For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફટા પોસ્ટર નિકલા હીરો રિવ્યૂ : હીરો બનવાના ચક્કરમાં પોલીસ બની ગયો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 સપ્ટેમ્બર : શાહિદ કપૂર તથા ઇલિયાના ડીક્રૂઝની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરો આજે રિલીઝ થઈ છે. ફિલ્મ અંગે વાત કરતા રાજકુમાર સંતોષીએ અગાઉ જ કહ્યુ હતું કે ફટા પોસ્ટર નિકલા હીરો સાથે શાહિદના દિવસો ફરી જશે અને તેમની સ્ટાર પાવર પરત ફરશે.

શાહિદે પણ કંઇક એવું જ કહ્યુ હતું કે સંતોષી સાથે કામ કરી એક્ટર તરીકે ઘણું શીખવા મળ્યું છે અને પીપીએનએચમાં તેમનો એક અલગ જ રૂપ જોવા મળશે. ફિલ્મ જોયા બાદ લોકોનો પણ આવા જ અભિપ્રાય હતાં કે ફિલ્મ સાચે જ બહેતરીન છે અને સાથે શાહિદ કપૂર ઘણા વખત બાદ બહુ એંટરટેનિંગ રોલમાં દેખાયાં છે.

ઇલિયાનાનો જ્યાં સુધી સવાલ છે તો ફિલ્મમાં ઇલિયાના કંઈ ખાસ પરફૉર્મ નથી કરી શક્યાં, કારણ કે આખી ફિલ્મ શાહિદના પાત્રની આગળ-પાછલ જ ફરતી નજરે પડે છે. આમ છતાં ઇલિયાનાએ પોતાના પાત્રને ખૂબ ઇન્જૉય કરતાં ભજવ્યું અને ફિલ્મમાં પ્રાણ પૂર્યા છે. ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મની વાર્તા એક એવા છોકરાની છે કે જે હીરો બનવા માંગે છે, પણ તેનુ ભાગ્ય તેને નકલી પોલીસ બનવા મજબૂર કરી દે છે. અંતે તે રીલ લાઇફનો હીરો બનવાના સ્થાને રીયલ લાઇફનો હીરો બનવાનું પસંદ કરે છે.

શાહિદની કૉમેડી બહુ શ્રેષ્ઠ છે અને ફૅમિલી માટે ફટા પોસ્ટર નિકલા હીરો આ વીકેન્ડ પરફેક્ટ ફિલ્મ છે. ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મની શરુઆત થાય છે વિશ્વાસ રાવ એટલે કે શાહિદ કપૂર સાથે જે પોતાની માતા સાથે રહે છે અને તેને બહુ ચાહે છે. વિશ્વાસ રાવ હીરો બનવા માંગે છે, પણ તેની માતા ઇચ્છે છે કે તે પોલીસ ઑફિસર બને અને તે પણ પ્રામાણિક.

વિશ્વાસ રાવ મુંબઈ તરફ

વિશ્વાસ રાવ મુંબઈ તરફ

વિશ્વાસ રાવ (શાહિદ કપૂર) મુંબઈ જઈ હીરો બનવાનો પ્રયત્ન કરે છે, પણ તેની માતા (પદ્મિની કોલ્હાપુરે) નથી ઇચ્છતી કે તે હીરો બને. તેની ઇચ્છા છે કે વિશ્વાસ રાવ એક પ્રામાણિક પોલીસ ઇંસ્પેક્ટર બને, પણ જ્યારે પોલીસની નોકર માટે ઇંટરવ્યૂ આપવા મુંબઈ જવાની વાત આવે છે, તો વિશ્વાસને તે મુંબઈ મોકલે છે.

વિશ્વાસ-કાજલની મુલાકાત

વિશ્વાસ-કાજલની મુલાકાત

મુંબઈ આવી વિશ્વાસ રાવ પોલીસ માટે ઇંટરવ્યૂ નથી આપતો, પણ હીરો બનવા માટે ઑડિશન આપવા લાગે છે. એક દિવસ પોતાના પોર્ટફોલિયો માટે જુદા-જુદા કૉસ્ચ્યુમમાં ફોટો પડાવતી વખતે વિશ્વાસ પોલીસની વર્ધી પહેરી લે છે અને તે જ વર્ધીમાં બહાર જાય છે કે જ્યાં તેની મુલાકાત કાજલ (ઇલિયાના) સાથે થાય છે અને તે વિશ્વાસને ગુંડાઓને પકડવા માટે લઈ જાય છે.

હીરો બનવાની તક

હીરો બનવાની તક

અંતે વિશ્વાસ રાવને એક દિગ્દર્શક પોતાની ફિલ્મમાં હીરો બવનાની તક આપે છે, પણ ત્યારે જ વિશ્વાસ રાવની ચૂકના કારણે પોલીસ વર્ધીમાં તસવીર ન્યુઝપેપરમાં છપાઈ જાય છે અને વિશ્વાસ રાવની માતા તે ન્યુઝપેપર જોઈ એમ સમજે છે કે તે પોલીસ ઇંસ્પેક્ટર બની ગયો છે.

હીરોમાંથી પોલીસ ઇંસ્પેક્ટર

હીરોમાંથી પોલીસ ઇંસ્પેક્ટર

વિશ્વાસ રાવની માતા મુંબઈ આવે છે અને તે ઉલ્લૂ બનાવવા માટે વિશ્વાસ પોલીસ બનવાની એક્ટિંગ કરે છે, પણ પરિસ્થિતિઓ કંઈક એવી ઊભી થાય છે કે તે પોલીસ સાથે મળી ગુંડાઓની સફાઈ કરવામાં જોતરાઈ જાય છે. પોતાની માતા માટે વિશ્વાસ ક્યારેય પણ કંઈ ખોટુ નથી કરતો અને અંતે તેના સારા કામોના કારણે તેને પોલીસમાં ભરતી થવાની તક મળે છે.

ફૅમિલી એંટરટેનર છે પીપીએનએચ

ફૅમિલી એંટરટેનર છે પીપીએનએચ

સરવાળે શાહિદ કપૂરની ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મ એક ફૅમિલી એંટરટેનર છે. ફિલ્મમાં ક્યાંય નૉનવેજ જોક્સ કે એવા કોઈ સીન્સ નથી કે જેથી ફૅમિલી સાથે ફિલ્મ ન જોઈ શકાય.

English summary
Phata Poster Nikla will have Shahid Kapoor and Illena D'Cruz in lead roles. Shahid Kapoor is back, and this time he'll be playing a police officer in Phata Poster Nikla Hero.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X