રિવ્યૂ: પ્યાર કા પંચનામા 2, પ્રેમમાં પડેલા છોકરોની હૈયાવરાળ!

Posted By:
Subscribe to Oneindia News

રેટિંગ : 3.5 સ્ટાર
સુપર હિટ ફિલ્મ પ્યાર કા પંચનામાના રિલિઝ થયાના 4 વર્ષ બાદ તે ફિલ્મના પાર્ટ 2 આ ફિલ્મની યાદો, ડાયલોગ અને મસ્તી બધુ જ ફરી તાજા કરાવી દીધી. યુવાન હૈયાઓની હૈયાવરળ સમાન આ ફિલ્મ મસ્ટ વોચ છે. આ ફિલ્મમાં પ્રેમ માટે પુરુષોને જે પાપડ વણવા પડે છે તેને સરસ રીતે બતાવામાં આવ્યું છે. જો કે આ ફિલ્મના અને તેની પહેલાની ફિલ્મના કલાકારો અને સ્ટોરી એક જેવી છે પણ તેનો તડકો અલગ છે.

 

વધુમાં આ ફિલ્મ દિલ્હી અને ઉત્તર ભારતમાં સારી એવી કમાણી કરી રહી છે. અને યુવાન લોકોને વધુ પસંદ આવી રહી છે. ત્યારે આ ફિલ્મના રિવ્યૂ કેવા છે. સ્ટોરી કેવી છે. અને જૂની પ્યાર કા પંચનામા કરતા આ ફિલ્મમાં શું નવું છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સ્ટોરી
  

સ્ટોરી

આ ફિલ્મ ત્રણ મિત્રોની લવ લાઇફ પર આધારીત છે. અંશુલ "ગોગો" (કાર્તિક આર્યન), સિદ્ધાર્થ ઉર્ફ ચૌકા (સની સિંહ) અને તરુણ એટલે કે ઠાકુર (ઓંકાર કપૂર) છે. આ ત્રણે યુવકો દિલ્હી નોયડા ખાતે એક આલિશાન ફ્લેટમાં રહેતા હોય છે. અને સારી નોકરી અને કમાણી કરતા હોય છે.

સ્ટોરી
  

સ્ટોરી

ગોગા રચિકા ઉર્ફ ચીકૂ (નુશરત ભરુચા), ચૌકા સુપ્રિયા (સોનાલી સહગલ) અને ઠાકુર, કુસુમ (ઇશિતા શર્મા)ને પ્રેમ કરે છે. ત્યારે આ છોકરાઓ પ્રેમમાં પડીને છોકરીઓની કંઇ કંઇ વાતોથી પરેશાન થાય છે તે આમાં બતાવ્યું છે.

એક્ટિંગ
  
 

એક્ટિંગ

આ ત્રણેય જોડીઓએ સારી એક્ટિંગ કરી છે. કાર્તિક અને નુશરત જોડી તો પહેલી ફિલ્મથી જ છે. જ્યારે બે એક્ટર ન્યૂકર્મસ છે. પણ ફિલ્મમાં ત્રણેય જોડીઓએ સારું કામ કર્યું છે. ખાસ કરીને ઓંકાર કપૂરનું કામ વખાણવા લાયક છે.

કોમેડી અને રોમાન્સ
  

કોમેડી અને રોમાન્સ

સની સિંહને ખાસ્સા કોમેડી ડાયલોગ આપવામાં આવ્યા છે. આ ફિલ્મના અનેક ડાયલોગે થિયેટરમાં લોકોને તાળીઓ પાડવા માટે મજબૂર કર્યા છે. વળી આ ફિલ્મમાં અનેક એડલ્ટ સીન પણ છે.

સ્ક્રિપ્ટ
  

સ્ક્રિપ્ટ

આ ફિલ્મમાં સ્ક્રિપ્ટ ધણી હદે પહેલી ફિલ્મ જેવી છે. પણ આ ફિલ્મમાં સંબંધોને આગળ વધારતા દેખાડવામાં આવ્યા છે. અને વાત લગ્ન સુધી પહોંચી છે. છોકરીઓને શું ગમે છે. તેમના મૂડસ્વિંગ સાથે જ કાર્તિકનો 7 મિનિટ લાંબો ડાયલોગ પણ છે. જે ખૂબ જ મનોરંજક છે.

શું અલગ છે પહેલાની ફિલ્મથી
  

શું અલગ છે પહેલાની ફિલ્મથી

આ ફિલ્મમાં ત્રણેય કપલની લવ સ્ટોરી, તેમના ઝગડા નવા છે. આજના યૂથને ટાર્ગેટ કરીને આ સ્ટોરીને સરસ રીતે લખવામાં આવી છે.

મ્યૂઝિક
  

મ્યૂઝિક

જો કે ફિલ્મનું સંગીત પણ ખૂબ જ મજેદાર છે. પણ લાંબો સમય સુધી અસર છોડી જાય તેવા ગીતો નથી. ફિલ્મ જોઇ બહાર આવ્યા બાદ તમે આ ગીતો ભૂલી જશો.

ફિલ્મ જોવી કે નહીં.
  

ફિલ્મ જોવી કે નહીં.

જો તમે પ્રેમમાં હોવ, યુવાન હોવ અને તમે એડલ્ડ છો તો ફિલ્મ જોઇ શકો છો. જો કે આ ફિલ્મ 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને જરૂરથી પસંદ આવશે અને કાર્તિકનો 7 મિનિટ લાંબો મોનોલોગ પણ.

English summary
Pyaar Ka Punchnama 2 movie review in hindi starring Kartik Aaryan, Nushrat Bharucha and others. Film directed by Luv Ranjan.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.