• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાંઝણા જોયા-કુંદન દિલમાં ઉતરી જશે: ફિલ્મ રિવ્યૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સોનમ કપૂર અને ધનુષની ફિલ્મ રાંઝણા આજે પૂરી તૈયારી સાથે બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં પ્રથમ વાર સાઉથના સુપરસ્ટાર ધનુષ જોવા મળશે. ભલે હિંદી બોલવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય પરંતુ ફિલ્મ જોતી વખતે તમને એક પળ માટે પણ એવું નહી લાગે કે ધનુષ હિંદી સાથે જંગ લડી રહ્યાં હોય. તેમના એક્સપ્રેશન તેમની બોલી અને તેમનો પ્રેમ લોકોને દિવાના બનાવી દેશે. ફિલ્મ શરૂ થાય ત્યાંથી માંડીને છેલ્લા સીન સુધી ધનુષે કેટલાય કેરેક્ટર ભજવ્યા છે. કેટલાય રૂપમાં જોવા મળે છે. પરંતુ દરેક રૂપમાં તે શીર્ષ સ્થાને છે. બધા પાસાઓને જોતાં રાંઝણા ફુલ એન્ટરટેનિંગ છે અને વીકએંડ એન્જોય કરવા માટે બેસ્ટ છે.

ફક્ત ધનુષ્ય જ નહી પરંતુ સોનમે પણ ફિલ્મમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. સોનમ કપૂરે ધનુષની સાથે મળીને એવી એક્ટિંગ કરી છે જેને જોઇને તમે પણ હેરાન થઇ જશો. સોનમ કપૂરના પપ્પા એટલે કે અનિલ કપૂર પણ રાંઝણા ફિલ્મના રિલિઝ પહેલાં કહી ચૂક્યં છે કે રાંઝણા ફિલ્મની કહાની એકદમ ટચિંગ લવ સ્ટોરી છે. સોનમે પણ જણાવ્યું હતું કે ફિલ્મમાં એક મુસ્લિમ છોકરી જોયા અને હિન્દુ છોકરો કુંદનની લવસ્ટોરી છે અને ફિલ્મમાં બધા પાત્રો રિયલ છે કોઇપણ હીરો કે હિરોઇન નથી.

રાંઝણા ફિલ્મની કહાની જેટલી ટચી છે તેટલા રોમેન્ટિક ગીતો છે. રાંઝણામાં એ આર રહેમાને મ્યૂઝિક આપ્યું છે અને રાંઝણાનું મ્યૂઝિક તો ફિલ્મની રિલિઝ પહેલાં હિટ થઇ ગયું હતું. હવે જોવાનું એ છે કે ફિલ્મ રિલિઝ થયા બાદ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે. હાલ તો રાંઝણા ફિલ્મની કહાની જાણવા માટે વાંચી સ્લાઇડ.

કુંદનનો જોયા માટે પ્યાર

કુંદનનો જોયા માટે પ્યાર

કુંદન જ્યારે પહેલીવાર બનારસ આવે છે તો તે જોયાને જુએ છે અને તેને જોયા સાથે પ્રેમ થઇ જાય છે. બાળપણનો તે પ્રેમ સ્કૂલમાં આવીને વધુ વધે છે અને કુંદન સ્કૂલમાં જોયાને ગમી જાય છે અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગે છે. પરંતુ તેમનો નાનપણ પ્રેમ જોયાના પરિવારને ખટકે છે અને તે જોયાને અલીગઢ મોકલી દે છે.

જવાની સુધી રહ્યો કુંદનનો પ્રેમ

જવાની સુધી રહ્યો કુંદનનો પ્રેમ

કુંદન અને જોયા અલગ-અલગ શહેરોમાં મોટા થાય છે. જોયા દિલ્હી યુનિવર્સિટીમાં પોતાના અભ્યાસમાં મશગૂલ થઇ જાય છે તો કુંદન જોયાના પ્રેમમાં વધુ ડૂબતો જાય છે. અને તેની રાહ જોયા કરે છે.પરંતુ જ્યારે જોયા બનારસ પરત આવે છે તો કુંદનને ઓળખી શકતી નથી. તેના બાળપણનો પ્રેમ જેના અંતર આત્મામાંથી નિકળી ગયો હોય છે.

જોયાનો પ્રેમ

જોયાનો પ્રેમ

જોયા કુંદનને જણાવે છે કે તે પોતાની કોલેજમાં ભણતા અકરમને પ્રેમ કરે છે. જોયા બીજા કોઇને પ્રેમ કરે છે તે જાણીને કુંદનને ખૂબ દુખ પહોંચે છે. પછી એવી પરિસ્થિતી સર્જાઇ છે કે કુંદનના કારણે જ અકરમનું મોત નિપજે છે અને જોયા કુંદનથી નફરત કરવા લાગે છે.

કુંદનનો જોયા પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ

કુંદનનો જોયા પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ

જોયા કુંદનને નફરત કરતી હોવાછતાં તે હંમેશા તેનો સાથ આપવાનો પ્રયત્ન કરે છે. તે જોયાની સાથે યૂનિવર્સિટીમાં જાય છે અને જોયા સાથે મળીને તેના સપનાને પૂરાં કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જોયા કુંદનને નફરત કરે છે અને જોયા દરવખતે કુંદનની અવગણવા કરે છે.

કુંદનનો પ્રેમ અને જોયા જોયા

કુંદનનો પ્રેમ અને જોયા જોયા

કુંદનના નિસ્વાર્થ પ્રેમને સમજી શકતી નથી અને કુંદનને નફરત કરતાં કરતાં એવું પગલું ભરી દે છે કે જે ફિલ્મની કહાનીમાં બદલીને મૂકી દે છે. કુંદન જોયા માટે કંઇપણ કરવા માટે તૈયાર હોય છે અને જોયા તેનો ફાયદો ઉઠાવે છે પોતાનું સપનું પુરૂ કરી લે છે.

ફિલ્મનો અંત

ફિલ્મનો અંત

રાંઝણા ફિલ્મનો અંત એટલો જ અલગ છે કે કોઇ વિચારી પણ ન શકે. જોયા અંતે કઇરીતે કુંદનનો ઉપયોગ કરે છે. શું જોયા કુંદનના પ્રેમને સમજી શકે છે, શું જોયાને પણ કુંદન સાથે પ્રેમ થાય છે. આ બધુ જાણવા માટે રાંઝણા ફિલ્મ જુઓ.

રાંઝણાનો નેગેટિવ પોઇન્ટ

રાંઝણાનો નેગેટિવ પોઇન્ટ

રાંઝણા ફિલ્મની સ્ટોરી એકદમ સરસ છે, ફિલ્મના ગીતો ખૂબ જ સરસ છે, એક્ટિંગ તો આઉટ સ્ટેડિંગ છે પરંતુ ફિલ્મમાં ઇન્ટરવલ બાદ એવું લાગે છે કે ફિલ્મની સ્ટોરીને વધુ ખેંચવામાં આવી છે. ફિલ્મને થોડી નાની કરી શકાતી હતી.

English summary
Raanjhanaa, starring Sonam Kapoor and Dhanush is very touching love story that will engage you till the end. Ranajhanaa movie is getting positive reviews from viewers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X