુંદર રીતે કર્યું છે.

આ ફિલ્મ જોવા કરતાં કોઇ લગ્નમાં હાજરી આપી આવવી સારી, ત્યાં વધુ મનોરંજન મળશે.

English summary
Laali ki shaadi mein laaddoo Deewana movie review story plot and rating.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X