For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Queen Review: હવે હનિમૂન પર એકલા જવાની પણ પડી જશે મજા!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

(સોનિકા મિશ્રા) ભારત દેશમાં જ્યાં છોકરીઓને પૂજવામાં આવે છે, તેમણે મા લક્ષ્મી, દુર્ગાનું રૂપ માનવામાં આવે છે, તેજ દેશમાં છોકરીઓને પોતાની મરજીથી કંઇપણ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. છોકરીઓને જે પણ કહેવામાં આવે છે તેમને તે જ કરવું પડે છે. એવા જ સમાજ અને ઉછેરમાંથી આવેલી ક્વીન ફિલ્મનું મુખ્ય પાત્ર રાણી. રાણીએ બાળપણથી તે જ કર્યું છે જે તેના માતા-પિતાએ કહ્યું. બાળપણમાં સ્કૂલથી માંડીને લગ્ન માટે છોકરાની પસંદગી પરિવારે જ કરી. પરંતુ જ્યારે જિંદગીમાં નવી નવી પરિક્ષા આપવાનો વારો આવ્યો તો રાણીને પોતાને નિર્ણય લેવો પડ્યા. આ પરિક્ષાઓએ રાણીને એક આત્મવિશ્વાસ આપ્યો. પોતાની જીંદગીને સુંદર બનાવવા માટે અને પોતાની જીંદગી પોતાની શરત મુજબ જીવવાનો.

રાણીની ભૂમિકામાં કંગના રણાવતે જીવ પુરી દિધો છે. એક પળ માટે પણ એવું અનુભવી શકાતું નથી કે પડદા પર આપણે જેને જોઇ રહ્યાં છીએ તે કંગના રણાવત છે અથવા હકિકતમાં રજૌરી જેવા નાના શહેરની દબ્બૂ છોકરી રાણી. રાણીનું પાત્ર ભજવતાં કંગનાએ તે દરેક એહસાસ અનુભવ્યો જેમાં જઇને રાણી પોતાની જીંદગીમાં આગળ વધી. રજૌરીથી માંડીને પેરિસ સુધીની સફર એકલા જ પુરી કરનાર એક સામાન્ય છોકરી રાણીની આ એકદમ ખાસ કહાણી છે. જેને જોઇને દરેક છોકરી પોતાની જીંદગીને કોઇને કોઇ એવા પળને અનુભવશે જ્યારે તેને રાણીની પરિસ્થિતીમાં પોતાને જોઇ હશે.

queen-review

ફિલ્મની કહાણી રાણીના પાત્રની આસપાસ ફરે છે. રાણી રજૌરી નામના એક નાના શહેરની છે. બાળપણથી માંડીને લગ્ન સુધી તેના બધા નિર્ણયો તેના પરિવારે લીધા. લગ્નની તૈયારીઓ દરમિયાન અંતિમ દિવસ સુધી જે છોકરા સાથે રાણીના લગ્ન થવાના હોય છે તે રાણીને આવીને કહે છે કે લગ્ન નહી કરી શકે. કારણ કે રાણી ખૂબ જ જૂની વિચારસણી ધરાવનારી સામાન્ય છોકરી છે. રાણી તૂટી જાય છે. પરંતુ તે પછી એકલા જ પોતાના હનીમૂન પર પેરિસ જવાનો નિર્ણય કરે છે. તેના માતા પિતા પણૅ તેની ખુશી ખાતર મોકલી દે છે અને અહીથી શરૂ થાય છે રાણીની એક નવી જીંદગી. જેમાં ખુશી છે, રંગ છે, આઝાદી છે અને સૌથી મોટી વાત આત્મવિશ્વાસ છે. ફિલ્મને જોતાં સમય કંગનાની વાતો દરેક પળે કાનમાં ગુંજતી રહે છે કે ક્વીન ફક્ત રાણીની કહાણી નથી પરંતુ આ એક સામાન્ય છોકરીની કહાણી છે.

English summary
Queen movie is a story of a girl name Rani. Rani is a very simple girl with simple values of a middle class family. But life is not simple. Rani's marriage gets cancelled. Rani decides to go for honeymoon to Paris alone and that become a turning point of Rani's life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X