For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MovieReview: સની-બોબીની જોડી હિટ, પરંતુ ક્લાઇમેક્સ છે અટપટો!

'પોસ્ટર બોયઝ' ફિલ્મનો રિવ્યુ, પ્લોટ અને રેટિંગ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલ્મ: પોસ્ટર બોયઝ

કાસ્ટ: સની દેઓલ, બોબી દેઓલ, શ્રેયસ તળપદે

ડાયરેક્ટર: શ્રેયસ તળપદે

પ્રોડ્યૂસર્સ: સની સાઉન્ડ પ્રા. લિ., શ્રેયસ તળપદે, દીપ્તિ તળપદે

લેખક: બંટી રાઠોડ, પારિતોષ પેઇન્ટર

પ્લસ પોઇન્ટ: કોમેડી સિન્સ

નેગેટિવ પોઇન્ટ: ધીરો ઉપદેશાત્મક ક્લાઇમેક્સ

કેટલા સ્ટાર: 3

પ્લોટ

પ્લોટ

જાગાવર ચૌધરી(સની દેઓલ) એક્સ આર્મી ઓફિસર છે, જેને સેલ્ફી લેવી ખૂબ પસંદ છે. વિનય શર્મા(બોબી દેઓલ) એક નિષ્ફળ સ્કૂલ ટીચર છે, જે વાક્ય બોલતા-બોલતા વચ્ચેથી જ આગળની વાત ભૂલી જાય છે. અર્જુન સિંહ(શ્રેયસ તલપડે) રિકવરી એજન્ટ છે. નસબંધીને પ્રમોટ કરતા પોસ્ટર પર આ ત્રણેયની તસવીર લાગતા તેમના જીવનમાં એક પછી એક નવી મુસીબતો સર્જાય છે. આ જાહેરાતને કારણે જાગાવરની બહેનના લગ્નમાં બાધા આવે છે, વિનયને તેની પત્ની ડિવોર્સ નોટિસ ફટકારે છે અને અર્જુનનું મેરેજ પ્રપોઝલ રિજેક્ટ થઇ જાય છે. પોતાના જ ગામમાં આ ત્રણેય પુરૂષો મજાકનો વિષય બની જાય છે અને તેમને સતત અપમાન સહન કરવાનો વારો આવે છે. આથી આ ત્રણેય મળીને એ વ્યક્તિને શોધવાનું નક્કી કરે છે, જેને કારણે તેમના જીવન ઉપરતળે થઇ ગયા છે.

ડાયરેક્શન

ડાયરેક્શન

આ મરાઠી ફિલ્મ 'પોશ્ટર બોયઝ'ની રિમેક છે. સની દેઓલ, બોબી દેઓલ અને શ્રેયસ તળપદેની આ ફિલ્મમાં અનેક રમૂજી સિન છે, જેની પાછળ કોઇ તર્ક નથી. શ્રેયસ તળપદેની ડાયરેક્ટર તરીકે આ પહેલી ફિલ્મ છે અને ડાયરેક્ટર તરીકે તે તમને સરપ્રાઇઝ કરે છે. જો કે, કેટલાક સિન ઓવર ડ્રામેટિક છે અને ક્લાઇમેક્સ ઘણો લાંબો અને ઉપદેશાત્મક છે. સિલી હ્યુમરના અંતે ઉપદેશ આપતો ક્લાઇમેક્સ, આ કોમ્બિનેશન ગળે ઉતરતું નથી.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

સની દેઓલ અને બોબી દેઓલને આવી હળવી કોમેડી ફિલ્મમાં જોવા એ પણ એક લ્હાવો છે. તેમની ભૂતકાળની ફિલ્મો કરતાં આ રોલ ઘણો ફ્રેશ હોવાથી દર્શકોને જોવા ગમશે. એક ફની સિનમાં બોબી દેઓલની ફિલ્મ 'સોલ્જર'ની રિંગટોન વાગે છે, તો બીજા સિનમાં તે સનીનો ફેમસ ડાયલોગ તેની સામે જ બોલતો જોવા મળે છે. આ સિન જોવાની દર્શકોને ખૂબ મજા પડશે. શ્રેયસ તળપદેની એક્ટિંગ પણ નોંધપાત્ર છે.

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટમાં આ ફિલ્મમાં કશું જ નવું નથી. કેટલાક સિનમાં નકલી સેટ દેખાઇ આવે છે, પરંતુ ફિલ્મના વન લાઇનર્સ અને કોમેડી સિન એ ખામી ઢાંકવા માટે પૂરતા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી અને એડિટિંગ ડિસન્ટ છે. ફિલ્મનું મ્યૂઝિક ખાસ આકર્ષક નથી. ફિલ્મમાં ગીતો પણ ઓછા છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

Laughter is the best medicine! આ કહેવત જો માનતા હોવ તો 'પોસ્ટર બોયઝ' ફિલ્મ જોવી, કારણ કે ફિલ્મ હસાવવામાં નિષ્ફળ નથી જતી. સની દેઓલ અને બોબી દેઓલને એક્શનથી કશું અલગ કરતા જોવા માટે આ ફિલ્મ જોવા જેવી છે.

English summary
Poster Boys movie review in Gujarati. Read story, plot and ratings of the latest movie Poster Boys in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X