For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MovieReview:રાજકુમાર રાવની ન્યૂટન શીખવશે લોકતંત્રના પાઠ!

રાજકુમાર રાવની ફિલ્મ 'ન્યૂટન' શુક્રવારે રિલીઝ થવા જઇ રહી છે. લોકતંત્રના પાઠ ભણાવતી આ ફિલ્મ જોવી કે નહીં? 'ન્યૂટન' ફિલ્મનો પ્લોટ, રિવ્યુ અને રેટિંગ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલ્મ: ન્યૂટન

કાસ્ટ: રાજકુમાર રાવ, અંજલિ પાટિલ, પંકજ ત્રિપાઠી,રાઘુવીર યાદવ

ડાયરેક્ટર: અમિત મસુકર

પ્રોડ્યૂસર: મનિષ મુંદ્રા

લેખક: અમિત મસુરકર, મયંક તિવારી

શું છે ખાસ? સુંદર એક્ટિંગ

શું છે બકવાસ? ફિલ્મ થોડી ધીરી છે

કેટલા સ્ટાર? 3

પ્લોટ

પ્લોટ

આદર્શોમાં માનનારો યુવાન ન્યૂટન ઉર્ફે નુતન કુમાર(રાજકુમાર રાવ) પુસ્તક વાંચીને પ્રયોગો કરવામાં માને છે. એટલે સુધી, કે તેને માટે આવનાર મેરેજ પ્રપોઝલ પણ તે એટલા માટે નકારે છે કે, યુવતીના હજુ 18 વર્ષ પૂર્ણ નથી થયા. ન્યૂટનની સરકારી નોકરી તેને છત્તીસગઢના અંતરિયાળ ચૂંટણી મથકમાં અધ્યક્ષ તરીકે મોકલે છે. છત્તીસગઢનો આ વિસ્તાર સંઘર્ષગ્રસ્ત છે, જ્યાં માઓવાદીઓ ચૂંટણી રોકવા કટિબદ્ધ છે. ન્યૂટનનું કામ છે, એ ગામમાં રહેતા 76 સ્થાનિકોના મત લેવા, તેની ટીમમાં સ્થાનિક નીરિક્ષક અને શિક્ષિક માલ્કો(અંજલિ પાટિલ) અને ક્લાર્ક લોકનાથ(રાઘુવીર યાદવ) છે. સાથે જ એક સુરક્ષાદળના વડા છે, આત્મા સિંહ(પંકજ ત્રિપાઠી) જેની સાથે ન્યૂટનની સતત રકઝક ચાલે છે. આ આત્મા સિંહને ન્યૂટન અને તેની ટીમની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. શું ન્યૂટન અને તેના સાથીઓ આ મિશન હેમખેમ પાર પાડી શકશે?

 ડાયરેક્શન

ડાયરેક્શન

લોકતંત્ર અને મતદાન સાથે જોડાયેલ અત્યંત સંમહોક વિષય પર અમિત મસુરકરે ફિલ્મ બનાવી છે. મતદાન અંગે જોડાયેલી એવી ગેરવાજબી માનસિકતા, જે એક રીતે તમને લોકતંત્રથી અલગ પાડી દે છે, એ જ આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ કોઇ જાતની ઝાકઝમાળ વગર વર્તમાન સમય સાથે પ્રાસંગિક સુંદર વાર્તા કહે છે. જ્યારે હીરોને ખ્યાલ આવે છે કે, તેને આપવામાં આવેલ કામ કેટલું હાસ્યાસ્પદ છે, ત્યારે એની પાછળ એક અર્થસભર સામાજિક ટિપ્પણી જોવા મળે છે. હકીકત અચાનક સૌની સામે આવી જાય છે અને તે પણ બને એટલી હળવી રીતે. ફિલ્મમાં સુંદર રીતે અનેક હળવી ક્ષણો આવરી લેવાઇ છે અને સાથે જ સુંદર મેસેજ પણ આપી જાય છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

આ ફિલ્મમાં તમને રાજકુમાર રાવ નહીં, સરકારી નોકરી કરતો ન્યૂટન જ જોવા મળશે. તેની બોડી લેંગ્વેજથી લઇને ચહેરા અને આંખોના હાવભાવ સુધી, દરેક વસ્તુમાં ન્યૂટનનું પાત્ર ઊભરીને આવે છે. રાજકુમારની એક્ટિંગ લાજવાબ છે. આત્મા સિંહ તરીકે પકંજ ત્રિપાઠી પણ અસર ઉપજાવવામાં સફળ રહ્યા છે, તેમનો વ્યંગ દર્શોકના મનમાં અનેક પ્રશ્નો ઊભા કરશે. રઘુવીર યાદવે ફિલ્મમાં ખૂબ ખૂબીપૂર્વક હળવી ક્ષણો ઉમેરવામાં ફાળો આપ્યો છે. અંજલિ પાટિલની એક્ટિંગ પણ ખૂબ સહજ છે.

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

આ ફિલ્મમાં ઓથેન્ટિક લોકેશન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કારણે ફિલ્મ જોવામાં વધુ રસ પડે છે. જો કે, ફિલ્મ ઘણી ધીરી ગતિએ આગળ વધે છે એ કદાચ સૌને પસંદ નહીં પડે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક થીમ સાથે બંધબેસતુ છે અને ફિલ્મના અંતે વાગતું 'ચલ તુ અપના કામ કર લે' ગીતના શબ્દો ખૂબ જ સુંદર છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

માત્ર મનોરંજન માટે અને રિયાલિટીથી દૂર ભાગવા માટે આ ફિલ્મ જોવાય એમ નથી, આ ફિલ્મમાં ડગલે ને પગલે તમારો સામનો વાસ્તવિકતા સાથે થાય છે. અજ્ઞાનતા વરદાન સમાન છે એ વાત સાચી, પરંતુ રાજકુમાર રાવની 'ન્યૂટન' તમારા એ અજ્ઞાનતાના વાદળો ખસેડવાની હિંમત કરે છે. એક મતની શક્તિ શું છે, બેલેટ પેપર કે મતદાન મથકમાં જઇને એક બટન દબાવવાનો અર્થ શું છે, લોકતંત્ર શું છે, એનું વાસ્તવિક જ્ઞાન આપવાનો અહીં પ્રયત્ન થયો છે.

English summary
Newton movie review in Gujarati. Read story, plot and ratings of the latest movie Newton in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X