For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review નીરજા: ના ગદ્દર...ના દબંગ...આ છે રિયલ હિરો નીરજા

|
Google Oneindia Gujarati News

રામ માધવાનીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ નીરજા આજે થિયેટરમાં રિલિઝ થઇ ગઇ છે. સત્ય ધટના પર આધારિત આ ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. રિલીઝ બાદ આ ફિલ્મને દર્શકો તરફથી સારો રિવ્યૂ મળી રહ્યો છે. ટ્વિટર પર અનેક દર્શકો આ ફિલ્મની વાહવાઇ કરી રહ્યા છે. ફિલ્મમાં સોનમ કપૂર નીરજા ભનોટનું પાત્ર ભજવી રહી છે. જ્યારે શબાના આજમી, શેખર અને યોગેન્દ્ર ઠાકુર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

જો કે આખી ફિલ્મનો ભાર સોનમના ખભા પર છે. અને તે વાતનો વખાણ કરવા જ રહ્યા કે તેણે આ ભાર સારી પેઠે પોતાના ખભા પર લીધો છે. ફિલ્મમાં અનેક નાની નાની બારીકીને સુંદરતાની ધ્યાનમાં લેવામાં આવી છે. આ ફિલ્મ એક વાર તો મોટા પડદા પર જોવી બને જ છે. ત્યારે આ ફિલ્મનના રિવ્યૂ વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સ્ટોરી

સ્ટોરી

આ ફિલ્મ સત્ય ધટના પર આધારીત છે. આતંકીઓ દ્વારા પ્લેનને હાઇજેક કર્યા બાદ કેવી રીતે એક ફ્લાઇટ અટેન્ડન્ટ અનેક લોકોને જીવન બચાવે છે અને કેવી રીતે લોકોના પ્રાણ બચાવતા પોતાના પ્રાણની કુરબાની આપે છે. તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

સોનમ કપૂર અભિનય

સોનમ કપૂર અભિનય

ટ્વિટર પર લોકોએ જે રિવ્યૂ આપ્યા છે અને ક્રિટિક્સના કહેવા મુજબ સોનમ કપૂરે ધણો સારો અભિનય આપ્યો છે. તેણે પોતાની ભૂમિકાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે.

શબાના આઝમી

શબાના આઝમી

શબાના આઝમી અને અન્ય કલાકારોએ પણ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નીભાવી છે.

ડાયરેક્શન

ડાયરેક્શન

આ ફિલ્મ એક સત્ય ધટના પર આધારીત છે જે જોતા ડાયરેક્શન સારું છે પણ રિયલ હિરોની સ્ટોરી મુજબ મોટા પડદે આ સ્ટોરીને ઉતારવામાં ક્યાંક તે પાછી પડતી દેખાય છે.

રિયલ હિરો

રિયલ હિરો

નોંધનીય છે કે આ ફિલ્મમાં એક એરહોસ્ટેસની સૂજબૂજના કારણે અનેક લોકોના પ્રાણ બચ્યા હતા. તેને ભારતનું સર્વોચ્ચ વીરતા એવોર્ડ અશોક ચક્રથી સન્માનીત કરવામાં આવી હતી.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

જો તમને સોનમ કપૂર ગમતી હોય. તમને દેશભક્તિની ફિલ્મો ગમતી હોય તો આ ફિલ્મ મસ્ટ વોચ છે. અને આ બધા કારણોની ઉપર જઇને આ ફિલ્મ એક રિયલ હિરોઇનની કહાની છે. તે જોતા આ ફિલ્મ એકવાર તો જોવી બને છે. કારણકે રોજ રોજ લોકો આવી બાહદુરી નથી બતાવતા!

English summary
Neerja movie review reports by audience and critics. know why this movie is must watch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X