• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : મગજ ધરાવતા લોકો માટે છે તલાશ - રિવ્યૂ

|

નિર્માતા - રીતેશ સિધવાણી, આમિર ખાન, ફરહાન અખ્તર

દિગ્દર્શક - રીમા કાગતી

કલાકારો - આમિર ખાન, કરીના કપૂર, રાણી મુખર્જી

સંગીત - રામ સમ્પત

લાંબા ઇંતેજાર બાદ આખરે આજનો દિવસ આવી જ ગયો કે જ્યારે આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ તલાશનો ઇન્તેજાર ખતમ થયો અને આમિર, કરીના કપૂર તેમજ રાણી મુખર્જીની તિકડી બૉક્સ ઑફિસે નવો રેકૉર્ડ સ્થાપિત કરવા આવી પહોંચી. આમિર ખાનની અત્યાર સુધીની ફિલ્મોની જેમ તલાશ પણ તેમના પરફેક્શન સાથે બની છે. આ વર્ષે એમ તો અનેક ફિલ્મો આવી, પરંતુ તે ફિલ્મો જોવા માટે દર્શકોને મગજની જરૂર પડી નહિં. હવે જો આપ આમિર ખાનની તલાશ ફિલ્મ જોવાનું વિચારતા હોવ, તો આ વાતને ધ્યાનમાં રાખો કે આંખો અને કાનો સાથે આપે પોતાના મગજની પણ જરૂર પડશે.

વાર્તા : રીમા કાગતી, જોયા અખ્તર, ફરાહન અખ્તર અને આમિર ખાન જેવા મોટા-મોટા ફિલ્મમેકર એક સાથે હોય, તો ફિલ્મ શ્રેષ્ઠ હોવી સ્વાભાવિક છે. ફિલ્મમાં આમિર ખાને સુરજન સિંહ શેખાવત નામના પોલીસ ઇંસ્પેક્ટરનું પાત્ર ભજવ્યું છે. તે મુંબઈ શહેરની સુમસામ સડકો પર રાત્રિ થતા જ પોતાની બાઇક લઈ ચોરોની શોધમાં નિકળે છે. એક દિવસ સુપર સ્ટાર અરમાન કપૂરની કાર મુંબઈમાં દરિયા તરફ જતી જાય છે અને ડુબી જાય છે. રિપોર્ટ્સ મુજબ આ એક અકસ્માત હતું, પરંતુ ઇંસ્પેક્ટર સુરજન સિંહ શેખાવતને આ કેસની તપાસ કરતા જાણવા મળે છે કે આ અકસ્માતનો સંબંધ એક બ્લૅકમેલિંગ કેસ છે.

કેસની તપાસ દરમિયાન શેખાવતની મુલાકાત તહેનૂર (નવાઝુ્દીન સિદ્દીકી) સાથે થાય છે કે જે એક કૉલ ગર્લ રોઝી (કરીના કપૂર)નો દલાલ છે. શેખાવતને જાણવા મળે છે કે રોઝી આ ગુચવાડાભર્યા કેસની એક તુટેલી દોરી છે. આ જ કેસ દરમિયાન શેખાવત પોતાના ભુતકાળ સાથે જોડાયેલ પાસાઓમાં પણ ગુચવાઈ જાય છે. તેના કારણે તેનું લગ્ન જીવન પ્રભાવિત થાય છે. ઇન્સોમ્નિયાથી ઘેરાઈ ચુકેલ શેખાવત મુંબઈની સુમસામ સડકોએ કોઇકની શોધમાં ભટકતો ફરે છે અને તેની પત્ની રોશની (રાણી મુખર્જી) પોતાના દુઃખો અને ચિંતાઓમાં ઘેરાયેલી ઘરમાં રહે છે.

વાર્તા વાંચીને આપને એમ જ લાગશે કે આ એક ખૂબ જ સાધારણ વાર્તા છે, પરંતુ જેમ-જેમ ફિલ્મની વાર્તા આગળ ધપે છે, તેમ-તેમ તે ખૂબ જ ગુચવાતી જાય છે. ફિલ્મની વાર્તા આપને એક પળ માટે પણ મગજના ટેંશનમાંથી મુક્ત નહિં થવા દે. દરેક પળે આ જ ઉલઝન રહેશે કે આગળ શું?

