• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ Review: સલમાન ખાનના સ્વેગમાં નીકળી ગઈ આખી ફિલ્મ

|
Google Oneindia Gujarati News
Rating:
2.5/5
Star Cast: Salman Khan, Disha Patani, Randeep Hooda
Director: Prabhu Deva

'રાધે જાને કે લિયે નહિ, ભેજને કે લિયે આયા હૈ... ઔર તેરે હિસ્સે કી બિરયાની હમ સબ મિલ બાંટ કર ખાએંગે... ઔર બોલેંગે ઈદ મુબારક...' પોતાની એન્ટ્રી સાથે મુંબઈના એક ગેંગસ્ટર પ મુક્કા વરસાવતાં રાધે (સલમાન ખાન) આ ડાયલોગ બોલે છે. સ્પષ્ટ છે કે જો ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હોત તો આ સીન સમયે કંઈક અલગ જ નજારો હોત. ફેન્સ સીટીઓ વગાડતાં ભાઈજાનનું સ્વાગત કરત અને તાળીઓથી થિયેટર ગુંજી ઉઠત.

ઠીક, ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરાઈ છે. જી5 પર રાધેને પે-પર-વ્યૂ સર્વિસ સાથે જી પ્લેક્સ પર જોઈ શકાય ચે. જી પ્લેક્સ ડીટીએચ પ્લેટફોર્મ જેમ કે ડિશ, ડી2એચ, ટાટા સ્કાઈ અને એરટેલ ડિજીટલ ટીવી પર પણ ઉપલબ્ધ છે.

ફિલ્મની કહાની

ફિલ્મની કહાની

રાધે કહાની મુંબઈ નગરનીની છે, જ્યાંના યુવા ડ્રગ્સના લપેટામાં આવી ગયા હોય છે. ડ્રગ માફિયા રાણા (રણદીપ હુડા) બહુ ખતરનાક છે, જે મુંબઈના નાના-મોટા ડોનને પણ પોતાના સકંજામાં ફસાવી લે છે. તે શહેર પર રાજ કરે છે. મુંબઈ પોલીસ જ્યારે સીધી રીતે આ મામલાથી નિપટવામાં અસમર્થ સાબિત થાય છે ત્યારે શહેરની સફાઈની જવાબદારી રાધેને મળે છે. પોલીસ કમિશ્નર કહે છે, ‘ઐસે બેરહમ લોગોં કે લિયે બેરહમ પુલીસ અફસર કી જરૂરત હૈ' રાધે જે સસ્પેન્ડેડ પોલીસ ઑફિસર છે, પોતાના અંદાજમાં શહેરના યુવાઓને ડ્ર્ગ્સના સકંજામાંથી કાઢવાની તૈયારી કરે છે.

કહાની

કહાની

દિલ્હીથી મુંબઈ આવેલ ખતરનાક ડ્રગ માફિયા રાણા અને તેના બે માણસ આખા શહેરને નશાની આડમાં તબાહ કરવા માંગે છે. તેઓ છનકી અને બહુ હિંસક છે. તેના કોઈ નિયમો નથી. તેઓ મુંબઈના દરેક ક્લબ, બાર, હોટેલ, કોલેજને પોતાના નિશાન બનાવે છે. એવામાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ રાધે તેનાથી નિપટવા માટે આવે છે. જેણે ગત 10 વર્ષમાં 97 એન્કાઉન્ટર કર્યાં છે અને 23 વખત તેનું ટ્રાન્સફર થઈ ચૂક્યું છે. માફિયાઓ સાથે નિપટતી વખતે એક દિવસ રાધેની મુલાકાત રસ્તે જઈ રહેલ મુસાફર દીયા (દિશા પટાની) સાથે થાય છે, જે તેના સીનિયર ઑફિસર (જેકી શ્રોફ)ની બહેન છે. એક તરફ દિયા અને રાધેનો રોમાંસ ચાલે છે, બીજી તરફ રાધે ખતરનાક માફિયાઓ સાથે બબ્બે-હાથ કરે છે.

નિર્દેશન

નિર્દેશન

પ્રભુદેવાના નિર્દેશનમાં બની આ ફિલ્મ સંપૂર્ણપણે સલમાન ખાન અને રણદીપ હુડ્ડાના ખભા પર ટકી છે તેમાં કોઈ બીજો મત નથી. સલમાનનો સ્ટાર પાવર, સ્ટાઈલ, સ્વેગ અહીં ભરી ભરીને નાખવામાં આવ્યો છે. કદાચ જે દ્રષ્યોમાં જરૂરત નહોતી તેમાં પણ. કેટલાક એક્સન સીક્વેંસ દિલ જીતે છે, પરંતુ જબરદસ્તી નાખવામાં આવેલા કોમેડી સીન્સ માથાનો દુઃખાવો છે. આ ફિલ્મમાં એક્શન, ડ્રામા, ડાયલોગબાજી ભરપૂર છે, પરંતુ પટકથા અને અભિનય આ ફિલ્મને કમજોર બનાવે છે.

