‘પલ પલ દિલ કે પાસ' ફિલ્મ રિવ્યુ
સની દેઓલ ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના પુત્ર કરણ દેઓલની પહેલી ફિલ્મ લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. દેઓલ પરિવારની ત્રીજી પેઢી માટે લોકોમાં ઘણી અપેક્ષા હતી. હવે 'પલ પલ દિલ કે પાસ' થિયેટરોમાં દસ્તક દઈ ચૂકી છે. કરણ દેઓલ અને સહર બાંબા અભિનીત ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' એક પ્રેમ કહાની છે, જ્યાં હીરો છે, હીરોઈન છે, વિલન છે, એક બેક સ્ટોરી છે અને પ્રેમની રાહોમાં અમુક મુશ્કેલીઓ. પોતાના દીકરા કરણ દેઓલને લૉંચ કરવાની જવાબદારી ઉઠાવીને સની દેઓલે પોતે આ ફિલ્મનુ નિર્દેશન કર્યુ છે.

ફિલ્મની કહાની
મનાલીની સુંદર પહાડીઓથી શરૂ થાય છે ફિલ્મની કહાની. અહીં કરણ સહગલ (કરણ દેઓલ) ‘ઉજી કેમ્પ' નામનો એક વિશેષ ટ્રેકિંગ કંપની ચલાવે છે જે પર્યટકો અને જાણીતી હસ્તીઓ વચ્ચે બહુ લોકપ્રિય છે. પહેલા સીનથી તમને કરણના વ્યક્તિત્વથી પરિચિત કરાવી દેવામાં આવે છે. તે એક જિંદાદિલ, બીજાનુ સમ્માન કરનાર, બધાને પ્રેમ કરનાર છોકરો છે જેને ખતરાઓ સામે ખેલવાનો શોખ છે. વળી, બીજી તરફ સહર સેઠી (સહર બાંબા) જે દિલ્લીની ચર્ચિત બ્લૉગર છે. પોતાના બ્લૉગ માટે તે ‘ઉજી કેમ્પ'ની ટ્રિપ પ્લાન કરે છે. કરણ અને સહર એક એડવેન્ચર ટ્રિપ પર નીકળે છે, જ્યાં નાની મોટી લડાઈઓ સાથે બંને એકબીજા સાથે અમુક પળો સાથે વીતાવે છે અને તેમને પ્રેમ થઈ જાય છે. આ ટ્રિપ પર સહર પોતાના ડર સામે લડે છે અને પોતાનામાં બદલાવ અનુભવે છે. ફિલ્મનો પહેલો હાફ જ્યાં એડવેન્ચરથી ભરપૂર છે ત્યાં સેકન્ડ હાફ એક રોમેન્ટિક-ફેમિલી ડ્રામા છે. એડવેન્ચર ટ્રિપ ખતમ થવા પર સહર દિલ્લી પાછી આવે છે. આ તરફ કરણને અહેસાસ થાય છે તે સહરને ખૂબ પ્રેમ કરે છે અને તે દિલ્લી આવીને પ્રેમનો ઈઝહાર કરે છે પરંતુ કહાની એટલી સરળ નથી...અહીંથી શરૂ થાય છે બધો ડ્રામા અને એક્શન. ફિલ્મમાં થાય છે વિલનની એન્ટ્રી. હવે કરણ અને સહરની પ્રેમ કહાની કઈ કઈ મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, પૂરી થઈ શકે છે કે નહિ... એ જોવા માટે તમારે થિયેટર સુધી જવુ પડશે.

અભિનય
કરણ દેઓલ અને સહર બાંબાએ આ ફિલ્મ સાથે બોલિવુડમાં પગરણ માંડ્યા છે. ફિલ્મમાં બંનેની જોડી એકદમ ફ્રેશ દેખાય છે. ઘણી દ્રશ્યોમાં કરણ એકદમ પોતાના પિતા સની દેઓલની છાપ છોડે છે. એક્શન અને સ્ટંટ સીન્સમાં કરણ સારો લાગે છે પરંતુ ઈમોશનલ સીન્સ અને ડાયલૉગ ડિલીવર પર તેણે ઘણી મહેનત કરવી પડશે. તમને જણાવી દઈએ કે ફિલ્મના એડવેન્ચર સીન્સ કરણે પોતે કર્યા છે. આના માટે તેને પ્રશંસા મળવી જોઈએ. વળી, ફિલ્મને સહર બાંબાની એક શ્રેષ્ઠ શરૂઆત માની શકીએ. અમુક દ્રશ્યોને નજરઅંદાજ કરવામાં આવે તો સહરે સારુ કામ કર્યુ છે. તેનામાં આત્મવિશ્વાસ જોવા મળે છે. સહકલાકરા તરીકે ફિલ્મમાં સિમોન સિંહ, સચિન ખેડેકરે સારો સાથ આપ્યો છે.
આ પણ વાંચોઃ કેટરીના કૈફ બાદ હવે મળી કરીના કપૂરની કાર્બન કૉપી, ફોટા વાયરલ

નિર્દેશન તેમજ ટેકનિક
સની દેઓલે આ પહેલા દિલ્લગી અને ઘાયલ વન્સ અગેનનું નિર્દેશન કર્યુ છે. બંને ફિલ્મો એવરેજ રહી હતી. તેમની ફિલ્મોમાં એક ઈમોશનલ જોડાણ, એક સચ્ચાઈ તો હોય છે પરંતુ કહાની લાંબા સમય સુધી બાંધીને નથી રાખી શકતા. કંઈક આવુ જ થયુ છે ‘પલ પલ દિલ કે પાસ' સાથે. શાનદાર લોકેશન અને બજેટ હોવા છતા નબળી પટકથા ફિલ્મને બાંધી ન શકી. દેવેન્દ્ર મુરદેશ્વરની એડિટીંગ પણ સરેરાશ રહી. જો કે મનાલીની વાદીઓને જોવી રસપ્રદ રહી. આ ફિલ્મને જોઈને યુવાઓ વચ્ચે ટ્રેકિંગનો ટ્રેન્ડ ફરીથી શરૂ થઈ શકે છે.

જોવી કે ન જોવી
એક ટિપિકલ બોલિવુડ રોમેન્ટિક ડ્રામા જોવા ઈચ્છતા હોવ તો ‘પલ પલ દિલ કે પાસ' એક વાર જોઈ શકો છો. ફિલ્મના અમુક ભાગ પ્રભાવિત કરે છે તો અમુક ભાગ બોર. અમારા તરફથી ફિલ્મને 2.5 સ્ટાર.