ફિલ્મ સાથે જોડાયેલ કેટલાંક પાસાઓ અંગે જાણવા માટે જુઓ નીચેની તસવીરો.

તલાશમાં નથી આમિર ખાન

તલાશમાં નથી આમિર ખાન

આમિર ખાનની ફિલ્મ છે. એમ જાણી લોકોને લાગતું હશે કે આખી ફિલ્મ આમિરની આસપાસ જ ફરતી હશે, પરંતુ હકીકત તો એ છે કે આમિર ખાન ફિલ્મના સૌથી મહત્વના ભાગમાં જ દેખાયા છે. જ્યારે અસલી ગુનેગારની શોધ (તલાશ) શરૂ થાય છે, ત્યારે આમિર તે શોધમાં હતાં જ નહિં.

લાગણીશીલ રાણી મુખર્જી

લાગણીશીલ રાણી મુખર્જી

શેખાવતના પત્ની તરીકે રાણી મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે પોતાનું પાત્ર ભજવ્યું છે. એક પળ માટે પણ તેમણે પોતાનું પાત્ર બોરિંગ બનવા દીધુ નથી. દરેક લાગણીને એટલી સુંદર રીતે કૅમેરાએ ઉતાર્યું કે તેમની સાથે આપ પણ તેમની લાગણીઓ અનુભવવા મજબૂર થઈ જશો.

કરીનાની બહેતરીન અક્ટિંગ

કરીનાની બહેતરીન અક્ટિંગ

ફિલ્મના મેન લીડ કૅરેક્ટર કરીના કપૂર ઉર્ફે રોઝી લાગે છે. સમગ્ર ફિલ્મમાં રોઝીની સુંદરતા, તેમનો મૈત્રીપૂર્ણ વ્યવહાર અને તેમની એક્ટિંગ ખૂબ જ બહતેરીન છે.

તમામ પાત્રો અસરકારક

તમામ પાત્રો અસરકારક

રીમા કાગતીએ ફિલ્મમાં નાંખવામાં આવેલ નાનામાં નાના પાત્ર ઉપર પણ એટલું જ ધ્યાન આપ્યું છે કે જેટલું મોટા પાત્રો પર. કોઈ પણ પાત્ર અકારણ નાંખવામાં આવેલુ નથી લાગતું.

મુંબઈની એક જુદી જ તસવીર

મુંબઈની એક જુદી જ તસવીર

રીમા કાગતીએ ફિલ્મમાં જે મુંબઈ શહેરની તસવીર બતાવી છે, તે આપે કોઈ પણ દિગ્દર્શકની ફિલ્મમાં નહિં જોઈ હોય. કૅમેરામૅન મનમોહને મુંબઈ શહેરના ખૂબ જ સુંદર રીતે કૅમેરે કંડાર્યું છે.

રામ સમ્પતનું સંગીત

રામ સમ્પતનું સંગીત

રામ સમ્પતના સંગીતે ફિલ્મમાં પ્રાણ પુરી દીધાં. ફિલ્મનું કોઈ પણ ગીત અકારણ નાંખેલુ નથી અનુભવાતું. સંગીતની બાબતમાં પણ તલાશ પરફેક્ટ છે.

મગજ ધરાવનારાઓ માટે છે તલાશ

મગજ ધરાવનારાઓ માટે છે તલાશ

આ વર્ષે રિલીઝ થયેલ મોટાભાગની ફિલ્મો માત્ર આંખો માટે બની હતી, પરંતુ તલાશ ફિલ્મ માત્ર મગજ ધરાવનારાઓ માટે જ છે, કારણ કે ફિલ્મનું દરેક સસ્પેંસ સિક્વેંસ આપને વિચારવા માટે કઇંક નવુ આપશે.

English summary
Talaash, Written by Reema and Zoya Akhtar grips you from the very first scene and keeps you hooked till the end of the movie. The Mumbai that you will get to see in Talaash is not the Mumbai that Hindi cinema usually shows. Aamir Khan, Kareena Kapoor and Rani Mukhjerjee did well in the movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more