અભિનય

અભિનય

સત્ય કહેવામાં આવે તો અભિનયના મામલામાં ફિલ્મના વિલનના રોલે બાજી મારી લીધી છે. રણદીપ હુડ્ડા અને ગૌતમ ગુલાટીએ જોરદાર એક્ટિંગ કરી છે. રાધે અને રાણાની પહેલી મુલાકાત એક્શનના હિસાબે ઘણી દિલચસ્પ છે. સલમાન ખાનના સ્વેગ અને પાવર પાછળ તેમના અભિનયની કમીઓ છૂપાઈ જાય ચે. પરંતુ દિશા સાથે તેની જોડી સ્ક્રીન પર અટપટી દેખાય છે. દિશા પટાનીને ફિલ્મમાં કેટલાક ગીત અને ગ્લેમર વધારવા ઉપરાંત ખાસ દેખાડી નથી. જ્યારે જેકી શ્રોફ પણ માત્ર કોમેડી ડાયલોગના સહારે દેખાયા છે. જોવામાં આવે તો દિશા અને જેકી શ્રોના કેરેક્ટરના કારણે ફિલ્મનો વિષય પણ કમજોર પડી ગયો. ડ્રગ્સ એક ગંભીર સમસ્યા છે, જેને દેખાડવા માટે કદાચ એક સારી પટકથા અને નિર્દેશનની જરૂરત હતી.

ટેક્નિકલ પક્ષ

ટેક્નિકલ પક્ષ

સંચિત અને અંકિત બલહરા દ્વારા આપવામાં આવેલ બેકગ્રાઉન્ડ સ્કોર થોડું લાઉડ છે, પરંતુ જ્યાં જરૂરત છે ત્યાં પ્રભાવ છોડે છે. ફિલ્મના એક્શન સીન્સની કોરિયોગ્રાફી સાઉથ કોરિયન સ્ટંટ ડાયરેક્ટર Myeong-haeng Heoએ કર્યા છે, જે બહુ સારા છે. પરંતુ એડિટર રિતેશ સોનીએ વખાણવાલાયક કામ કર્યું છે, જેમણે લગભગ પોણા બે કલાકમાં ફિલ્મ સમેટી દીધી છે. અયનંકા બોસની સિનેમેટોગ્રાફી ખાસ પ્રભાવ નથી છોડતી. આ ઉપરાંત ફિલ્મનો જે સૌથી કમજોર પક્ષ છે, તે સ્કીરનપ્લે, જેને વિજય મૌર્યા અને એસી મુગલે લખ્યો છે. એક દમદાર વિષય હોવા છતાં ફિલ્મ કેટલીક વાર ટ્રેકથી ઉતરી જાય છે. વિજય મૌર્યા દ્વારા લખવામાં આવેલ સંવાદ સલમાનના સ્વેગને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યા છે, પરંતુ છતાં પણ પ્રભાવ નથી છોડતા. કુલ મિલાવી ટેક્નિકલ સ્તરે ફિલ્મ બહુ એવરેજ છે.

સંગીત

સંગીત

ફિલ્મનું સંગીત સાજિદ-વાજિદ, હિમેશ રેશમિયા અને દેવી શ્રી પ્રસાદે આપ્યું છે જે એવરેજ છે. સાજિદ ખાન દ્વારા લખાયેલ ટાઈટલ ટ્રેક સારો માહોલ બનાવે છે, પરંતુ બાકી ગીત માત્ર કહાનીની લંબાઈ વધારવા અને સલમાન-દિશાની કેમેસ્ટ્રી દેખાડવા માટે ઉમેરવામાં આવ્યાં છે.

શું સારું, શું ખરાબ

શું સારું, શું ખરાબ

કોરોના મહામારી વચ્ચે સલમાન ખાન, જૈકી શ્રોફ, રણદીપ હુડ્ડા જેવા કલાકારોને સ્ક્રીન પર જોઈ સારું લાગ્યું. આ તમામ કલાકારોના પોતાનો એક સ્વેગ અને સ્ટાઈલ છે, જે ફિલ્મમાં જોવા મળી. પરંતુ ફિલ્મનો પ્લૉટ એટલો કમજોર છે કે કોઈ કલાકાર તેને ઉઠાવી ન શકે. દરેક પક્ષે ફિલ્મ પ્રભાવહીન છે.

ચમત્કાર! મોતના બે કલાક બાદ ફરીથી જીવતી થઈ મહિલા અને બોલી - 'બેટા, અજ્જુ મને પણ ચા પીવડાવ'ચમત્કાર! મોતના બે કલાક બાદ ફરીથી જીવતી થઈ મહિલા અને બોલી - 'બેટા, અજ્જુ મને પણ ચા પીવડાવ'

જોવી કે ના જોવી

જોવી કે ના જોવી

જો તમે સલમાન ખાનના ફેન છો અને તેની રેસ 3, દબંગ 3 જેવી ફિલ્મો પસંદ આવી હોય તો રાધે જરૂર જોઈ શકો છો. ફિલ્મમાં સલમાન ખાનનો સ્વેગ અને એક્શન જોવાલાયક છે. વનઈન્ડિયા તરફતી રાધેને 2.5 સ્ટાર.

English summary
Radhe Film Review: Story is good but plot and direction worst
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X