Review: કિસિંગ અને સેક્સથી પર છે આ Mr. X

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    [ફિલ્મ રિવ્યૂ] ઇમરાન હાશમીની ફિલ્મનું નામ આવતા જ સૌના દિમાગમાં કિસિંગ સીન, હોટ સ્ટીમી, બેડરૂમ સીન્સના દ્રશ્યો આવવા લાગે છે. પરંતુ દિમાગ પર જરા કંટ્રોલ કરો અને મિસ્ટર એક્સ દ્વારા ઇમરાન હાશમીએ પોતાની છબી સુધારવાનો પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મ ફેમિલી સાથે અને બાળકો સાથે જોઇ શકાય તેમ છે.

    ઇમરાન હાશમી અને અમાયરા દસ્તૂરે મિસ્ટર એક્સમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. વાર્તા કંઇક એવી છે કે રઘુ રાઠોડ (ઇમરાન હાશમી) એક આતંકવાદી સ્કોટનો સભ્ય છે અને પોતાના એક મિશન દરમિયાન ફાર્માસ્યૂટિકલ કંપનીના સંપર્કમાં આવે છે જે જાત-ભાતના એક્સપેરિમેન્ટ કરે છે. રઘુને પણ એક એક્સપેરિમેન્ટ માટે બનાવવામાં આવેલી દવા ખવડાવી દેવામાં આવે છે જેથી રઘુ મરતા મરતા બચી જાય છે.

    રઘુ જીવે તો છે પરંતુ તેની નસ પ્રકાશમાં અદ્રશ્ય થઇ જાય છે. તે દુનિયાની નજરોમાં અદ્રશ્ય થઇ ગયો છે. તેને આ સ્થિતિમાં પહોંચાડનાર લોકોનો બદલો લેવાના ફિરાકમાં રઘુ તે લોકો સુધી પહોંચે છે, એ દરમિયાન તેની મુલાકાત અમાયરા સાથે થાય છે જે એક પોલીસ છે.

    ત્યારબાદ વાર્તામાં શું વળાંક આવે છે અને રઘુ પોતાનો બદલો લેવામાં સફળ થાય છે કે નહીં એ જાણવા માટે આપે મિસ્ટર એક્સ જોવા જવું પડશે. 

    આવો જોઇએ મિસ્ટર એક્સનો ફિલ્મ રિવ્યૂ...

    વાર્તા

    વાર્તા

    મિસ્ટર એક્સની વાર્તામાં નવીનતા લાવવાની સંપૂર્ણ કોશીશ કરવામાં આવી છે. અહીં સુધી કે ફિલ્મના લુકની કે સબ્જેક્ટની વાત છે તો હોલિવુડ ફિલ્મ ફોલોમેનની કોપી લાગે છે મિસ્ટર એક્સ. પરંતુ ઘણા એવા પોઇન્ટ્સ છે જે હોલોમેનથી તદ્દન અલગ છે.

    અભિનય

    અભિનય

    ઇમરાન હાશમી અને અમાયરા દસ્તૂરે શાનદાર અભિનય કર્યો છે. ઇમરાન હાશમીએ પોતાના ફેન્સને હંમેશની જેમ ખુશ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. અમાયરા થોડીક હતાશ લાગી રહી છે.

    સ્ટીમી સીન્સ

    સ્ટીમી સીન્સ

    સ્વાભાવિક છે કે ઇમરાન હાશમી હીરો છે તો કિસિંગ અને સ્ટીમી સીન્સ તો હોવાના જ છે. પરંતુ ફિલ્મમાં વધારે ભાર આ સ્ટીમી સીન્સ પર નથી મૂકવામાં આવ્યો.

    નિર્દેશન

    નિર્દેશન

    નિર્દેશન તરીકે આ ફિલ્મ શાનદાર છે એમાં કોઇ શંકાને સ્થાન નથી.

    સંગીત

    સંગીત

    ફિલ્મનું સંગીત જેમ કે ઇમરાનની દરેક ફિલ્મમાં હોય છે, તેવું જ સુંદર છે. ગીતોની લોકેશન પણ ખૂબ જ આકર્ષક છે.

    જોવી જોઇએ કે નહીં

    જોવી જોઇએ કે નહીં

    થોડી રાહ જુઓ ત્યારે જઇને અમે બતાવી શકીશું કે મિસ્ટર એક્સ જોવી કે નહીં. અમારા રિવ્યૂ એક્સપર્ટ કહે છે કે એકવાર આ ફિલ્મ જોઇને એક્સપરિમેન્ટ કરવામાં કોઇ વાંધો નથી.

    સ્પેશિયલ ઇફેક્ટ

    સ્પેશિયલ ઇફેક્ટ

    મિસ્ટર એક્સના સ્પેશિયલ ઇફેક્ટ્સ ખૂબ જ શાનદાર છે. ઇમરાન હાશમીના અદ્રશ્ય હોવાની સંપૂર્ણ સીક્વેંસ ખૂબ જ સુંદરતા પૂર્વક ફિલ્માવવામાં આવી છે. ઇમરાનનું દેખાવું અને અદ્રશ્ય થઇ જવું તાર્કિક રીતે પરદા પર ઊતારવામાં આવ્યું છે.

    English summary
    Mr x : emraan Hashmi wants to change his image, Read Movie review.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more